બ્લૉગનાં મજેદાર સેક્શનસ વિશે

બ્લૉગનાં સેક્શનસ વિષે ટૂંકમાં માહિતી. જે તે સેક્શનમાં જવા માટે સેક્શનનાં નામ પર ક્લિક કરો.


હાર્દિકનો Hitting Zone છે. અહીં મેં પોતે જોઈ હોય, સાંભળી હોય, વાંચી હોય... જાણી હોય, માણી હોય, વખાણી હોય અને એમાંથી પોતાને જેટલી સમજાણી હોય વાતો સહુની સાથે વહેંચીશ. એમાં હાલાત થી ખયાલાત, લાફ્ટરથી ટિયર્સ, સ્ટોરીથી મેમરી, કલ્પના, સ્વપ્નો કાંઈ પણ હશે.. મારા પોતાનાં-બીજાનાં-ત્રીજાનાં અનુભવો હશે.. પ્રેમ હશે-એનો વ્હેમ હશે-ક્યારેક હેમ ખેમ હશે-ક્યારેક જેમ તેમ હશે!
"વાંચજો... ગમે તો સહુને જણાવજો... અને ગમે તો સૌથી પહેલા મને જણાવજો !
અને ખાતરી રાખજો ...
આપના અભિપ્રાયોથી ઘડાઈશ...
વિના સંકોચ આપજો..."
~"હાર્દ"

કહેવાય છે કે પ્રેમ માં શબ્દો ગૌણ બની જાય છે , આંખો અને સ્પર્શની ભાષાનું મહત્વ વધી જાય છે
સાચું છે ...પણ એવા ઘણાં પ્રેમીઓ છે જે મનથી તો એકબીજા ની સાથે છે પરંતુ દૈહિક રીતે એમની વચ્ચે કિલોમીટર્સ અંતર બનીને ઊભા છે. ત્યારે શબ્દો જરૂરી બની જાય છે અને લખાયેલા શબ્દો માત્ર શબ્દો ના રહેતા યાદોના સંભારણા બની જાય છે. અહીં બે પ્રેમીઓ એકબીજા જોડે શબ્દો વહેંચશે, શબ્દદેહે રૂબરૂ થાશે, એકબીજાને અને શબ્દો ને વ્હાલ આપશે.

સેક્શન છે ગમતાના ગુલાલનો ! અને છે સૂંઠના ગાંગડે સર્જક થવાનો ! શેરિંગ અને સર્જનના સેક્શનમાં કવિતા હશે 'ને વાર્તા હશે, ફિક્શન પણ હશે 'ને નોન-ફિક્શન પણ, લર્નિંગ પણ હશે, શેરિંગ પણ, સાહિત્ય હશે 'ને સાયન્સ પણ, પોતાનું હશે 'ને પારકું . વિષયો સતરંગી હશે, વિચારો વિવધરંગી હશે, જ્ઞાન હશે, અજ્ઞાન હશે, ફેઈથ હશે, ડાઉટ હશે, પોઝિટિવિટી હશે, નેગિટિવિટી હશે, હાસ્ય હશે, રુદન હશે, આશા 'ને નિરાશા હશે અને જે કંઈ પણ હશે એમાં નિચોવાયેલું હૃદય હશે, વિસ્મયી દિમાગ હશે અને દુનિયાને થોડીઘણી સમજવાનો અને જિંદગીની મિસ્ટરીને જીવી જવાનો પ્રયત્ન હશે! These are Sanket's "Cups of Tea" !

બધી પોસ્ટ હ્યુમરસ રહેશે. હસતા હસતા સામાજિક સમસ્યાઓ અને અજિબોગરીબ માણસોની વર્તણુક પર રમૂજી લેખો તમને અહીં હસાવશે. બાકી કોલમનું નામ "અસ્તવ્યસ્ત" છે તો કોલમ પણ અસ્તવ્યસ્ત રહેવાની. એક વાર વાંચશો તો ખબર પડશે. Stay tuned 👍


મસ્તમૌલા સમાજ, ધર્મ, રાજકારણ, દેશ-વિદેશની અવનવી બાબતોમાં પોતાનું ડહાપણ ડોળશે. ક્યારેક સૂફીયાણી શાણપટ્ટી તો ક્યારેક મિર્ચ મસાલાનું મલમ. બેફિકરાઈના ભાતભાત ના ફંડાનું જગત સાથે તાદાત્મ્ય સાધવાનો પ્રયાસ એટલે બ્લોગનો સેક્શન. જ્યાં આપને ઉપરોક્ત વિષયો સાથે વ્યંગકથાઓ અને મોજે દરિયામાં ધુબાકા પાક્કા!👍




6. "પિલ્યન ટૂ રાઇડર" (ચિંતન રાજગોર )-
જિન્દગીની કમાન પોતાના હાથમાં લેવાની વાત."ચલને કી ઝીદ્દ ભી ઝરૂરી હૈ મંઝિલો કે લિયે. 'સ્વયંપાથ' કંડારવાનો પ્રયાસ...જીવનની જર્નીના વિવિધ તબક્કા અને એની વાસ્તવિકતા ઉજાગર કરી કુંભકર્ણ ને ઢંઢોરવાની મથામણ, વૉક ધ ટૉક-એસ્સેન્સ ઑફ લાઈફ, વિવિધ વિષયોનો ચિંતનાત્મક 'ચિતાર..' એકાંત માં કરેલું મનોમંથન ને નિસરેલો 'સાર..' એટલે આ સેકશન...



7..ગેસ્ટ પોસ્ટ્સ

અહીં 'ગેસ્ટ પોસ્ટ્સ' સેક્શનમાં તમને વાંચવા મળશે બીજા કેટલાંક વાંચકો અને સિદ્ધહસ્ત લેખકોના મજેદાર રાઇટઅપ્સ. અહીં એ લોકો છે જેમની કલમ સાબિત થઇ ચૂકી છે. એમનાં શબ્દોને આપણે ઓળખીએ છીએ.  એમનાં પ્રત્યેનો આમારો પ્રેમ અને આદર એમને અહીં લઈ આવે છે. આવા આદરણીય લેખકો અને વાંચકોને અમે થેન્ક્સ કહીએ છીએ, પહેલેથી જ.   

8. આ તેં લખ્યું છે?!

પાડોશમાં રહેતો ભાગ્યે જ દેખાતો કોઈ છોકરો કે દૂરના માસીની ચશ્માવાળી છોકરી કે કોઈ ભાઈબંધનો ભાઈબંધ કે મુંબઈનો કઝન કે સ્કૂલની ફ્રેન્ડ કે ફેસબુક ફ્રેન્ડ જયારે એક દિવસ તમને કોઈ કાગળ દેખાડે કાં તો એની ફેસબુક વૉલ તમારી નજરે ચડે, જેમાં કવિતા હોય, વાર્તા હોય, કોઈ જબરું એનાલિસિસ હોય, ફિલોસોફી હોય, પ્રેરણા હોય...અને સોલિડ હોય...ત્યારે તમારી આંખો જરા પહોળી થાય, દિમાગ પર ઉદ્દગારચિહ્નનો દંડો ઠોકાય અને તમે એ લખવાવાળાને પૂછી બેસો,

"આ તેં લખ્યું છે?!"
દોસ્તો આ સેક્શનમાં તમને આવા જ નવા નવા લખાણો વાંચવા મળશે. ઉપર કહ્યું એવા દોસ્તોની શબ્દરમતોનું મુક્ત મેદાન છે આ સેક્શન. અને જો તમને પણ લાગતું હોય કે તમે પણ આવી ગૂગલી નાખી શકો છો, તો મોસ્ટ વેલકમ. તમારું લખાણ અમને wejvians@gmail.com પર મોકલી આપો. જો યોગ્ય લાગશે તો અમે એને અમારાં આ સેક્શનમાં જરૂર મૂકીશું.

6 Responses to "બ્લૉગનાં મજેદાર સેક્શનસ વિશે "

  1. waah... ek dam saras. aje dhyan dai ne vachyo akho blog. adbhut rachana. mara mate Blog navi matter(case) che mate pela thodu sikhyo ane have janyu ane manyu. AA mate team JVIANS ne khara dil thi subhechao.

    ReplyDelete