કસરત ના કરવાના દશ કાયદેસરનાં બહાનાઓ
~અંકિત સાદરીયા
આજકાલ બધાને ખબર છે કે આ બેઠાડુ જીવન માં કસરત બહુ જ જરૂરી છે પણ આપણે એટલા આળસુ છીએ કે કસરત ના કરવાના અને બીજા ને ના કરવા દેવાના બહાના ગોતી જ લેતા હોઈએ છીએ. તો આ નીચે નું લિસ્ટ વાંચો (થોડું મજાક માં હો ! ) -
pc - turner.com
- વહેલી સવારે કસરત કરો તો જ ફાયદો થાય -
(મને સવારમાં 5 વાગે ઉઠાડજો હો , જો 5:05 વાગે ઉઠાડો તો ઘડિયાળમાં જોવે "અરે યાર મોડું થઇ ગયું , હવે કાલ વાત !!" ) - યાર હમણાં ચા પીધી, ચાઇ પી ને 2 કલાક કસરત ના કરાય
(ઓલા ખેતરમાં કામ કરતા મજૂરો શું ચા પી ને 2 કલાક આરામ કરતા હશે ? ) - જમવાની પહેલા અને પછી 2 કલાક કસરત ના કરાય
(અલ્યા ભાઈ, તું દર 2 કલાકે ખાધા રાખે તો ક્યારે કસરત કરીશ !! ) - સવારે કસરત કરું તો આખો દિવસ ઓફિસે (કે દુકાને ) થાક લાગે
(સવારે તું કસરતના નામે અડધો કે એક કિલોમીટર ચાલી આવ તો પણ ઘણું) - પ્રોપર ટ્રેઈનર વગર એકસરસાઈઝ ના કરાય !
(એક તો તારે 15 મિનિટ થી વધુ એક્સરસાઇઝ કરવી નહિ , 6 પેક બોડી તારાથી બને એમ નથી તો ટ્રેનર ને તારે શું કરવો છે ? ) - પ્રોપર ડ્રેસ અને સૂઝ વગર કસરત ના કરાય
(આમાં ને આમાં આખું વર્ષ કસરત કર્યા વગર કાઢી નાખે ) - યાર એકલા એકલા કસરત કરવાની ના મજા આવે , કોઈક સાથે આવે તો ચાલુ કરીએ
( કસરત તારા માટે છે કોઈને આવવું હોઈ તો આવે અને ભાઈ તારે કસરત કરવાની છે સેક્સ નહિ કે કોઈ જોઈએ ! ) - કસરત કરીએ તો વજન વધે ! - કસરત કરીએ તો ભૂખ લાગે અને ભૂખ આપણાથી કંટ્રોલ થાઈ નહિ , એટલે વજન વધે
( તાલિયા ! શું લોજીક છે. જીમ માં ના જા તો કાંઈ નહિ પણ 1-2 કિલોમીટર ચાલ તો ખરી ) - મારા જેવા પાતળા લોકો ને કસરત ની શું જરૂર ? આમ જે હોઈ એ પણ જતું રયે !
(કસરત પાતળા થવા માટે જ નો હોઈ ખાલી, સ્ટ્રોંગ બનવા અને સારી હેલ્થ માટે પણ જોઈએ ) - ટાઈમ જ ક્યાં છે ?
(આમાં જ ટાઈમ જતો રહેશે ! )
અંકિત સાદરીયા
સેક્શન - અસ્તવ્યસ્ત
www.ankitsadariya.in
aaje weakness jevu feel thay chhe :-D
ReplyDeleteha ha ha (y)
Deleteઅમારે માતાજીની આડી છે... ફેમિલિમાં કોઈ કસરત ના કરે..
ReplyDeletelol m lol :D
Deleteસૌથી સારી અને બધાને અનુકૂળ પડે એવી કસરત..
Delete.
.
.
.
આળસ મરડવી
Doctor e mane naa paadi chhe kasrat mate..knees,kamar etc etc ne damage thaay chhe..
ReplyDeletemara maa calcium vitamin etc etc ochhu chhe,bp ni problem chhe..
Aa bahana me sauthi vdhu smbhdyu chhe😆😆😆
ha ha ha
Deleteહું દરરોજ 6-7 કલાક યોગ કરું છું..
ReplyDelete.
.
.
.
.
મારુ સૌથી પ્રિય આસન = શવાસન
lol
Deleteapanne be j yog fave..
ReplyDeleteSavasan
Makarasan
ha ha ha
Delete