દોસ્તી, મિત્રતા, ફ્રેન્ડશીપ, ભાઈબંધી ...

"દોસ્તી, મિત્રતા, ફ્રેન્ડશીપ, ભાઈબંધી ..."

~~: કુણાલ જોશી   :~~

દોસ્તી, મિત્રતા, ફ્રેન્ડશીપ, ભાઈબંધી ...
દોસ્તી, મિત્રતા, ફ્રેન્ડશીપ, ભાઈબંધી ...


આહહઃ ... એક જ સંબંધ ના કેટલા નામ ..

આજ સંબંધ ના લીધે તો આપડે.. અહીંયા સુધી પહોચ્યા છીએ..

કેટલા ઊંડા અને ગહન અર્થ વાળા શબ્દો છે આ ... મિત્ર અને મિત્રતા ..



મારો બેકઅપ પણ બસ આવા જ મિત્રો ને કારણે હર્યો ભર્યો રહે છે.. સાચે..

 મિત્ર કે જેની સાથે આપડે દિલ ખોલી ને વાતો કરી શકીયે.. જ્યાં ડર નથી અસ્વીકાર નો.. જ્યાં ડર નથી વિચારધારા નો.. જ્યાં ડર નથી સમજણ શક્તિ નો..

જે મન માં આવે.. જેમ મન માં આવે બસ દે-ધનાધન કરી શકીયે છે ..

હાં.. એ વાત છે કે આજકાલ આવી ઊંડાણ પૂર્વક ની ભાઈબંધી .. ડિજિટલ યુગ ના સમય માં ઘુમ થતી જાય છે..

ફેસબુક - વોટ્સઅપ - ટ્વીટર પર તમે હજારો - લખો મિત્રો બનાવી શકશો પર .. રાતે 1 વાગે તમારી જોડે ચાય પીવા એમાંથી કેટલા તૈયાર થશે

પણ .. આપણે તો રહ્યા મનમોજી .. એટલે આ વાત પણ ગળે ના ઉતરે ને..

શોધી કાઢ્યા મિત્રો અમુક જે ગમે ત્યારે ગમે ત્યાં આવવા તૈયાર હોય..પછી ભલે આ રખડપટ્ટી કરવા હોય, કે કોઈ ને લોહી આપવા નું હોય, કે કોઈ ને મદદ કરવા ની હોય...

બસ.. આનું જ નામ તો મિત્રતા

આજ મિત્રતા પર 'વિવેક ટેલર' નો એક શેર યાદ આવી જાય છે..
~~~~~~~~~~~~~~~~~
શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે
મિત્ર, તું ભગવાનથી યે ખાસ છે
~~~~~~~~~~~~~~~~~

મિત્રતા ... આ શબ્દ ને ઊંડાણપૂર્વક સમજે તે મિત્ર.. ના સમજી શકે એ પણ મિત્ર તો જ છે..  પણ જે સમજી શકે છે એ તમારી સાથે તમારું પોતાનું એક અંગ બની ને રહે છે.. તમારા અવાજ પર થી પારખી લે છે કે કંઈક તો ગડબડ છે .. અને લાગી પડે એનું નિરાકરણ લાવવા પાછળ..

બસ આનું જ નામ મિત્રતા ...

હું.. આપ જેવા મિત્રો, દોસ્તારો, ભાઈબંધો, ને પામી ને મારુ દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું છે..

અંત માં એક શેર 'હર્ષ બ્રહ્મભટ્ટ' લિખિત..

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
છે ઘડી ધન્ય, ધન્ય પળ મિત્રો
આંખ છે સ્નેહથી સજળ મિત્રો
હોય સદભાગ્ય "હર્ષ" તો જ મળે
ખુબ સહેલાઈથી સરળ મિત્રો
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆


આવતા જતા રેજો ને વાંચતા રેજો બાપલીયા ...

મેમોરાઇઝ્ડ બેકઅપ્સ,
કુણાલ જોશી - ધી મનમોજી જીવડો 
લખ્યા તારીખ :- 17th June, 2016
kunal.joshi83@gmail.com 

Share this

14 Responses to "દોસ્તી, મિત્રતા, ફ્રેન્ડશીપ, ભાઈબંધી ..."

  1. Mast Kunal

    આ એક જ રીલેશન એવું છે
    જે જાતે ઘડેલું હોય છે..।
    બીજા બધા તો વારસાગત હોય છે..

    ReplyDelete
  2. શોધી કાઢ્યા મિત્રો અમુક જે ગમે ત્યારે ગમે ત્યાં આવવા તૈયાર હોય... Shhodhe ne mitro mali jaaye!! What a lucky person!!!
    Too good Kukkii. 👍

    ReplyDelete
  3. વાહ....
    ખરેખર હું આ વાત સાથે સાહેમત છું...
    અને આ તમામ વાત નો રૂબરૂ સાકક્ષી પણ ખરો !
    જેટલા મિત્રો આ સોસિઅલ મીડિયા દ્વારા કુણાલ ને મળ્યા તે બધા મને વગર મહેનત એ મળી ગયા ; જે માટે હું કુણાલ નો આભારી છું અને તમામ મિત્રો ને આ બ્લોગ પર પહેલી વાર આભાર વ્યકત કરું છું કે જીવન માં મારે લાયક કે નાલાયક કાંઈ પણ કામ પડે તો બસ યાદ કરજો..... સાક્ષાત હાજર તમારી જોડે...
    Yaar aaje happy friendship "day kahevaanu man thai gayu"

    Kunal joshi : very nice blog u share which flows my feelings also

    ReplyDelete
  4. વાહ....
    ખરેખર હું આ વાત સાથે સાહેમત છું...
    અને આ તમામ વાત નો રૂબરૂ સાકક્ષી પણ ખરો !
    જેટલા મિત્રો આ સોસિઅલ મીડિયા દ્વારા કુણાલ ને મળ્યા તે બધા મને વગર મહેનત એ મળી ગયા ; જે માટે હું કુણાલ નો આભારી છું અને તમામ મિત્રો ને આ બ્લોગ પર પહેલી વાર આભાર વ્યકત કરું છું કે જીવન માં મારે લાયક કે નાલાયક કાંઈ પણ કામ પડે તો બસ યાદ કરજો..... સાક્ષાત હાજર તમારી જોડે...
    Yaar aaje happy friendship "day kahevaanu man thai gayu"

    Kunal joshi : very nice blog u share which flows my feelings also

    ReplyDelete
  5. ખુબ ખુબ આભાર મિત્રો..

    બસ આમ જ પ્રોત્સાહન આપતા રહેજો

    ReplyDelete
  6. Wow!!!!!! Kunu very nice dear....n it's true also!!!!! Keep it up dear...આવું જ સારુ ને સાચું લખતો રે!!!!

    ReplyDelete
  7. રોટલી કમાવી
    મોટી વાત નથી...

    પરિવાર સાથે બેસી ને ખાવી
    એ મોટી વાત છે.. ��






    તબક્કે તબક્કે તફાવત નડે છે,
    મને, માત્ર મારી શરાફત નડે છે,
    ઉલેચાય ઈતિહાસ તો ખ્યાલ આવે,
    કે સરવાળે, એકાદ અંગત નડે છે ........






    "સાચુ જ બોલવાથી સાચુ નથી થવાતુ, 
    સારૂ જ બોલવાથી સારૂ નથી થવાતુ;

    વિસ્તારવી પડે છે હદ આપણા હ્રદયની, 
    દાઢી વધારવાથી સાધુ નથી થવાતુ."






    સારા માણસો આપણી જીંદગી માં આવે એ આપણી ભાગ્યતા છે અને એની સાથે સંબંધો જોડી રાખવા એ આપણી યોગ્યતા છે❗






    નફરતે નફરત થી
    પ્રેમ ને પુછયુ
    તને કેટલી જગા જોઈશે !
    પ્રેમે પ્રેમ થી કહયુ
    ખાલી ઉગવા જેટલી
    જગા આપ
    તારામા વિસ્તરી જવાનુ
    કામ હુ ખુદ કરીશ.






    બઉ નજરે ના ચડે, પવન હોય કે પ્રેમ
    તમે જોઈ શકો તો પુછજો, ચોખ્ખો છે કે કેમ.....?





    દર્દ ફરીથી જાગ્યું છે,
    વાગ્યા ઉપર વાગ્યું છે...!!





    પોતાના એજ હોય છે જે
    કહયા વગર સાથે ઉભા રહે ,

    કહેવા પર તો કેટલીક વાર
    અજાણ્યા પણ મદદ કરી દે છે.





    જિંદગી તું જેમ જેમ ઓછી થતી જાય છે...
    એમ એમ વધારે ગમતી જાય છે...





    જરા હસતાં રમતાં જીવો, જગત બદલાઈ જશે,
    સિરે ભાર લઈને ફરશો, તો જીવન કરમાઈ જશે.





    મળ્યું એ 'માણવા'ની પણ મઝા છે,
    ના મળ્યું એ 'ચાહવા'ની પણ મઝા છે !
    'એક માં એક ઉમેરો તો બે થાય'-
    એવુ શિक्षક શિખવાડી ગયા...
    પણ,
    'બે માંથી એક બાદ કરો તો,
    એકલા થઇ જવાઈ'
    -એવુ જીંદગી શિખવાડી ગઈ !
    કળિયુગની આ દુનિયાદારી છે-
    રમત રમતાં માણસ 'ગમી' જાય ને..
    ગમતાં માણસ જ 'રમત' રમી જાય !
    ઘણા લોકો માટે હુ 'સારો' નથી હોતો...
    પણ,
    તમે જ કહો-
    ક્યો એવો દરિયો છે,
    જે 'ખારો' નથી હોતો..??





    જેની પ્રીત મળી છે એને પામી લેજો,
    જીંદગી મા થોડુ હારવાનુ
    સીખી લેજો..
    મલશે દુનીયા મા કેટલાય અપરીચીત
    લોકો..
    પણ જે તમારા બની જાય એમને
    સાચવી લેજો....��������

    ReplyDelete