![]() |
weJVians |
ખલીલ એ પછી તો જલસા જ જલસા,પોતાની દુનિયાનો માણસ !
મળે જો મને મારી દુનિયાનો માણસ!
~ ખલીલ ધનતેજવી
પોતાની દુનિયાનો માણસ એટલે શું?! એવો માણસ જેના મનનું મૅપિંગ કરીએ, કાળજાનું સ્કૅનિંગ કરીએ તો લાગે જાણે અરીસાના નગરમાં આવી ગયા હોઈએ. ઘણું ઘણું જાત જેવું જ લાગે.
આવા ઘણા બધા જાત જેવા માણસોને ભેગા કરવાનું એક દિવસ અસ્લમ ખાનને સૂઝ્યું અને ફરઝાનાએ એક વૉટ્સએપ ગ્રૂપ બનાવ્યું. "JVians".
JVians એટલે JVના ફેન્સ.
અને JV એ અમારા જય વસાવડા. એમના નામ આગળ વિશેષણો લગાવવાની જરૂર નથી અને નથી એમને કોઈ ઓળખાણની જરૂર.
અહીં બધા જય વસાવડાના 'જબરા ફેન' છે. જય વસાવડાની કલમના ચાહકોના ગ્રૂપ JViansને એક વર્ષથીય વધું સમય થઇ ગયો. આ દરમ્યાન કેટલાય મેમ્બર્સ ઈન-આઉટ થયા. આ ગ્રુપમાં બધા JViansએ બહુ ચર્ચાઓ કરી છે અને મજાઓ ય કરી છે.
મસ્તીમજાક, પંચાત, પિકનિક, પૅનિક, મુલાકાતો, મુક્કા-લાતો બધું કર્યું છે. પ્રોસ્ટિટ્યુશનથી ફ્રી સેક્સ, ધર્મથી ધતિંગ, સાહિત્યથી સિનેમા, લવ, સેક્સ, પેરેન્ટિંગ જેવા અઢળક વિષયો પર સ્પેકટ્રોમીટરી ચર્ચાઓ અહીંયા ચાલતી રહે છે. અને કવિતાઓ, ગઝલો, માઈક્રોફિકશન, પ્રવાસવર્ણનોનો ગુલાલ પણ ઊડતો રહે છે.
અને એક દિવસ આવી જ કોઇ ચર્ચા દરમિયાન, અંકિતને બ્લોગ બનાવવાનું સૂઝયું, કે આપણી આ બધી ચર્ચાઓને એક સરસ મજાની પોસ્ટનું સ્વરૂપ આપીને બ્લોગ પર શૅર કરીએ તો!? અને મોટાભાગના મૅમ્બર્સએ અંકિતના આ સૂચનને હોંશે હોંશે વધાવી લીધું.
અને આ રીતે સર્જાયો બ્લોગ, "weJVians" , "જ્યાં વાચકો લખે છે" !!!
અને પછી 6 લોકોની બ્લોગ ટીમ બની... કંદર્પ, હાર્દિકભાઇ, ફરઝાના, અંકિત , સંકેત અને મૌલિક. અને નક્કી થયું કે ગ્રૂપની ચર્ચાઓ ઉપરાંત જો કોઇ મૅમ્બર્સનેય લખવું હોય તો એ માટે અલગ અલગ સૅક્શન્સ બનાવીએ અને એ દરેક સેક્શન્સને મસ્તમજાનું ક્રિએટીવ નામ આપે જે તે સૅક્શનમાં લખનાર !!
બસ, આમ એક પછી એક આઇડિયા આવતાં ગયાં અને છેલ્લે અમે હાજર છીએ અહીં આપની સમક્ષ...
weJVains બ્લૉગ એ ગ્રુપના કોન્વોઝ અને વાચકોના વિચારોને વૉટ્સએપના ગ્રીનરૂમમાંથી બહાર લાવીને ઇન્ટરનેટના દરિયા પર મૂકવાનો પ્રયાસ છે.
અહીંયા મોટા લેખકો નથી, ઠાલા ઉપદેશો નથી 'ને ભારેખમ ફિલોસોફીની ફિશિયારી નથી.
છે તો બસ વાચકોની અભિવ્યક્તિ-જે હૃદયના ઊંડાણમાંથી છે. અહીંયા છે ગમતાનો ગુલાલ જેને રંગે રંગાઈ જવામાં જીવનનો જલસો છે.
અહીંયા જે JVians સારું લખી જાણે છે અને ઘડાઈ રહ્યા છે. આ બ્લોગ એમના ઘડતરનું માધ્યમ છે.
અહીંયા તમને વાંચવા મળશે એવું બધું કે જે તમારી લાઈફને ક્યાંક ક્યાંક જરૂર સ્પર્શી જશે. દિલોદિમાગને ડોલાવી જશે. અને અહીંયા તમને બહુ પોતીકું પોતીકું લાગશે, કારણકે અહીંયા લખતા લોકો તમારી જેમ જ- વાચકો છે. એ તમારી જ દુનિયાના માણસ છે !
ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર,ખુદા જેવા ખુદાના ક્યાં બધાં સર્જન મજાનાં છે!~ જલન માતરી
~ બ્લોગ ટીમ.
JVians
અદભૂત છણાવટ! ખૂબ જ જહેમત અને માવજતપૂર્વક આટલું સરસ કામ કરનાર ટીમ અને અંકિતભાઇ ખાસ અભિનંદનના અધિકારી છે.. Keep Rocking!
ReplyDeletethanks maulik
Deleteમાઉન્ટ મેઘદૂત પરથી આપ સૌનો આ બ્લોગ જડી આવ્યો , જયબાબુનો તો હું પણ ' જબરા ફેન ' હું !
ReplyDeleteતેમને વાંચી વાંચીને તો અમોએ પણ એક બ્લોગ ચીતરી કાઢ્યો :)
બે દિવસથી આપ સૌની ઘણી પોસ્ટ ખૂણે ખૂણે ફરી વળી વાંચી કાઢી અને ખુબ આનંદ થયો. ખુબ સરસ બ્લોગ
[ જે.વી'ને આથી મોટું અર્પણ શું હોઈ શકે કે તેમને વાંચનારા હવે ખુદ લખે છે. ]
This comment has been removed by the author.
Deleteવાહ ... ખુબ ખુબ આભાર. :)
Delete