સમાજ

સમાજ
~હાર્દિક વ્યાસ

સમાજ : News Courtesy : The Indian Express



Everyday she writes in a midday meal diary, 'No one ate today.'

રાધામ્મા દરરોજ શાળાએ આવે છે, ભોજન બનાવે છે.. અને રીસેસ પછી ડાયરી (જે એણે દરરોજ મેઈન્ટેઈન કરવાની હોય છે) કાઢીને એમાં આ ચાર શબ્દ લખે છે, 'No one ate today.'

6 Nov, 2015નાં 'The Indian Express'માં આ ટાઇટલ સાથે સમાચાર છપાયા હતાં. વિગત એવી છે, કે કર્ણાટકનાં કોલાર (સોનાની ખાણો માટે પ્રખ્યાત છે એ જ કોલાર) જીલ્લાના કાગ્ગનહાલી (Kagganhalli-ઉચ્ચાર અલગ હોઈ શકે છે) ગામની સરકારી પ્રાથમિક શાળામાં રાધામ્માની નિમણુંક રસોઈ કરવા માટે થઈ ત્યાર પછી 100 બાળકો સ્કૂલ છોડીને ગયા છે અને બાકીનાં બાળકો મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત પીરસાતું ભોજન નથી સ્વીકારતાં. કારણ? કારણ કે રાધામ્મા દલિત છે.

આ સમાજ માટે એક સંકેત નથી. એક અલાર્મ છે. કેમ કે આ શાળા પ્રાથમિક શાળા છે. પ્રાથમિક શાળાનાં બાળકોની ઉમર વર્ગ ભેદ સમજી શકે એવી નથી હોતી. વાલીઓ-વડીલો અને શિક્ષકોની નિષ્ક્રિયતા દર્શાવે છે. અને આ સ્થિતિ દેશની એક શાળા કે સંસ્થાની નથી. ઘણી જગ્યાએ આ જ પરિસ્થિતિ છે.

આઝાદીને 70 વર્ષ પૂરા થશે અને હજી પણ અહીં જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય, વર્ણ વગેરે રાજનીતિક મુદ્દા છે. વર્ણ વ્યવસ્થા જ્યારે સ્થપાઈ હતી ત્યારે એની જરૂર હતી કે નહિં.. ત્યારે એ ક્યા સ્વરૂપમાં હતી.. એ બધી ચર્ચામાં નથી પડવું,  કારણ કે ત્યારે હું હાજર-હયાત ન્હોતો. પણ અત્યારે વર્ણ વ્યવસ્થા અલગ સમુદાયો વચ્ચે દિવાલ બની રહી છે. એ સમાજ વ્યવસ્થા માટે રેડ સિગ્નલ છે.

વર્ણ વ્યવસ્થાનાં ચાર વર્ણો ઉપરાંત અમુક જગ્યાએ તો આપણે શૂદ્ર, દલિત અને મહા દલિત એવા નવાં વર્ણભેદની શોધ કરી છે. હકીકત એ છે કે યુનિટિનાં નામે દંભી એકતા બતાવતો આપણો સમાજ અંદરથી ખોખલો છે.

બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, વેપારી સમાજ, દલિત સમાજ, ભદ્ર સમાજ, લઘુમતી સમાજ વગેરે અલગ અલગ સમાજનાં ઉધ્ધાર કરવાનાં ભવ્ય પુરુષાર્થમાં 'સમાજ'નો ઉધ્ધાર ખાડે જઈને અટક્યો છે. ખરેખર તો અટક્યો નથી.. હજુ પણ વધુ નીચે જઈ રહ્યો છે.

કહેવાતો ભદ્ર વર્ગ 'અમારે એવું કાંઈ નહિં', 'અમે તો એમને અમારા ઘરે જમવા પણ બોલાવીએ', 'અૉફિસમાં ટિફિન સાથે જ ખાઈએ'.. આવું બધુ છાતી ફુલાવીને કહે છે. આ ગર્વથી કહેવાની વાત નથી, સાહજીકતા સાથે દરેક સમયે અને સ્થળે સંપૂર્ણ સ્વીકાર કરી શકશો? સ્વીકાર એટલે રોટીથી લઈને બેટી સુધી સ્વીકાર. આ માત્ર કહીને જાહેર કરવાનું નથી.. દરેક સ્થળ પ્રસંગે વર્તનમાં લાવવાની જરૂર છે અને જાહેર જીવનમાં સંપૂર્ણ સ્વીકારનો સંદેશ સમગ્ર સમાજને જાય એ જરૂરી છે.

આ બધા માટે સમાજનો કહેવાતો ભદ્ર વર્ગ માત્ર જવાબદાર છે એવું નથી. માત્ર અને માત્ર દલિતોનાં હિત માટે કાર્ય કરતી સામાજીક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓ પણ એટલી જ જવાબદાર છે. નહિંતર આટલાં વર્ષો પછી પણ એક વર્ગ વિશેષ દલિત ગણાય અને એ વર્ગનાં નેતાઓ પણ એ વર્ગને દલિત કહેવડાવે એ જ એમની દાનતની ચાડી ખાય છે. જો દલિતોની સ્થિતિ સુધરી જાય અથવા દેશમાંથી કોઈ વર્ગ વિશેષ દલિત કહેવાતો બંધ થઈ જાય, તો એ સંસ્થાઓ અને નેતાઓને કોણ પૂછે? આમાં ગુમાવવાનું રાજકીય કે સામાજીક નેતાઓને નથી આવતું સમાજને આવે છે. આટલાં વર્ષોમાં એ નેતાઓએ હરિજન, વાલ્મિકી સમાજ, દલિત વગેરે અલગ નામ-કરણ અને આંદોલનો સિવાય સમાજ માટે વિશેષ શું કર્યું એ સંશોધનનો વિષય છે.

હજી પણ સમય છે... સમય પારખીને એક સમાજ બનીને નહિં રહી શકીએ તો સમાજ અસંખ્ય ટુકડાઓમાં વહેંચાશે.. વહેંચાઈ રહ્યો જ છે. વર્ગ ભેદ કરાવનારાઓનાં તો રોટલા એની ઉપર નભે છે એટલે એ કરશે. આપણે સાચું સમજીને એક સમાજ તરીકે રહેવાની જરૂર છે. પરિસ્થિતિ એટલી ગૂંચવાયેલી છે કે આ સહેલું નથી લાગતું. પણ ક્યાંક તો શરૂ કરવાનું છે કે નહિં. સમાજને તૂટવા નહિં દેવાનો રસ્તો એક જ છે. વિભાજન વાદીઓને ઓળખીને એમના ઈરાદા પાર ન આવવા દેવા. અને સમાંતરે સાચા અને સમાજ ઉપયોગી શિક્ષણને સ્વીકારી એનો તમામ વર્ગમાં પ્રસાર કરવો. શિક્ષણમાં 'સમાજ વિદ્યા' કે 'સામાજીક વિજ્ઞાન'નાં બદલે 'સમાજ નવરચના' પ્રેક્ટીકલ શીખવવું ફરજીયાત કરવું જોઈએ. બાળકોને વર્ગ અને વર્ણનાં શિક્ષણથી દૂર જ રાખવા જોઈએ.

અત્યારે આટલું જ કહીશ. તાજેતરની ઘટનાઓ વિષે એટલું બધું લખાઈ રહ્યું છે કે એ વિષે હું વધું નહિં કહું. માત્ર તમામ વર્ગને સમજપૂર્વકનાં વર્તનની અપીલ કરીશ.

અસ્તુ.

હાર્દ ક્વોટ :

"We are united only to keep some one lonely."



હાર્દ હિટ્સ : હાર્દિક વ્યાસ - Date : 24/07/2016
e-mail id : haardhits@gmail.com






લાગણી નો પ્રવાહ

લાગણી નો પ્રવાહ ~ગીરા  પાઠક 
काश तक़दीर भी होती जुल्फ की तरह,

जब जब बिखरती, तब तब सवार लेते........


લાગણી નો પ્રવાહ


સપનાં એવા જ જોવા જોઈએ જે પુરા થઇ શકે”... કવિત બોલ્યો

ઓહ એવું કેવી રીતે થઇ શકે? સપના જોતા પેહલા થોડી ખબર હોઈ કે પુરા થશે કે નહિ અને પુરા થઇ શકે એવા જ સપના જોવા તે આપણા હાથ માં નથી ને !!!! મનસ્વી બોલી

બંને વચ્ચે ઘણા સમય થી દલીલ થતી પણ તેમાં વાત ત્યાં જ આવી ને છોડી દેવી પડતી!!...ક્યારેક મનસ્વી રડી લેતી...તેનું સારું લાગતું કવિત પાસે હોઈ તો રડવાનું, બાકી તે તેની જીદગીમાં રડી પણ નહોતી શકતી...મનસ્વી ને ધીમે ધીમે સમજાવા લાગ્યું હતું કે તેના અને કવિતના સુખ અલગ અલગ છે.... તેના માટે સુખ ની વ્યાખ્યા કવિત પુરતી જ સીમિત હતી...જયારે કવિત માટે સુખ ની વ્યાખ્યા !!!!! તે સમજી તો શકતી હતી પણ સ્વીકારી નહોતી શકતી...તેની માટે અઘરું હતું...

“તું નહી જા ને કવિત.... હું એકલી થઇ જઈશ...શું કરીશ તારી વગર ?” મનસ્વી બોલી

કવિત કાઈ બોલ્યો નહિ. મનમાં તો તેને પણ નહોતું ગમતું.

“કવિત, તું જેમ કહીશ તેમ હું રહીશ બસ.... ગુસ્સો બિલકુલ નહિ કરું અને જગડીશ પણ નહિ” મનસ્વી ને પોતાનું જ કહેલું વાક્ય ખોખલું લાગવા લાગ્યું. તે જાણતી હતી કે કવિત જવાનો જ છે. પણ તે સમજી નહોતી શકતી કે કેવી રીતે તેને રોકી લે...શું કરે કે જેથી કવિત રોકાઈ જાય. જોકે તે સમજાતી પણ હતી કે તેનું જવું કેટલું જરૂરી છે...!!

કવિત ક્યારેય તેની સાથે ખોટું નહોતું બોલ્યો, તે પાલનપુર જોબ માટે આવ્યો હતો..તેની બદલી થઇ હતી. તેના વતનમાં તેની પત્ની અને તેનો દીકરો રેહતા હતા. તેણે મનસ્વી ને પેહલા જ દિવસે કહી દીધું હતું.. મનસ્વી પણ જાણતી હતી. તે સમજતી પણ હતી. તે ક્યારેય નહોતી ઈચ્છતી કે તે કવિત અને તેની પત્ની ની વચ્ચે આવે...પણ જાણે અજાણ્યે તે વચ્ચે તો હતી જ...કવિત જયારે પણ મનસ્વી માટે કઈક ખરીદે, મનસ્વી જીદ કરી ને તેની પત્ની માટે પણ કઈક લેવડાવે જ...

બંને એક બુક શોપ માં મળ્યા હતા....નવા સબંધ માં દાખલ થતી વખતે બંને માંથી કોઈને મુશ્કેલી નહોતી પડી....હંમેશા હસતા રેહતા. બંને જયારે પણ મળતા.... ખબર જ નહતી પડતી સમય ક્યાં અને ક્યારે પસાર થઇ જતો ....સાથે હોઈ ત્યારે એકબીજા સિવાય કઈ દેખાતું નહિ...અને સાથે ના હોઈ ત્યારે એકબીજાનું જ વિચારતા રેહતા....પ્રેમ છે જ એવી વસ્તુ...કે ક્યારે, ક્યાં, કોની માટે લાગણી જન્મી જાય તેની ખબર જ નથી રેહતી ...અને જયારે મન લાગણીના પ્રવાહ માં વેહવા લાગે ત્યારે મગજની કોઈ વાત ગળે ઉતરતી નથી...મનસ્વી ને પણ તેનું મગજ ના પાડતું ઘણીવાર કે ના જા કવિતની આટલી નજીક...!!! પણ તેનું મન તેના કહ્યામાં નહોતું રેહતુ....ગમે તે રીતે તે કવિતની બાજુ આકર્ષાય જતી...બંને પરિપક્વ હતા...અને સમજતા પણ હતા....અપરિપક્વ ઉમર નહોતી.

મનસ્વી ઘણી વાર વિચારતી ,જયારે બંને મળ્યા ત્યારે આવી કોઈ વાત આવી નહિ મનમાં અને એક પ્રવાહ માં બંને વેહવા લાગ્યા...એવું નહોતું કે હવે તે લાગણી નહોતી રહી... પણ હકીકત હવે વધારે કડવી લાગવા લાગી હતી. હજી પણ લાગણી એટલી જ હતી બંને બાજુ પણ મનસ્વીએ હવે પૂછવાનું, કેહવાનું, કે ફરિયાદ કરવાનું બંધ કરી દીધું હતું....તે હવે સહજ રહી નહોતી શકતી....પેહલા ની જેમ બોલી નહોતી શકતી...અટકી જતી વાત કરતા કરતા કેમ કે તેને લાગતું કે હવે આવી વાતો નો કોઈ અર્થ નથી....કવિત ને તે એટલો પ્રેમ કરતી કે તેને ખબર હતી કે કવિતની જરૂરિયાત શું છે.સમય સડસડાટ પસાર થઇ ગયો. મનસ્વી પોતાની જાતને ભૂલી ગઈ હતી. તેનું જીવન કવિતની આસપાસ વણાઈ ગયું હતું.

બંને માંથી કોઈએ વિચાર્યું નહોતું કે આવી રીતે છુટા પડવાનું આવશે...કોણ કોને દોષ આપે? મનસ્વી જાણતી હતી કે કવિત સાચો છે...તેની જગ્યા પર...તેની પરિસ્થિતિ પ્રમાણે તે જે કરશે બરાબર કરશે.... બસ હવે તેણે ફરીથી પોતાનું જીવન ગોઠવવાનું હતું...કવિત વગરનું જીવન....જેમાં તેની માટે કાઈ નહોતું...!!!

તેને ક્યારેય વિચાર્યું જ નહોતું કે તેણે કવિત વગર રેહવાનું આવશે...

“મનસ્વી મારા માટે પણ અઘરું જ છે..તારાથી છુટા પડવું...પણ તું તેને વધારે અઘરું ના બનાવ. તું જ આમ કરીશ તો હું કેવી રીતે જઈ શકીશ? તને આવી રીતે મૂકી ને નહિ જઈ શકું “ કવિત નો અવાજ ભીનો હતો. તે બે વાર તેનું જવાનું postpone કરી ચુક્યો હતો.

મનસ્વી એ તેને કઈ કેહવાનું ટાળ્યું. તે એવું સમજવા લાગી કે કવિતને કદાચ તેની માટે લાગણી જ નહોતી. તે કાઈ બોલી નહિ. બોલવાનો અર્થ જ નથી તેવું તેને લાગ્યું. તે ઉભી થઇ અને કવિતની સામે એકવાર પ્રેમ થી જોયું. અચાનક આંખ ભરાઈ આવી તેની, “

બાય કવિત, ધ્યાન રાખજે તારું “ કહીને સડસડાટ કોફી શોપ ની બહાર નીકળી ગઈ....

- ગીરા  પાઠક 
(શહેર - અમદાવાદ
 ઈમેલ  આઈડી - girapathak@gmail.com )
બ્લોગ સેક્શન - આ તે લખ્યું છે ?!

"HE WRITES ...."

 HE writes 

by ફરઝાના સિવાણી






 image captured by KEVAL CHANDPA



12/07/2016
Tuesday.



અલી ,
જો મેં ય પત્ર લખ્યો , હોં ને !!! :P


સાચું કહ્યું તેં કે આજના જમાનામાં પત્ર કોણ લખે અને એ ય પ્રેમપત્ર .. પણ એ જ કરવાનું જે મન કહે , ખુશ રહેવાનું બસ ...કોઇને ય નડ્યાં વગર ...

હા , અગાશી એ વાદળા ઘણાં હો અને હવે તો થોડો થોડો વરસાદ એ વરસે છે અને જોડે જોડે તારી યાદ ... વરસાદ ભીંજવે એ કરતાં વધુ તો તારી યાદ ભીંજવે છે , બોલ ... ના કરતી હોય તો મને આટલું બધું યાદ બકા !!!

જમવાં બેસું ને મેસેજ આવે ... "ઓયે , એક સેલ્ફી તો મોકલ. "
બસમાં બેસી ગયો છું એવો મેસેજ કરું કે ફૉન આવે ... " સીટ મળી ?? ક્યારે પહોંચીશ ? જમીને બેઠો ને ? રસ્તામાં નાસ્તો કરી લે જે નહીંતર .." 
અને સૌથી મસ્ત સવાલ તારો .. " બાજુની સીટમાં કોણ છે?...."
હાહાહાહાહા....ત્યારે મારું જોરથી હસવું ને તારું જુઠ્ઠું જુઠ્ઠું રિસાઇ જવું ..અહાહાહા...એમ થાય કે જોરથી ચુમી લઉં તને ...   ;)  ;)

બસ , બસ , બહુ હરખા નહીં હો ...

અરે હા , કાલે ગામડે જવું પડશે મારે , પેલી જમીનનો લોચો પડ્યો છે ને યાર ... વહેલી તકે સૉલ્યુશન આવી જાય તો પૈસા છૂટા થાય એમ , કાકાને એમનો ભાગ આપીને બચે એનું શું કરવું એ પછી જોઇશું. જમીન ની પાસેથી જ નહેર નીકળે છે એટલે ભાવ તો ઊંંચો આવશે એ નક્કી ...

અરે સના , એક વાત કહે .. ઈદમાં મહેંદી કેમ ના મૂકી તેં ?? હમ્મ્મ્મ્મ ??
તારા હાથમાં મહેંદી બહુ જ મસ્ત લાગે છે , અને મહેંદી મૂકેલી તું એ .. સાલું આ પ્રેમપત્રમાં  અમસ્તા એ રૉમાંટીક થઇ જવાય છે હોં ... :D

જવાબ થોડો લૅટ કરું છું તો ગુસ્સો ના કરીશ , જોકે તું ગુસ્સામાં યે લાગે તો જોરદાર જ હો... ચલ , લખજે પાછી ...

મસ્ત મજાની ખુશ રહેજે ને હા , હું બાહરનું ઓછું ખાઇશ .. બસ

કહેતો નથી ક્યારેય  but I miss u too
વ્હાલ ...
અંગદ.





12/07/2016
" with love , from Me."
By ફરઝાના સિવાણી
farzanasivaniblogpost@gmail.com

JVians Discussion - World Doctors' Day

ડોક્ટર, આપણા શરીરનો એક મિકેનિક જ કહી શકાય. આપણી અંદર શું ચાલે છે એ આપણાથી વધુ એમને ખબર હોઈ. ડોક્ટર સાથે બધાને કૈક ને કૈક તો અનુભવો થયા  જ હોઈ. 1 જુલાઈ ડોક્ટર ડે  ના દિવસે આવા જ સરસ અનુભવો અમારા JVians  ગ્રુપમાં ડિસ્કસ થયા. નીચે વાંચો અમારા ગ્રુપ મેમ્બર્સના ડોક્ટર સાથેના અનુભવો..     





કુનાલ જોશી :
ડોક્ટર સાથેના અનુભવની વાત ...
સૌથી પહેલાં તો જો તમારા ફેમિલીમાં  એક ડોક્ટર, એક વકીલ, એક પોલીસવાળા, ના હોય ને તો બસ આવી જ બને ...
પણ અહીંયા વાત કંઈક અલગ છે..
નવરાત્રીની નોમની આખી રાત ગરબાની રમઝટ બોલાવી ને અમે સૌ બાઇક લઈને ચા પીવા માટે અમદાવાદના પ્રખ્યાત ચાહના સ્ટોલ "લકી ટી સ્ટોલ" પર જવા નીકળ્યા ..
રિલીફ રોડ પર વહેલી પરોઢની મસ્ત મજ્જા માણતાં માણતાં અમે જઈ રહ્યા હતા ને અચાનક ક્યાંકથી કુતરું આવી ગયું .. મેં તો માંડ બચાવી બાઇક પણ સાથે રહેલ મિત્રને તકલીફ પડી ને એક્સીડેન્ટ થયો ..
એક્સિડન્ટ એવા સમયે થયો હતો કે ના તો રોડ પર રિક્ષા મળે કે ના બીજું કોઈ દેખાય ..
પેલા તો એ મિત્રને એમ કે કશુ થયું નથી એટલે કહે કે ચાલશે હું બેસું છું બાઇક પર આપડે જઈએ ઘરે પણ જેવું ઉભો થવા ગયો કે ખબર પડી કે પગ આખો તૂટી જ ગયો છે..
બાઇક પર 3 જણા હતા પણ બાકી ના બંનેને થોડું છોલાયું પણ નહોતું ..
અમે ગભરાઈ ગયા.. પછી મેં થોડું મક્કમ થઇને કીધું , " થયું એ થયું હવે જલ્દી દવાખાને જઈએ" .. રિક્ષા આવી ક્યાંકથી એટલા માં  નસીબ જોગે.. ને અમે ગયા LG Hospital..
દશેરાના લીધે કોઈ ડોક્ટર હાજર નહીં.. પેલાનો દુખાવો વધતો જ જાય.. મેં જોયું હતું આ રીતે હાડકાના ટુકડા વચ્ચે જગ્યા પણ વધવા લાગેલી ..
અમે હોસ્પિટલમાં ધમાચકડી માચાવાની ચાલુ કરી કે કંઈ પણ કરો આને એટેન્ડ કરો .. પણ સરકારી હોસ્પિટલમાં કોઈ સાંભળે તો ને..
એવામાં એક કમ્પાઉન્ડર જેવો લાગતો વ્યક્તિ મારી પાસે આવ્યો ને એણે પૂછયું , " શું થયું ??"  મેં એને ટૂંક માં કીધું.. એણે મને સલાહ આપી કે એક કેસની ચોપડી બનાવી લો .. પછી હું કહું છું એમ કરો ..
અમે 3-4 મિત્રો સાથે હતા.. એમાંથી એક જણ કેસ કરાવી આવ્યો ને પછી પેલા ભાઈએ બધું પોતાના હાથ માં લીધું.. એક્સ-રે રૂમ માં લઇ ગયા પેલ્લાને , અમારી મદદ માંગી ને એમણે જાતે જ એક્સ-રે પાડ્યો .. જાતે જ એને ધોયો અને બહાર કાઢ્યો ..
એ જોઈને ભાઈએ કીધું કે હાડકાના 3 ટુકડા થઇ ગયા છે .. ઓપરેશન કરવું જ પડશે..
અમે બધા ટેન્શનમાં.. ત્યાં સુધી મિત્રના પાપા પણ આવી ગયા હતા એટલે એ પણ બિચારા અવાક થઇ ને બેસી ગયા..
પેલા ભાઈએ મને સાઈડમાં બોલાવ્યો ને કીધું કે જો તમને વાંધો ના હોય અને વિશ્વાસ હોય તો હું પ્લાસ્ટર કરીને પાટો બાંધી આપું આમનો કેમ કે આજે તો બીજું કશુ થશે જ નહીં...
મેં બીજા મિત્ર સાથે ચર્ચા કરી ને હિમ્મત ભેગી કરીને નક્કી કર્યું કે પાટો તો બંધાવી જ દઈએ ...
પછી એ ભાઈએ એમનું કામ શરૂ કર્યું.. એમની સાથે કોઈ હતું નહીં એટલે અમે જ મદદ કરતા હતા .. એમાં ને એમાં એક મિત્ર થી જોવાયું નઈ ને ચક્કર ખાઈને પડ્યો બાપડો ..
માંડ માંડ કરીને અમે પ્લાસ્ટરનું કામ પૂરું કર્યું ને મિત્ર ને વૉર્ડમાં લઇ ગયા ને પલંગ પર સુવાડ્યો.. ત્યાં સુધી પેલા ભાઈ સાથે ને સાથે ..
આ પત્યું એટલે મેં એમને પૂછ્યું કે તમે કોણ છો અને અહીંયા શું કામ કરો છો .. તો એ ભાઈએ ખુલાસો કર્યો કે...
" પોતે અહીંયા વૉર્ડબોય છે ને છેલ્લા 4 વરસથી અહીંયા છે ..  એ 15 દિવસથી રજા પર છે ને આજે પણ અહીંયા એમની પત્ની સાથે હોસ્પિટલમાં છે કેમ કે એમની પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ને એમાં એ 60% સુધી બળી હતી..."
બસ.. આટલું જ હું સાંભળી શક્યો .. ને ચુપ થઇ ગયો .. એ દીવસ મારી જીંદગીનો એવો દિવસ છે કે જેના કારણે આ દુનિયામાં માણસાઈ છે એનો વિશ્વાસ બેસી ગયો ...
તે દિવસે ડોક્ટરને આજીજી કરવા છતાં ના થયું એ એક ભલો વૉર્ડબોય કરીને જતો રહ્યો ...
-------------------------------------------
રવિ યાદવ :
ડોક્ટર સાથેના અનુભવનું તો એવું છે કે હજુ સુધી એવો કોઈ અનુભવ નથી થયો. અમારે કોઈ ફેમિલી ડોક્ટર પણ નથી. આખા કુટુંબમાં કોઈને એવી કોઈ મોટી બિમારી પણ નથી થઈ અને એવા કોઈ અનુભવો પણ નથી.
તાવ શરદી બધું કોમન છે જે નાની ક્લિનિકમાં જઈને દવા લઈ આવતા હોઈએ છે , એમાં તો કશો એવો અનુભવ છે નહીં.
સગાઈના બીજા દિવસે એપેન્ડિક્સનો દુઃખાવો થયો હતો પણ એમાં પણ એવો કોઈ અનુભવ નથી. દવા લીધી અને સારું થઈ ગયું. એમાં ઇરફાનભાઈનો મોરલ સપોર્ટ હતો એટલે સાજો થઈ ગયો.
ભગવાનના બારે હાથ આપણી ઉપર છે એટલે હજુ સુધી તો ડોક્ટરો જોડે કોઈ લેવાદેવા નથી થયા... ભવિષ્યની ખબર નથી.
------------------------------------------
સંકેત વર્મા :
હું બી. ફાર્મ. કરતો ત્યારનો કિસ્સો છે. મને કાનમાં ઇન્ફેક્શન થઈ ગયેલું. હું અને મારો એક ફ્રેન્ડ (જે બી. ફાર્મ. નહોતો કરતો) બંને એક ડૉક્ટર પાસે ગયા. એને બેસાડ્યો સામેની ખુરશી પર અને મને પોતાની બાજુની ખુરશી પર. બેટરી 'ને ફેટરી 'ને બધું હાથમાં લઈને તપાસ્યો કાન મારો. મારો ફ્રેન્ડ જુએ બધું.
ડૉક્ટર મને કહે,
"બહુ સિરિયસ ઇન્ફેક્શન છે આ તો. તમારે વહેલા આવી જવું જોઈતું હતું. બહુ જ વધી ગયું છે."
અત્યારે તો યાદ નથી એક્ઝેટલી એને શું શું કહ્યું હતું પણ એ ડૉકટરે ઇન્ફેક્શનને એટલું સિરિયસ બનાવી નાખ્યું કે મારો સામે બેઠેલો દોસ્ત એનાથીય વધુ સિરિયસ થઈ ગયો. મને પર્સનલી એ ડૉકટર પર ચીડ ચડી કે આ ડફોળને મેડિકલ કરતી વખતે કોઈએ શીખવાડ્યું નહિ હોય કે પેશન્ટને કેમ હેંડલ કરવા?! મને થોડી જાણકારી એટલે હતી કે મારો કઝિન ડૉક્ટર હતો. અને હું ય ફાર્મસી કરતો એટલે આપણે ય આ ક્ષેત્રમાં સાવ ડફોળ નહોતા.
થોડી વાર થઈ, ડોકટરે દવા લખી અને અમે બેય બહાર નીકળ્યાં. નીકળતા નીકળતા મારો ફ્રેન્ડ મને પૂછે,
"તારે ઑપરેશન તો નહિ કરાવવું પડે ને!"
😜😝😝😝😝😝
-----------------------------------------
ચિતાર ઓધારિયા :
ડોક્ટર સાથેની યાદગાર પળ ... આમ જોવા જાવ તો ડોક્ટર સાથે દર્દી તરીકેના સંબંધોની વાત વધુ હોય છે, અહીં વાત છે એક હસીન ડોક્ટર સાથેની મારી રોમેન્ટિક પળોની...
એક અજનબી સાથે ઓનલાઇન વાત શરૂ થઈ... પ્રથમ વખત રાત્રે 2 વાગે શરૂ થયેલી વાત સવારે 6 વાગે એક બીજાના ફોન નંબરની આપ-લે સાથે પૂરી થઈ... વાંચનનો સમાન શોખ એક-બીજાની વધુ નજીક લાવ્યો... પ્રથમ મુલાકાત પણ પુસ્તકની અદલા બદલી માટે થઈ.. અને પછી શરૂ થયો મુલાકાતોનો અવિરત સિલસિલો જે મિત્રતામાંથી પ્રેમમાં ક્યારે પરિણમ્યો એજ ખબર ના રહી... ડોક્ટર તરીકેની એની વ્યસ્તતા અને પરિણીત હોવા છતાં અમે લાગણીથી ઘણો સમય જોડાયેલા રહ્યા.. પણ સાહિર સાહેબની પંક્તિ છે ને...
વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકીન,
ઉસે એક ખુબસુરત મોડ દે કર છોડના અચ્છા...
અને અમે પાછા એક બીજા માટે અજનબી બની ગયા અમારી યાદોના વહાણ આજે પણ એ જ ગતિથી સફર કાપે છે જેને લોકો જિંદગી કહે છે...
-------------------------------------------
હાર્દિક વ્યાસ :
મારા દાદીને હાર્ટની તકલીફ હતી. હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ પહોળું થતું હતું.
એક વખત થોડાં દિવસ માટે યૂરિન બંધ થયું. દવા શરૂ કરી પણ બે-ત્રણ દિવસ કોઈ ફરક ન પડ્યો. એક દિવસ દાદી પડી ગયાં. ત્યારે કોઈ તકલીફ ન પડી પણ એકાદ દિવસ પછી તાવ આવ્યો 105°F. તાત્કાલિક દાદીને અૅડમિટ કર્યાં. ત્યારે દાદી ઊંઘમાં હતાં. દવા ઈન્જેક્શન્સ શરૂ હતાં. દાદી ઊંઘમાંથી જાગે નહિં. તાવ ઓછો થાય નહિં. કૉમામાં નહિં ટચને રીએક્ટ કરે પણ હાલત બેહોશ. CT Scan, Brain MRI વગેરે બધા રીપોર્ટ કર્યાં. નાઈટ શિફ્ટ પરમેનન્ટ મારી.
એક દિવસ રાત્રે હું અને એટેન્ડન્ટ ડૉક્ટર બન્ને CT scan ની ફિલ્મ જોતાં હતાં અને અચાનક મેં પૂછ્યું, "જો તો આ શું છે?" જવાબ મળ્યો, "હાઈપોથેલેમસ". અને યુરેકા થયું હોય એમ કૂદ્યો એ. એણે એ ગ્લેન્ડ પર નાનકડો ક્લોટ શોધ્યો હતો. જેનાં કારણે તાવ ન્હોતો ઉતરતો. અમે અખતરો કર્યો દાદીને ભીની ચાદર ઓઢાડી અને તાવ નોર્મલ. મે મહિનો હતો અને શરીર બહારનાં તાપમાન પ્રમાણે પરસેવો વળીને ઠંડુ ન્હોતું રહેતું.
બીજા દિવસે ડૉક્ટરને કહ્યું તો જવાબ મળ્યો, "મને મારું કામ ન શીખવો." ત્યાર પછી ડૉક્ટરે અનેક દવા બદલાવી પણ પરિણામ ન મળ્યું. મારા કાકી સરકારી દવાખાનાનાં નિવૃત્ત લૅબ આસિસ્ટન્ટ હતાં એમણે કહ્યું, "સર.. બ્લડ યૂરિયા પણ ટ્રેસ થાય છે." અગેઈન સેમ રીપ્લાય.
પછી મેં ડૉક્ટરને કહ્યુ, "સર.. અસર ન થાય તો આ ઝેર બંધ કરીએ?" મને કહે કે, એ દવા છે. મેં કહ્યું કે, જો અસર કરે તો. ઝઘડો થયો તો કહે પેશન્ટ ટ્રીટમેન્ટને રીએક્ટ નથી કરતું.. અમદાવાદ જાઓ.
અમદાવાદ ગયાં. પરિસ્થિતિ ઠેરની ઠેર.
પછી ઘેર લાવ્યા એમને. એક ઓપિનીયન ડૉક્ટર ગુપ્તાનો લેવાનું નક્કી કર્યું. પહેલાં રેલ્વે હોસ્પિટલમાં હતાં પણ પછી એમણે પોતાની પ્રેક્ટિસ શરૂ કરેલી..
વિઝિટ માટે આવીને, ફાઇલ સ્ટડી કરીને એક જ વાત કહી.. "ડ્રગ ફીવર લાગે છે." બધી દવાઓ બંધ કરો. દાદી બેહોશીમાં મહિના કરતાં વધારે સમયથી હતાં. અમે ચાન્સ લીધો... અને દાદી 4 દિવસમાં હોશમાં આવ્યા.. બ્લડ યૂરિયા કાબૂમાં આવ્યું અને હાઈપોથેલેમસ પરનો નાનકડો સોજો સદ્ભાગ્યે જોખમી ન્હોતો..
ત્યાર પછી દાદી ઘણાં વર્ષ જીવ્યા..
વાત લાંબી છે પણ મને ઘણા અલગ અલગ અનુભવો આ જ કિસ્સામાં થયાં એટલે શેર કરી..
સુચના : મેડિકલ ટર્મિનોલોજીમાં ભૂલ-ચૂક હોઈ શકે છે..
--------------------------------
ઈરફાન સાથિયા :
✅✅✅  માનવતા માટે પોકાર✅✅✅
(આ કોઇ જાહેરાત નથી અને સાચુ બોલવામાં હું કોઇની સાડાબારી રાખતો નથી)
   2004નો ફેબ્રુઆરી મહિનો , મુંબઇથી ફોન આવે છે "રાજધાની એક્સપ્રેસમાં તમારા ફાધરની તબિયત  કથળતા મોકલ્યા છે." અમે તાત્કાલિક બરોડા પહોંચી ગયા. અને શહેરના સૌથી નામાંકિત ફિજિશિયનનો સંપર્ક કર્યો. અનુભવી સાહેબે માત્ર  સોનોગ્રાફી અને રૂટીન બ્લડ રિપોર્ટ જોઇને ઇન્સટંટ ચુકાદો સંભળાવી દીધો કે "તેમને સ્વાદુપિંડનુ કેન્સર છે. ઓપરેશનના કોઇ ચાન્સ નથી. કેમોથેરાપી જ એકમાત્ર ઉપાય છે. પૈસાની વ્યવસ્થા કરી શકતા હોવ તો ઓન્કોફિજિશિયનને કોલ આપી દઉં". મારુ હારુ હું તો આભો જ બની ગયો. ઉંમર ઓછી અને બહેન જોડે હું એકલો. એકલાએકલા રડારડી કરી લીધી પછી મને કુદરતી વિચાર આવ્યો કે સર્જન મિત્ર ડો.હિતેન્દ્રને ફોન તો કરી જોઉં. કેમ કે હું કોઇ નિર્ણય લઉં કે કંઇ પણ વિચારી શકુ એ સિચ્યૂએશનમાં જ નહોતો. ડો.હિતેન્દ્ર્એ સાંત્વના આપી અને સલાહ આપી કે એક સિનિયર સર્જન મિત્ર ડો.દીપ પટેલનો આપણે ઓપિનિયન લઇયે છે. રિપિટ ઇન્વેસ્ટીગેશન થયા અને  જાણે કે ચમત્કાર થયો. એ પેન્ક્રીએટાઇટીસ (સ્વાદુપીંડનો સોજો) હતો. કેન્સર હતું જ નહિ.  ડો.દીપ પટેલે એકપણ પૈસાના લોભ વગર વીસ દિવસે ફાધરને ચાલતા ઘરે મોકલ્યા. તેમના હોસ્પિટલની બહાર 'માનવતા'નુ બોર્ડ યથાર્થ જે. તે વાતને આજે બાર વર્ષ થઈ ગયા પણ હજુ પણ કદીક વિચાર આવે છે કે ભાવાવેશમાં તે વખતે કેમોથેરાપી અપાવવા હામી ભરી લીધી હોત તો શું આજે ફાધર હયાત હોત??
2010માં ફાધરને આફ્રિકા જવાનુ હતું. થયુ કે બોડી ચેકઅપ કરાવીને મોકલીએ. વડોદરાના સૌથી મોટા કોર્પોરેટ હોસ્પિટલમાં પેકેજ લીધુ. અમે લોકો મોજમસ્તી કરતા હોસ્પિટલ પહોંચ્યા હતા. ફાધરને ડોપ્લર માટે અંદર લઈ જવાયા. પંદર મિનિટમાં ડોકટર હાંફળાફાંફળા બહાર નીકળ્યા. "એમને મેસીવ બ્લોક છે. તાત્કાલિક બલૂન એન્જીયોપ્લાસ્ટી કરવી પડશે. પોણા બે લાખ જેવો ખર્ચ થશે." ફાધરને આઇ.સી.યુ.માં શીફ્ટ કરી દેવાયા. ઇ.સી.જી.માં બંડલ બ્રાંચ બ્લોક હતુ જે મે સ્પષ્ટ જોયુ હતું. અચાનક પાંચ મિનિટમાં મેઇન વેસલ્સ બ્લોકેજ ક્યાંથી આવી ગયો? ખેર તે વખતે હું ડોકટર મટીને પુત્રના રોલમાં હતો. છો ને પૈસા થતા પણ ફાધર માટે જોખમ નથી લેવુ. ડોકટરને મળવા ગયો. " વાંધો નહિ કરી નાંખીએ  સર, પૈસા સાંજે આવી રહેશે ચાલશે? ".
ડોકટરનું રિએક્શન બદલાયુ. તે હવે રિલેક્સ હાવભાવમાં હતા.
" તો વાંધો નહિ રાત્રે કરીશું." ડોકટરનો જવાબ હતો.
હું વિચારે ચઢ્યો કે પાંચ મિનિટ પહેલા ઇમરજન્સી ડીમાન્ડીંગ પ્રોસિઝર આમ મુલતવી મોડ પર કઇ રીતે આવી ગઈ. મારી પાસે કોઇ ચારો નહોતો. પૈસા આવે એટલી વાર તો રાહ જોવી જ પડે એમ હતું. હજુ એક આશ્ચર્યજનક ઘટના ઘટી. અર્ધો કલાક પહેલા જેમના હલનચલન પર પણ પાબંદી હતી તેમને ચાલતા આઇ.સી.યુ.માંથી રૂમમાં શીફ્ટ કરાયા. હવે પૈસા છઆવી રહે ત્યાં સુધી ટાઇમપાસ કયાં કરવો? નેચરલ વિચાર ઝબકયો કે ફિજિશિયન  મિત્ર ડો.મોહમ્મદ હુસૈનને મળીયે. રિપિટ ઇ.સી.જી. કર્યો.  "રાઇટ બંડલ બ્રાંચ બ્લોક છે. બીજુ કંઇ નથી. દવા પર જ ચાલસે". આજની ઘડી અને કાલનો દિવસ..એ વાતને આજે છ વર્ષ થઈ ગયા. ત્યાર પછી ત્રણવાર ફાધર તાન્ઝાનિયા,મલાવી, કોંગો જઇ આવ્યા. કેવા બ્લોકેજને કેવી વાતો. ત્યારબાદ ડો.મોહમ્મદ હુસૈન સાથે મળીને 100થી વધુ દર્દીઓ કે જે બાયપાસ અને એન્જીઓપ્લાસ્ટીની ત્રિભેટે ઉભા કરી દેવાયા હતા તેમને મસ્તીથી એન્જીઓપ્લાસ્ટી અને બાયપાસ વગર દવાઓના સથવારે સામાન્ય જીવન જીવી રહ્રા છે. અંહિ એવી વાત સાબિત કરવાની હરગીજ કોશિષ નથી કે દરેક ડોકટર અને હોસ્પિટલ લાલચુ અને લોભીયા જ હોય છે. અથવા તેમની દરેક વાતોને શંકાસ્પદ રીતે જ જોવી જોઈએ. જ્યાં જરૂર હોય ત્યાં અમે એન્જીઓપ્લાસ્ટી અને બાયપાસ પણ કરાવી આપ્યા છે. જેમાં ડો.મોહમ્મદ હુસૈન સાહેબે રાહત દરમાં અથવા 'મા" કાર્ડ યોજનાનો મહત્તમ લાભ દર્દીઓને મળી શકે એવી વ્યવસ્થા કરી આપતા જોયા છે.આ પહેલા  ડો.મોહમ્મદ હુસૈન સાહેબ સાથે 2013માં ડેન્ગયૂ એપિડેમીક અને 2015માં સ્વાઇન ફલુ વખતે સહિયારો કામનો અનુભવ છે. જે સમયે 40000 ડિપોઝીટ વગર હોસ્પિટલ આવા કેસીસ એડમીટ કરવા તૈયાર નહોતી તેવા સમયે તેમને ચાર-પાંચ હજારના નજીવા બીલમાં દર્દિઓને સ્વસ્થ કરીને મોકલ્યા હતા. એટલા પૈસામાં કદાચ અમુક હોસ્પિટલનુ ત્રણ દિ નુ ભાડુ પણ ભરપાઈ ન થઈ શકે. ત્યારથી તમારા પ્રત્યે અનેરુ માન છે. અને એટલે જ આજના શુભ અવસરે જાહેરમાં આ વાત કરુ છું.
   ડો.મોહમ્મદ હુસૈન સર , આજે  બરોડા જેવી સીટીમાં જ્યાં હજાર રૂપિયા ફી સામાન્ય છે ત્થાં કોઇ ફિજિશિયન દોઢસો રૂપિયા કન્સલટીંગ ફી લે છે એ વાત કોઇને કહું તો હું એક મજાક બની જાઉં. પણ તમે મને મજાક નથી બનવા દીધો. તમારી આ માનવતા ભવિષ્યમાં પણ બની રહેશે તેવી આશા રાખું છું. સાહેબ,મારો વિસ્તાર અત્યંત ગરીબ છે. ખાસ કરીને આદિવાસી અને મુસ્લિમ. શરીર ઓગાળીને માંડ ચાર-પાંચ હજાર મહિને કમાતો વ્યક્તિ ત્યાં દવા લેવા આવે ત્યારે ટિકિટભાડા કાઢતા કેટલા પૈસા બચતા હશે એ ગણિત બહુ અઘરુ નથી.  રિપોર્ટમાં જ ચાર -પાંચ હજાર ખર્ચાઇ જાય તો એ દવા શું લેશે? અને આગલો આખો મહિનો એનો પરિવાર શું ખાસે?  ઓલ્ડ ફિજિશિયન સ્કૂલની જેમ અમુક ડાયોગ્નોસિસ મિનિમમ ઇન્વેસ્ટીગેશન સાથે આમ જ કરતા રહેશો એવી અભ્યર્થના છે. છ વર્ષથી તમારા પ્રિસ્ક્રીપ્શનનો અભ્યાસ કરતો આવ્યો છું. તમે દર્દીઓના ભલા માટે જે સૌથી સસ્તી અને સારી દવાઓ હોર તે જ લખો છો. બિનજરૂરી દવા મે કદી તમારા હેંડરાઈટીંગમાં નથી જોઇ. અને ભવિષ્યમાં પણ હું નહિ જ જોઉં એટલી આશા રાખવાનો મને હક છે. ગરીબ દર્દીઓને તમે સરકારી યોજનાઓ સારી રીતે સમજાવીને તેનો લાભ અપાવતા રહ્યા છો. આ સફર આમ જ ચાલુ રહેશે એવી આશા છે. આને હા, ટી.બી અને એચ.આઇ.વી. માટે તમે નાકો સાથે જોડાયેલા રહેશો અને એસ.એસ.જી.માં માનદ સેવાઓ ચાલુ રાખશો ને? જ્યાં આપણા સહપાઠી ડોકટરો માટે બી.એમ.-3પણ નાની કાર ગણાય છે. બી.એમ.-5 સ્ટેટસ ગણાય છે ત્યાં તમારી ટચૂકડી સાન્ટ્રો જોઇને  તમારુ સ્ટેટસ મારા મનમાં અનેરી ઉંચાઇએ પહોંચી ગયુ હતુ. ભલે હોસ્પિટલ પાંચ માળનુ થયુ અને પચાસ માળનુ થાય. કદમ બાકદમ નવી ઉંચાઇઓ હાંસિલ  કરો તેવી દુઆ છે.પણ તમારા કદમ હંમેશા આમ જ જમીન પર રહે તેવી માનવતા માટે અરજ છે..નવી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ખોભળાભરીને શુભકામનાઓ..અલ્લાહ તમને ખૂબ કામિયાબી આપે..આમીન
અમારી આર.જે.મિત્રની કલામ સાહેબના નિધન વખતે મળીને લખાયેલી વાત સાથે વાત સંપન્ન કરુ છું.
"કલામ સાહેબ,અમને શરમ આવે છે. તમે અમારા માટે શું મુકીને ગયા? તમારી પાસે બે એટેચી જેટલો જ સામાન? અમારા રાષ્ટ્રપતિની સંપતિ અઢળક હોવી જોઈએ. અને તમે સાવ પુસ્તકોજ મુકી ગયા? અરે કોક તો તમારા હગલાને મોટો કોન્ટ્રાકટ આપવો હતો. સાવ છતરીઓ રિપેર કરતો મુકી ગયા. અરે તમને તો ટાટા-બિરલા નામથી જ મેનેજરની પદવી આપીને કરોડોનો પગાર આપતા..પણ તમે તો છેક સુધી સાવ માસ્તર બનીને રહ્યા..."
અમારા આ ભગિરથ કાર્યમાં હંમેશા સાથ આપનાર અને માત્ર બે લીટીઓ ચીતરી દીધી હોય તો પણ વાંચ્યા વગર ગરીબોનુ કલ્યાણ કરતા વિશેષ ડોકટર મિત્રો..
સર્વેનો આભાર
- ઇરફાન સાથિયા
--------------------------------
ફરઝાના સિવાણી :
એમ તો ઘણા પ્રસંગો હોય, પણ આ એક પ્રસંગ મને યાદ રહી ગયો છે.
અમારા ફેમિલી ડોક્ટર બિપીનભાઈ ઝાલા પાક્કા નાગર અને મને પહેલેથી જ ફરઝૂ કહીને બોલાવે.
જ્યારે હું 9માં ધોરણમાં હતી ત્યારે એન્યુઅલ એક્ઝામના 4-5 દિવસ પહેલા જ જમણા હાથના અંગુઠામાં બરાબર વચ્ચે ફોલ્લો પડી ગયો. અંદર પાણી ભરાયું ને એ ફોલ્લો ફૂલી ગયો. દુખે નહીં પણ જલન ખૂબ જ થતી હતી. આવી પરિસ્થિતિમાં લખવું કેવી રીતે ? અંગુઠો વળે નહીં એવી રીતે ફોલ્લો હતો. અંગુઠો વળે નહીં તો પેન પણ કેવી રીતે પકડવી ?
મમ્મી મને ડોક્ટર સાહેબ પાસે લઈ ગઈ અને એમણે જોઈને કહ્યું કે એક દવા મૂકી દઈશ એટલે ફોલ્લો કાલ સુધીમાં ફૂટી જશે. પણ પહેલા સાફ કરવો પડશે એમ કહીને અંદર રૂમમાં લઈ ગયા.
પછી મમ્મીને પણ બોલાવી. હું તો બેઠી  ને ડોક્ટર કશુંક એની સાધન સામગ્રી ઉપાડે ને મૂકે એવું બધું કરી રહયા હતા.
મેં પૂછ્યું, "દુખશે ?"
તો કહ્યું, "જરીક જેવું દુખશે."
પછી એમને મારો હાથ લીધો અને કંઈક દવા લગાવી, મોમ મારી પાસે ઉભા હતા અને હું ડોક્ટર શું કરી રહયા હતા તે જોઈ રહી હતી.
ડોક્ટરે મને એક મેગેઝીન આપીને કહ્યું કે જો તો આમા મસ્ત મસ્ત કારના પીક્સ છે, મારે નવી કાર લેવાની છે તો તું કહે તો કે કઈ સારી લાગશે ?
મેં તો એમ જ મેગેઝીન બીજા હાથમાં લઈને બાજુમાં મૂકીને પેજ ઉથલાવા લાગી અને ત્યાં જ મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ. આઆઆઊઉઉંછ...!!!!
જોયું ને તો ડોકટરે એ ફોલ્લો ફોડ્યો નહોતો પણ એટલી સ્કિન જ કાપી નાખી હતી અને પાણી બધું નીકળી ગયું હતું. હું તો ત્યાં જ રડવા લાગી.
ડોક્ટર કહે, "તને દુખ્યું ?"
મેં કહ્યું, "થોડીક અણી ખૂંચી બસ."
તો તેઓ બોલ્યા, "તો પછી આટલી રડે છે શું કામ ?"
મેં કહ્યું, "તમે મને ઉલ્લુ કેમ બનાવી આ મેગેઝીન પકડાવીને ? હું જોવામાં રહી ને તમે ફોલ્લો કાપી નાખ્યો."
હજુ એ ક્યારેક વાત યાદ આવે તો હું ને અમારા એ ડોક્ટર બંને હસીયે કે કેમ જાણે હું ઓટોમોબાઇલની મોટી જાણકાર હોઉં એમ કારના પીક્સ જોવા આપેલા.
છેલ્લા 5-6 વર્ષથી એ ડોક્ટર અમદાવાદમાં SAL હોસ્પિટલમાં છે.
અને હું ઘણીવાર એમને યાદ કરતી હોઉં છું કારણ કે એ મારા સ્વભાવ મુજબ મારો ઈલાજ કરતા.
--------------------------------
વિરાજ ભટ્ટ પંડ્યા  :
વાત એ વખતની છે જ્યારે હું કોલેજના બીજા વર્ષમાં હતી. એક બાઈક વાળાએ મને મારા સ્કૂટર સાથે ઉડાડી હતી અને રાતના 8 વાગ્યાનો એ ટાઈમ હતો એટલે કોઈ ડોક્ટર તરત મળે એમ પણ નહોતા. મારી બાજુમાં રહેતો મારો બાળગોઠિયો મહર્ષિ મને દવાખાને લઈ ગયો. મને ખાસ્સું એવું વાગ્યું હતું. મારા ફેસ પર ખૂબ કાંકરીઓ ભરાઈ ગઈ હતી.
ડોક્ટર દવા નાખીને બધી કાંકરીઓ બહાર કાઢતા હતા. મને ચૂપ રહેવાની સહેજે ય ટેવ નથી. એટલે મારા સ્વભાવ મુજબ હું તો ડોક્ટર સાથે વાતો કરવા લાગી પરંતુ મને એક ચિંતા હતી કે ચેહરા પર વાગ્યું હોવાથી ક્યાંક ચહેરા પર ડાઘ ના રહી જાય. એટલે મેં તો સીધું ડોક્ટરને કહ્યું, "તમે ધ્યાન રાખજો હો કે મારી સ્કિનને કશું ના થાય. હજુ તો કાલે જ મસ્ત ફેશિયલ કરાવીને આવી છું ને તમે બધું બગાડતા નહીં."
ડોક્ટર આ સાંભળીને મુંઝાઈ ગયા. બહાર જઈને મારા ફ્રેન્ડને કહ્યું કે, "આ બેનને કાંઈક માથામાં વાગ્યું લાગે છે. બહુ જ બોલ બોલ કરે છે."
આ સાંભળીને મને ખૂબ જ હસવું આવવા લાગ્યું. મેં એમને બોલાવ્યા કે, "સર ! અહીંયા આવો મને કશું જ નથી થયું."
તેઓ મારા ફ્રેન્ડને અંદર લઈને આવ્યા.
મારા ફ્રેન્ડે એમને કહ્યું કે "સાહેબ આ કેસ બાય ડિફોલ્ટ જ છે. તમે પાટો બાંધી દયો. આ તો સાવ નોર્મલ બકવાસ છે એની."
અમે બંને બહાર આવીને ખૂબ જ હસ્યા.
ડોક્ટર સાહેબનો ચેહરો બહુ જ ચિંતાવાળો હતો. જે મને હજુ પણ યાદ છે.
1 વીક પછી જ્યારે હું એમની પાસે ફરી ગઈ ત્યારે તેઓ પણ હસવા લાગ્યા કે કમાલ છે છોકરી કે આટલું બધું વાગ્યું હતું તો પણ તારી બકબક ચાલુ જ હતી.
આજે પણ એ વાત યાદ છે મને અને મારા ફ્રેન્ડને પણ. ડોક્ટર સાહેબને પણ યાદ હશે જ.
-------------------------------
ફોઝીયા ઇરફાન :
એક ડોક્ટરનું તબીબ હોવા સાથે કાઉન્સેલર હોવું પણ એટલું જ જરૂરી હોય છે. શારીરિક પીડા ઠીક થાય એ પહેલા માનસિક રીતે પેશન્ટ સાજું થઈ જાય તો આપોઆપ શરીર પણ પોઝીટીવલી રિસ્પોન્ડ કરવા માંડે છે.
અલ-હમદુલ્લાહ... હજુ સુધી ડિલિવરી સિવાય ડોક્ટર સાથે વધારે પનારો પડ્યો નથી.
વાત ત્યારની છે જ્યારે હું બીજી વખત પ્રેગ્નેન્ટ હતી. એ વખતે મારી ઉંમર 23ની હતી. અમદાવાદમાં ડો. ઉર્વશી શાહ ને ત્યાં કન્સલ્ટિંગ ચાલી રહ્યું હતું. મારા પતિ ઇરફાન ત્યારે સુરત જ રહેતા હતા ને હું ત્યાં મારા સાસરા ની ફેમિલી સાથે અમદાવાદ.
વાત એમ બની કે મને છેલ્લા મહિનાઓ જતા હતા તયારે અચાનક સપનામાં એબ્નોર્મલ બાળકો દેખાવા લાગ્યા. એવું દેખાય કે હું એબ્નોર્મલ બાળકો વચ્ચે ઘેરાયેલી છું ને એ લોકો ને જોઈ રડયા કરું છું. ને પછી તો રોજે એ એકનું એક જ સ્વપ્ન.
ડો. ઉર્વશીએ ક્યારેય પણ પહેલી કે બીજી પ્રેગ્નેન્સી વખતે એક પણ પૈસાની સોનોગ્રાફીની રેકમેન્ડ નહોતી કરી.
મને આવા સપના આવ્યા લાગ્યા તો હું ખૂબ જ પેનિક થઈ ગઈ. ના રહેવાયું એટલે બધાથી છુપાઈને હું ચુપચાપ ડોક્ટરની ક્લિનિક જઈ ચડી. કન્સલ્ટિંગ ટાઈમ પૂરો થઈ ગયો હતો એટલે ત્યાં ઉર્વશી મેમ નહોતા પણ કોઈક ઇમર્જન્સી ડિલિવરી માટે આવેલા તેમના હસબન્ડ કે જેઓ પણ ગાયનેક સર્જન છે તે ડો. સુમંત શાહ ત્યાં હતા. એમણે મારી ફાઈલ જોઈ અને કહ્યું કે તારું ચેકઅપ તો આવતા મહિને છે. શું તકલીફ છે કે અત્યારે આવી ?
મેં ખચકાતા ખચકાતા વાત કરી ને જીદ કરવા લાગી કે તમે મારી સોનોગ્રાફી કરો ને મને કહો કે અંદર મારું બચ્ચું હેમખેમ છે કે નહીં.
તેઓ એ પહેલા મને શાંત પાડી અને પછી મને સમજાવવા મંડયા.
"તે કોઈ દિવસ કોઈનું કશું ખરાબ કર્યું છે ?"
"ના.."
તો કહે વિશ્વાસ રાખ તારા ભગવાન પર. તારી સાથે એવું ક્યારેય કશું નહીં થાય.
શું ખબર શું હતું એમના એ શબ્દો માં પણ મારું વિચલિત થયેલું માં શાંત થઈ ગયું. 30 મિનિટ સુધી એમણે મારું કાઉન્સેલિંગ કર્યું અને સોનોગ્રાફીની ના જ પાડી. બસ પછીથી સપના આવતા પણ બંધ થઈ ગયા. એટલો વિશ્વાસ બેસી ગયો હતો એમના પર કે એમના હાથમાં હું એકદમ સેફ છું. અને ત્યારબાદ નોર્મલ ડિલિવરી કરાવી એ પણ બહુ શાંતિથી અને સરળતાથી. સીડના ટાઈમે જે લેબર પેઈન પિરિયડ 12 કલાક સુધી ચાલેલો એ લેબર પેઈન પિરિયડ સદીયા વખતે ફક્ત 30 મિનિટ લાગી.
શું ખબર એમના હાથોમાં કાંઈક હતું કે મારો એમના પરનો વિશ્વાસ. બટ ઇટ્સ મેમોરેબલ.

JVians Discussion : Father's Day

ફાધર, પાપા , પિતાજી , બાપુજી , અબ્બુ , ડેડ આમતો ઘણા શબ્દો છે પણ આ શબ્દોની પાછળ એક જ વ્યક્તિ છે. દરેક ના જીવનમાં પપ્પાનું  સ્થાન એક અલગ જ જગ્યા  હોઈ છે. પપ્પા વિશે તો જેટલું લખીએ એટલું ઓછું જ પડે. તો આ રહ્યા અમારા JVians મિત્રોના લાગણીશીલ, બધાને સ્પર્શી જાય  તેવા શબ્દો - 



JVians Discussion : Father's Day
JVians Discussion : Father's Day

   
Farzana Sivani ...:
Happy Father's Day 😃😃 to all
જ્યારે હું થોડી સમજણી થઇ ત્યારે ડૅડએ મને એક વાર સલાહ -શિખામણ જે ગણો તે , આપતાં કહેલું , " દીકરા , હંમેશા એક વાત યાદ રાખજે .... તારી લાગણીઓ કોઇ એવાં ઇન્સાન પાછળ નહી વેડફતી જેને તારી કોઇ રીતે કદર ના હોય !! "
પણ સમયનું ચક્ર એમ ચાલ્યું કે આ વાત અનુભવે જ સમજી અને શીખી ડૅડની આ દીકરી .... આ સિવાય મને યાદ નથી ક્યારેય કોઇ સલાહો કે માન્યતાઓ ડૅડએ અમારા પર થોપી હોય !!
પિતાની એક જ ઇચ્છા હોય છે કે પોતે આ દુનિયા મુકે એ પહેલાં એનાં સંતાનો બધી રીતે તૈયાર હોય આ સ્વાર્થી દુનિયા સામે ટકવા માટે !!!!
Thank u so much Dad for this beautiful life 😊
I love You the most 😘
May Allah bless u with Healthy life ... Aameen

---------------------------------
Bela shah :

દીકરીઓને મન પપ્પા હંમેશા હીરો હોય, ડીટ્ટો મારા માટે પણ, સોરી મારા માટે તો મારા પપ્પા સુપર  હીરો છે. ખૂબજ સોહામણા, સરળ, અને નિખાલસ. દરેકની મદદ કરનારા , કરકસરથી રહીને અમારી ઈચ્છાઓ પૂરી કરનારા. ચોખ્ખાઈના ખૂબજ આગ્રહી. એમનો માઈનસ પોઈન્ટ એક જ કે એ ખૂબ જ કડક હતા.
          સિધાન્ત્વાદી અને ખોટું તો જરીકે ના ચલાવી લે. એમના આ સ્વભાવને લીધે અંગ્રેજો જોડે બાખડી પડે અને બસ એ પછી એક department માંથી બીજા deparment માં ટ્રાન્સફર થયા કરે. પ્રમોશન ના મળે. એમના સહકર્મચારીઓ ચાર પૈડા વાળી ગાડીમાં ફરતા થયા અને મારા પપ્પા  લ્યુના સુધી જ સીમિત રહ્યા. એમના આ  સંઘર્ષમાંથી ઘણું શીખવા મળ્યું.
          ઉત્સાહી પણ ઘણા. હું છઠા ધોરણમાં હતી ત્યારે એમણેે કોલેજ ચાલુ કરીને બી. કોમ. , એલ એલ બી કર્યું. અત્યારે પપ્પા હયાત નથી પણ એમના આશિષ સદૈવ અમારી સાથે જ છે. એમના પરગજુ સ્વભાવનો લાભ મને મારા કામમાં મળે છે. ભલમનસાઈ અને માણસાઈ ક્યારેય મરી પરવારતી નથી એનું જીવંત અને ઉત્તમ ઉદાહરણ એટલે મારા પપ્પા. ભલે બેંક બેલેન્સ ના વધાર્યું પણ માણસાઈ ખૂબ કમાવી. ખરા અર્થમાં "મોટો માણસ".
          જયારે એ મને કહેતા કે આ તો મારો દીકરો છે દીકરો, ત્યારે શેર લોહી ચડી જતું મને. એમનું સંતાન હોવાનું ગૌરવ છે. એમના વિષે જેટલું બોલું, લખું એટલું ઓછુ જ છે મારા માટે. હું જે કંઈ પણ છું તે એમને આભારી જ છે. આજે પણ એમની સાથે રાત્રે વાત કરીને સુવાનો નિયમ અકબંધ છે.
I love my Papa.😘
Happy father's day friends. 😊
---------------------------------
Hardik vyas:

મેં ભગવાનને નથી જોયાં, પણ મને ધરતી પર લઈ આવનાર મા-બાપ ભગવાન કરતાં ઓછા નથી.
મારા પપ્પા... શિસ્તનાં અત્યંત આગ્રહી અને એમને બધું વ્યવસ્થિત જ જોઈએ. ત્યાં સુધી કે ટેબલ પર પડેલાં કાગળ, છાપા, પુસ્તકો વગેરે એને વ્યવસ્થિત અને કાટખૂણે ગોઠવેલું જ જોઈએ. સ્વભાવે કડક. પણ એમની કડકાઈ હંમેશા મારા ઘુઘવતાં દરિયા જેવા ઉત્સાહને બે કાંઠે બાંધીને એક દિશા આપે છે.
કસ્ટમ્સ જેવા ડિપાર્ટમેન્ટમાં હોવાનાં કારણે મને એમનો સમય વધારે નથી મળ્યો. પણ મને આંગળી પકડીને ચાલતા મમ્મીએ શીખવ્યું હોય, તો મને દોડતાં, પડતાં અને પડીને ઊભા થતાં પપ્પાએ શીખવ્યું છે.
અને કોઈપણ સમયે.. કોઈપણ મુસીબતમાં.. રામબાણ જેવા એનાં પાંચ અક્ષર "મૂંઝાતો નહિં". આ પાંચ અક્ષર પર હું દુનિયા તરી જાઉં.
અંતે હું હમેશા કહું છું એ..
"મારા પપ્પા દુનિયાનાં સર્વ શ્રેષ્ઠ પપ્પા છે. દુનિયાનાં બીજા બધા પપ્પાઓની જેમ જ."
---------------------------------

Maulik Pandya :

સવારથી અને આમ તો થોડા દિવસ અગાઉ 'ફાધર્સ ડે'ની ચર્ચા ચાલી ત્યારથી વિચારતો હતો કે કંઈક લખું અને હૃદયની ઊર્મિઓ શબ્દોમાં ઠાલવું, પરંતુ.. 
અમુક લાગણીઓ વર્ણવવા મારી પાસે શબ્દો નથી.. આમ તો બહુ બોલકો અને દરેક વિષયમાં ડહાપણ ડોળતો હું.. આ લાગણીની ભીનાશને ક્યારેય શબ્દોમાં ન વર્ણવી શકવાનો અને સતત ઝઝૂમવાનો વારસો જેના તરફથી મળ્યો એ પપ્પા માટે આજ આટલું જ.. ફરી કોઈ દિવસે ચોકકસ પણ આજ વધુ નહીં લખી શકું.. ક્ષમા..
Happy Father's Day to all the silent Warriors in the world..

પ્રાયશ્ચિત

પ્રાયશ્ચિત
-વિરાજ ભટ્ટ પંડ્યા 


પ્રાયશ્ચિત
 
રિયાઝ મુસ્લિમ છોકરો ... ઓહહ...

" છોકરી તને ભાન છે ,તું શું બોલી રહી છે ??"

 ઉર્વી: "હા મમ્મી , મુસ્લિમ તો શું ?? "

આટલા વર્ષોથી હું એને ઓળખું છું . એનું આ દુનિયામાં કોઈ જ નથી . સિવાય કે એક હું . ....હું એને નહિ છોડી શકું મમ્મી , પ્લીઝ તું સમજને ..."

રસીલા બહેને ઉર્વીને એક જોરદાર તમાચો મારી દીધો , અને રસોડામાં જતાં જતાં બોલ્યાં , " અનાથ મુસ્લિમ છોકરાના પ્રેમમાં પડતા પહેલા તું મરી કેમ ના ગઈ??"

વિજયભાઈ હીંચકે બેસી બધું સાંભળી રહ્યાં હતા . એમણે ઉર્વીને સમજાવી , " દિકરા , તારી મમ્મીની વાત આમ જુઓ તો સાચી છે. એના માં - બાપ કોણ એય નથી ખબર . એક મૌલવીએ એને ઉછેર્યો, બાકી એ કઈ નાત - જાતનો છે, એ પણ આપણે ક્યાં જાણીએ છીએ ?? "


ઉર્વીએ રડમસ આંખો સાથે પિતા સામું જોયું અને બોલી , " તો વિરોધ કોનો કરો છો ? પપ્પા , રિયાઝ આજ એક સારી કંપનીમાં જોબ કરે છે . એકાદ મહિનામાં એને એની કંપની યુ .એસ મોકલવાની છે . આટલા વર્ષોથી ઓળખું છું એને . પપ્પા કાંઈક કરોને... પ્લીઝ મમ્મીને સમજાવોને . એક વાર એને મળીલે . "


" પણ બેટા ...."

" પણ શું પપ્પા ?? પ્રેમ કાંઈ જાત જોઈને થતો હશે પપ્પા???? "


ઉર્વી રડતી -રડતી રૂમમાં દોડી ગઈ.

વિજયભાઈ રડતી ,જતી ઉર્વીને જોતા રહી ગયા.

રાત આખી રડી રડીને ઉર્વીની આંખો લાલ થઇ ગયેલી . હુબહુ એજ લાલ આંખો જે વર્ષો પહેલા વિજય ભાઈએ જોઈ હતી . મનોમન કોઈ નિર્ણય કરી વિજય ભાઈ રસોડામાં ગયા અને પત્ની રસીલાને કીધું કે , "ચાલો મારી સાથે . રિયાઝને મળવા જવાનું છે . "

રસીલાબેન ફાટી આંખોએ પતિ સામે જોઈ રહ્યાં .

અનેક વિરોધો વચ્ચે અડીખમ રહી વિજયભાઈએ ઉર્વી અને રિયાઝના લગ્ન કરાવ્યા . એમના નજીકના સમજુ મિત્રોની મદદ લઇ એમણે રસીલાબેન અને બીજા સગાઓને પણ માનવી લીધા .

આજે ઉર્વીને રિયાઝ સાથે વળાવી રડતા પિતાએ એક અજીબ નિરાંત અનુભવી . પોતાના રૂમમાં આવી અંદરથી રૂમ બંધ કરી એમણે પોતાની જૂની પેટી ખોલી . એમાંથી એક નાની પેટી ખોલી જેમાં ગામડાંની જમીનના , મકાનના દસ્તાવેજો હતા . એ બધાં વચ્ચે એક નાનું પરબીડિયું હતું . એમણે વાંચવાનું શરૂ કર્યું.



પ્રિય વિજય ,

જાણું છું કે તમે બહુ જ પ્રેમ કરો છો મને .

પણ કદાચ એ પ્રેમને સ્વીકારવાની હિંમત નથી તમારામાં . હું મુસ્લિમ છું એ મારો વાંક છે ??? કાલ મારા નિકાહ થઇ જશે . હું કોઈ બીજી દુનિયામાં ડગ ભરીશ પણ સદા તમને યાદ રહીશ ,જો -જો . સદા તમને યાદ કરતી રહીશ . બસ એટલુંજ માંગુ છું કે ક્યાંય કોઈ આપણા જેમ મજબુર પ્રેમી હોય તો એમની મદદ કરજો . મારા પ્રેમના ઋણ માંથી મુક્ત થઇ જશો .

સદા તમારીજ ,

નઝમાં .


એના નિકાહની આગલી સાંજે ગામના પાદર પાસેના લીમડાના ઝાડ નીચે એ મળવા આવેલી , હાથમાં આ કાગળ અને આખી રાત રડી રડીને લાલ થઈ ગયેલી આંખો . બહુજ સમજાવી હતી વિજયે એને કે આવતા ભવે આપણે ભેળા થઈશું . પણ તે કશું બોલી ના હતી . બસ જતાં - જતાં એટલું જ બોલી હતી કે પ્રેમ કાંઈ જાત જોઈને ઓછો થાય છે ??? અને રડતા - રડતા કાગળ આપી દોડી ગઈ હતી .


વિજયભાઈની આંખોમાં આંસુ આવી ગયા . નઝમાં આજે મેં કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કર્યું છે . મને માફ કરી દેજે .
બહારના રૂમ માંથી રસીલાબેનનો અવાજ આવ્યો, " સાંભળો છો , જમાઈ અને દિકરીનો ફોન છે . બહાર આવો . "


"આવું" , એટલું કહી વિજય ભાઈ બધું સમેટી ઊભા થયા . 

સેક્શન - "આ તે લખ્યું છે ?!"  
-વિરાજ ભટ્ટ પંડ્યા
2/7/2016 , ભાવનગર.


Woven Moments

Woven Moments 
~ફોઝિયા ઈરફાન 


નયે નયે સપને જો બુન સકે ઉસી ઝીન્દગી કો કહો ઝીન્દગી,
નયે નયે રાસ્તે જો ચુન સકે ઉસી ઝીન્દગી કો કહો ઝીન્દગી.

Woven Moments
Image Courtesy : calcimax.wordpress.com


સો ટ્રૂ..... જો બધુ જ પ્રાપ્ત થઇ જાય તો આગળ જીવવાની ઉમંગ રહે ખરી ? જેને જરૂરીયાતનું બધુ જ વગર મહેનતે મળી જાય, કરવા જેવુ, વર્ણવા જેવુ કશું ના હોય તો લાઇફ બોરડમ ના થઇ જાય ? સંઘર્ષ ના હોય તો પ્રાપ્તિ કે જીત નો ઉલ્લાસ હોય ખરો ? પસંદીદા પાત્ર કે સાધન ગમતાની સાથે જ મળી જાય કોઇ જાત ના એફર્ટ કે થ્રીલ વગર હેપી એન્ડીંગ આવે એનાથી બોરીંગ બીજુ શું હોય ?

ફિલ્મ "રેહના હૈ તેરે દિલ મેં"માં ચોકલેટી, વેલ સેટલ્ડ, ડીસન્ટ રીચ સૈફ કે જેને હીરોઇન ઇઝીલી મળી જાય, સુખી થાય એમ છે તોય આપણા માટે તો રફ ટફ, ડાર્ક, સ્ટ્રગલર, મીડલકલાસી ભૂલો કરતો, રડતો, લડતો માધવન જ અસલી નાયક છે. ડિટ્ટો એઝ રીયાલિટી. યાદ આવ્યું ને ?

તરસ જેટલી તીવ્ર પીવાની મજા એટલી જ વધુ. કોઇ સાધન સંપન્નને જોઇ એના નસીબથી ઇર્ષ્યા થાય. સ્વભાવીક પણ છે. માનવસ્વભાવ છે. બટ વેઈટ એન્ડ થીંક અ લીટલ.

ફેરીટેલ્સમાં છેલ્લુ વાકય ખાધુ-પીધુ 'ને રાજ કર્યુ ત્યાં સ્ટોરી પૂરી થાય લાઇફ થોડી. એમ ને એમ કઇ હેપીલી રાજ થાય ? બીજા રાજવાડાઓ જોડે કોમ્પીટીશન, સંતાનોના પ્રશ્ર્નો, રાજ્યનું વહીવટ, યુધ્ધનો પડકાર, શત્રુઓનો ભય ટુંકમાં જેટલી મોટી રેપ્યુટેશન એટલા મોટા ટેન્શન્સ. સંઘર્ષ સૌને છે.. એના પ્રકાર અલગ છે. કોઇને રોટલા માટે તો કોઇને ઓટલા માટે, કોઇને માર્કસ માટે કોઇને કેરીઅર માટે, કોઇને પ્રેમ માટે તો કોઇને સંતાનો માટે.

અને શું ઇચ્છીએ એ મળી જ જાય એ જરુરી જ છે ? અને હું તો કહું છું કે જેટલું ઇચ્છીએ એ બધું મળવું પણ નાં જોઈએ. જેટલું વધારે મળતું જશે એમ એમ માણસના સપના જોવા પર કાબુ આવતો જશે. કારણ કે જે છે એની કદર નથી હોતી માણસને પરંતુ જે નથી મળતું એની પાછળ જિંદગીભર ભાગતો ફરે છે અને તેના કારણે જ ક્યાંકને ક્યાંક તેને લાઈફને એક સંઘર્ષ તરીકે લેવાની પ્રેરણા મળી જતી હોય છે. પ્રેમી પાત્રને પામ્યા પછી જગ જીતવા જેટલી ધન્યતા અનૂભવતા લોકોના સહજીવનમાં આગળ જતા કેટલા અંશે ચાર્મ જીવંત રહે છે એ વીચારવાની બાબત છે. એના કરતા ન પામી શકાયેલુ પ્રેમ ફેન્ટસીમાં તો આજીવન બ્લુમીંગ રહે જ છે.

આસમાન કો ઝમીં, યે ઝરુરી નહી, જા મીલે.. જા મીલે;
ઈશ્ક સચ્ચા વહી, જીસ કો મીલતી નહીં, મંઝીલેં.. મંઝીલેં.

સો... ગીવ ઇટ અ ટ્રાય, પામી શકાય તો બેટર ઈફ કાન્ટ સમથીંગ બેસ્ટ વીલ હેપન. ચીયર અપ એન્ડ મૂવ ફોરર્વડ. ચેન્જ ધ થીમ એન્ડ બીટ ન્યુ ચેલેન્જીસ. દરેક ક્ષેત્રમાં તો નાકામી નહીં જ મળે. જસ્ટ ડેર.

જે લોકો મોંમાં ચાંદીના ચમચા લઇ જન્મ્યા છે એવા લોકો પણ થ્રીલને એન્જોયમેન્ટ માટે ટફ એડ્વેન્ચર્સ મજાથી પૈસા ખર્ચીને ખેડે છે. તો કેમ નહીં આપણે પણ આ ટફ ટાઇમને એડ્વેન્ચર ગેમ ગણી એક્સાઇટમેન્ટ સાથે પાર ન પાડીએ. અપ્સ એન્ડ ડાઉન્સ, તડકો છાંયડો, રીસ્કી મુવ્ઝ, કોમ્પ્લીકેટીવ ટાસ્કસ. લેટ્સ પ્લે ઇટ વીથ સ્ટ્રોંગર એટીટયૂડ..

પરિવર્તન એ તો કૂદરતનો નિયમ છે એટલે વખતને પલટયા સીવાય છૂટકો જ નથી. એ તો બદલાશે જ. વિધાઉટ સફર ધેર ઇઝ નો જોય ઓફ પ્લેઝર. એવા પ્રેમીઓના પણ દાખલા છે જેમના પેરન્ટસ ઇઝીલી માની ગયા હોવા છતા લગ્નના બે દીવસ પહેલા જસ્ટ ફોર એક્સાઇટમેન્ટ ભાગી જાય છે. એટલીસ્ટ, એચીવમેન્ટ પછી ચાર લોકોની વચ્ચે મોટીવેશનલ પડકારા ન મારી શકીએ તો સકસેસ ફીક્કી ફીક્કી ન લાગે ?

સો વીશીંગ ઓલ ઓફ યુ હેપી સફરીંગ એન્ડ થ્રીલીંગ એડ્વેન્ચરસ લાઇફ.



સ્ક્રિબલ્ડ : By ફોઝિયા ઇરફાન
Date : 03-07-2016
e-mail id : foziyairfan3@gmail.com


Guest Post by Jitesh Donga : એક પરપોટો હતો

એક પરપોટો હતો
-જીતેશ દોંગા 

આપણે ખુબ જ ફ્રેજાઈલ વિશ્વમાં જીવીએ છીએ. વર્ષોના આપણા ઇન્નોવેશન અને લાઈફને સિમ્પલ અને કમ્ફર્ટેબલ બનાવવાના હજારો પ્રયત્નોને લીધે અત્યારનો યુવાન બેડમાં પડ્યો પડ્યો બધું 'ઓર્ડર' કરે છે . માત્ર ફૂડ કે કપડા નહી, ઈમોશન્સ પણ ઓર્ડર થાય છે. ઇન્ટરનેટ એની દરેક જરૂર પૂરી કરે છે! થોડા બોર થયા, મોબાઈલ લઈને વોટ્સએપ. એકલું લાગે છે- તો એફબી. મગજ ખાલી-બોડું લાગે છે તો હજારો સાઈટ્સ છે. લાઈફથી પૂરો કંટાળો આવે ત્યારે ફિલ્મો અને એથી વધુ કંટાળો ત્યારે દોસ્તને કોલ કરીને રડી શકો છો.
એક પોઈન્ટ પર આ બધું કમ્ફર્ટ છે. ઓકે. પણ કમ્ફર્ટ જ્યારે વધુ પડતું હોય ત્યારે એ જેમ બેડમાં પડ્યા રહીને શરીરની ચરબી વધારે એમ માહિતીનો કચરો- બીજાની લાઈફની સતત ઇન્ફર્મેશન- અને દરેક સવાલના તરત જ જવાબ તમારા દિમાગની ચરબી વધારે છે. એથી વધુ...માણસની 'તડપ' મરી જાય છે.
Now, you don't seek! હા. હવે એક હદ પછી તમને કશુંક નવું શોધવાની તડપ મરી રહી છે કારણકે બધું જ સામે છે! આપણી અંદર રહેલો પેલો ક્યુરીઅસ જીવ કંટાળી રહ્યો છે. કમ્ફર્ટ ઈઝ કિલિંગ યોર સેન્સીસ!

ગેમ ઓફ થ્રોન્સના છઠ્ઠી સિઝનના છેલ્લા એપિસોડમાં લિટલ-ફિંગર એક અદભુત વાત કહે છે. આ વાત બુકમાં પણ છે: "હું મારા આ નાનકડા દિમાગમાં જે કઈ પણ જોઉં છું એ ચિત્રને વાસ્તવમાં મારા દિમાગમાંથી ખેંચીને બહાર લાવું છું. હું જે ચાહું છું, જેનું સ્વપ્ન જોઉં છું એ ચિત્રને મારા દિમાગ માંથી ખેંચીને વાસ્તવમાં ફેરવું છું."

એની વાત શબ્દશઃ મને યાદ નથી એટલે મારી રીતે મૂકી છે. પણ આ વાક્યને ક્યાંક અત્યારે હું જે વાત લખી રહ્યો છું એની સાથે કાતિલ સંબંધ છે! 
એક ઉદાહરણ આપું: "મારું સ્વપ્ન છે કે મારે એક દિવસ લિટરેચરના વિશ્વ પર રાજ કરવું છે. આ રાજ કરવું એટલે ટોપ ચડીને સૌ લેખકોના કિંગ જેવું નહી, પણ વાંચકોના હૃદયમાં રહેલા પુસ્તકોમાં મારા પુસ્તકો હોય એ સપનું છે. કામ ચાલુ છે. એ ચિત્રને એક દિવસ મારા હૃદય માંથી ખેંચીને તમારા હૃદયમાં જરૂર મૂકી દઈશ. પણ...પણ...પણ...
(આ 'પણ' તમને જેટલા નિષ્ફળ કરે છે એટલું કશું જ નથી કરતુ!)
પણ...મને સતત એક અનુભૂતિ થઇ રહી છે કે આ ઇન્ટરનેટના જગતમાં સતત રાજ કરવું મુશ્કેલ છે! કેમ? કારણ કે દરેક ડીજીટલ સ્ક્રીન ની સામે બેઠેલો પેલો યુવાન સતત બોર થઇ જાય છે! એને કમ્ફર્ટ જોઈએ છે! એ કમ્ફર્ટનો નશાખોર છે! મતલબ? જો જીતેશ દોંગા સતત એમની સામે રહ્યો તો મને એ 'ટેકન ફોર ગ્રાન્ટેડ' લઇ લેશે? મતલબ? મારે જે લિજેન્ડ બનવાની સપનું છે એને એ 'ટ્રેન્ડ' બનાવીને થોડા સમયમાં સાઈડમાં કરી દેશે.
બિલીવ મી. આ ડર ખુબ સાચો છે. તમે સતત પબ્લિકના ન્યુઝ-ફીડ માં રહ્યા તો તમને સ્ક્રોલ થવામાં જરાયે વાર નહી લગાડે આ પેઢી!
તો હવે?
એક ભેદ-ભ્રમ સમજાવું. ભ્રમ એવો છે કે હનીસિંગ એ રહેમાન કે લતાજી જેટલો પ્રખ્યાત છે? શું ઇન્ટરનેટ પર ફેમસ થઇ રહેલો કોઈ યુવાન લેખક  મંટો કે ટાગોર જેમ રાજ કરશે? જવાબ સિમ્પલ છે: હનીસિંગ ટ્રેન્ડ હતો, રહેમાન-લતાજી લિજેન્ડ છે! જો સતત પબ્લિક અને પબ્લીસીટીમાં લાઈક્સ મેળવીને મોજ કરતો યુવાન લેખક ટ્રેન્ડ છે, પણ ટાગોર લિજેન્ડ છે! 
તો લિજેન્ડ બનવા શું કરવું? એક સિમ્પલ જવાબ તો છે જે કે ભાઈ- જીંદગી આખી એક જ કામ માટે ફના કરી દો. ફના જ નહી પણ મોજથી એક જ કામ માટે ઘસાઈ જાઓ અને ઉજળા થાઓ.  આ કાળજાળ મહેનત તો બેઝીક જરૂર હોય જ છે જે રહેમાન શું હનીસિંગને પણ પડે છે.

ટ્રેન્ડ્સ vs  લીજેન્ડસ 


પણ એક સાયકોલોજી છે જે કહીને આ વાત બંધ કરું છું: એ છે જો સતત લાઈક્સ મેળવવા કે પોતાના કામના પ્રદર્શન-વાહવાહી માટે આ ઈન્ટરનેટમાં બધાને દેખાતા રહ્યા તો સ્ક્રોલ થઇ જશો! બિલીવ મી. થઇ જશો. બેટર છે કે પોતાના ઓફલાઈન કામની અંદર આ બધી જ ઓનલાઈન વપરાતી એનર્જી નાખીને એ કામને એવું મહાન બનાવીએ કે ટ્રેન્ડ નહી લિજેન્ડ નો રસ્તો મળતો જાય. ઈન્ટરનેટ ક્ષણિક સફળતા આપે છે, પણ દરેક ક્ષણે સામે ઉભા રહ્યા અને વારંવાર (ભલે તમે સારું મટીરીયલ પીરસી રહ્યા છો છતાં) ક્ષણિક મોજ ખાતર પેલા બેડમાં પડ્યા-પડ્યા તમને જોતા માણસો સામે ઉભા રહ્યા તો ક્ષણિક જ બની જશો.
બેટર છે કે સરપ્રાઈઝ બનો. ક્યારેક દેખાવ. કામ દેખાડો, તમારી લાઈફ નહી. કામ થકી જ આ ફ્રેજાઈલ જનતા સાથે સંબંધ રાખો. ઈન્ટરનેટને 'વાપરતા' શીખો. એ ચડાવે છે, પાડે છે. બંને ખુબ જલ્દી કરે છે. ધીમીધારે સમયે-સમયે માત્ર તમારું કામ બતાવો. પેલા દિવસે-દિવસે કમ્ફર્ટમાં રહેલા માણસ તમારું કામ ઓર્ડર કરવા જોઈએ. કામમાં એવી મહેનત કરો કે એને ભાવે. દિલમાં ઉતરે. ત્યાં રાજ કરી શકો. 
જેમ ઈન્ટરનેટ સતત ઇન્ફર્મેશન આપીને માણસોની ચરબી વધારી રહ્યું છે એમ જો એ દુનિયામાં તમે લોકો સામે લેખક તરીકે કે કોઈ પણ વ્યક્તિ તરીકે સતત રહ્યા તો ઓનલાઈન ચરબીમાં ગણાઇ જશો. 
બિલીવ મી. 

બસ...હવે વધુ પડતી સાયકોલોજી કે અનુભૂતિ સમજાવીશ તો તમે મારા શબ્દોને પણ ચરબી ગણીને ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લેશો. સો...અસ્તુ. 

(ગેસ્ટ પોસ્ટ બાય જીતેશ દોંગા)
જીતેશ દોંગા એ એક 23 વર્ષના યુવા લેખક છે મૂળ કાઠિયાવાડી (અમરેલી) ખેડૂતનું બ્લડ અને ઇન્ટરનેશનલ હાર્ટ ધરાવતા  એક અલ્ટીમેટ માણસ છે  અને એમની ફર્સ્ટ બુક "વિશ્વમાનવે" ખરેખર ધૂમ મચાવેલી છે. જીતેશ મોટા ભાગે ખુશ રહેવા વાળો માણસ છે. એમના પેશન સાથે જીવે છે. એમને બુક્સ વાંચવાનો, મ્યુઝિક સાંભળવાનો અને મુવીઝ જોવાનો ગાંડો શોખ છે. 

ફાફડા vs ભજીયા

ફાફડા vs  ભજીયા-અંકિત સાદરીયા 

નાના હતા ત્યારથી જ આવું વિચારતા "અજય દેવગણ અને અક્ષય કુમાર ફાઇટ કરે  તો કોણ પુગે? " કે "હનુમાન અને ભીમમાંથી શક્તિશાળી કોણ ?" , "અર્જુન અને એકલવ્યમાંથી સારો આર્ચર કોણ ? " "વાઘ અને સિંહમાંથી કોણ તાકાતવાળો?" શક્તિમાન અને સ્પાઈડરમેનમા કોણ જીતે? " આવા તો ઘણા સવાલ થતા. આજ આવો જ એક સવાલ "ફાફડા vs  ભજીયા" કોણ વધુ ટેસ્ટી કોણ વધુ ખવાય ?



આમ તો ભજીયા અને ફાફડા બંનેનું કુળ  એક જ ! બંનેનો બેઇઝ ચણાનો લોટ અને તેલ જ. પણ બંને સાવ અલગ, ફાફડા  ઝીરો ફિગર સેક્સી ગર્લ જેવા પાતળા અને લાંબા જ્યારે ભજીયા ક્યૂટ ક્યૂટ ગોળમટોળ બેબી જેવા મજાના. ફાફડા પ્યોર રૂઢિચુસ્ત ફેમિલીવાદી છે કારણ કે એમાં ચણાના લોટ સિવાય કાંઈ મિક્સ થતું નથી. જ્યારે ભજીયા હાઈબ્રીડ છે એમાં ચાણાના લોટ સિવાય ઉમેરવામાં આવતું મેથી ,બટાકા કે મરચા ટેસ્ટ આપે છે.  ફાફડા સવારે ખાવાની મોજ આવે તો ભજીયા સાંજે. 

તમે નહીં માનો પણ ફાફડા મેરિડ છે. મોટાભાગે ફાફડા સાથે જલેબી હોઈ જ , જલેબી કોમ્પ્લિમેન્ટ્રી છે એકલા ફાફડા ફિક્કા લાગે. સંભારો અને મરચા  એ ફાફડાના ભાઈબંધો છે. જ્યારે ચા એ ફાફડાની ગર્લફ્રેન્ડ છે. ભજીયા સિંગલ છે. ભજીયા સાથે અલગ અલગ ચટણીઓ હોઈ છે બધી ચટણીઓ એની ગર્લફ્રેન્ડ છે. આમલીની ચટણી સૌથી ક્લોઝ છે. પણ હા કહી દવ , ભજીયા અને ફાફડા એક જ કુળ  ના છે એટલે બધા એકબીજા ના સબંધીઓ થાય. પણ ફાફડા અને ભજીયાને એકબીજા સાથે બનતું નથી. બેય ક્યારેય એક પ્લેટમા ના જોવા મળે. વળી ભજીયા ભેગા ખવાતી ચટણી વગેરે કાંઈ ફાફડા સાથે ના જોવા મળે. અને ફાફડા ના  સંભારો અને જલેબી પણ ભજીયા સાથે ના બોલે.

આમ જુઓ તો ભજીયા રીચ  છે જ્યારે ફાફડા ગરીબ.ભજીયાની ઉઠકબેઠક રાજમહારાજાના પકવાનો અને મીઠાઈઓ સાથે છે. 32 ભાતના પકવાનોમા પણ ભજીયા હોઈ છે. લાડુ ,પૂરી ,શીરો, ખમણ ઢોકળા, દૂધપાક , ફ્રુટસલાડ  વગેરે મહાનુભાવો સાથે ભજીયા પણ પીરસાય છે. જ્યારે આ બાજુ ફાફડા ગરીબ છે. એ એના ફેમિલી અને ભાઈબંધો સાથે જ સુખી ! ફાફડા, જલેબી, સંભારો, મરચા અને વધુમાં વધુ ચા બસ આટલું જ એનું ગ્રુપ.

પણ કહેવાય છે કે ગરીબ માણસો સીધા અને સરળ હોઈ છે અને લોકો ને વધુ ગમે છે એમ ફાફડા ભજીયા કરતા વધુ ખવાય છે. ફાફડા બારેમાસ સવારે ખવાય છે. રવિવારને તમે ફાફડાવાર કહી શકાય. એમને કોઈ ઋતુ કે કોઈ પ્રસંગ નડતો નથી. મોડી  રાતે પણ ફાફડા ખવાય એ તો બોનસમા. જ્યારે ભજીયા બોવ લિમિટેડ ખવાય. કોઈ પ્રસંગોપાત  મહિનામા એકાદ વખત કે પછી ચોમાસાના પહેલા વરસાદમા. 

તો વાલીડાવ આપણે તો ભજીયા હોઈ કે ખાખરા, ચણાનો લોટ પેટમાં પડવો જોઈએ. (ફાફડા ખાઈને, વરસાદમા ભજીયાને મિસ કરતા કરતા લખાયેલો ગરમ ગરમ આર્ટિકલ )

- અંકિત સાદરીયા
સેક્શન - અસ્તવ્યસ્ત
    

JVians Discussion : વરસાદ આવ્યો ...

હવે ગુજરાતમાં  અમુક અમુક જગ્યાએ વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો હજુ ક્યાંક વરસાદ રસ્તામા છે. આહા !! ચોમાસુ આવે એટલે વાતાવરણ જ કૈક અલગ થઈ જાય મસ્ત ઠંડુ , માટીની ખુશ્બુ અને રોમેન્ટિક મિજાજ. બસ આજ ટોપિક પર JVians  ગ્રુપમાં  ડિસ્કશન થયું કે "વરસાદ આવે ત્યારે તમે શું કરો ? " અને આ રહ્યા બધાના મજેદાર રીપ્લાય. 

વરસાદ આવ્યો ...
Image Courtesy : Jigar Dave


Sanket Varma. :
કાળા આકાશમાં આખે આખા ભરેલા વાદળોને વળી એક દિવસ દોડ-પકડ રમવાનું મન થયું.
એક વાદળ પડ્યું પાછળ ને બાકી બધા ભાગમ-ભાગ. વાદળે બહુ દોડ દોડ કર્યું પણ સાલ્લું એકેય વાદળ હાથમાં જ આવે નહિ!  ને ત્યાં વાદળને દેખાયું, કે જમણી બાજુ એક વાદળ હાથમાં આવી જાય એવું છે. ને એણે પૂરપાટ દોટ મૂકી એના તરફ, બધું જોર લગાવીને. પણ પેલું વાદળ જરા ચબરાક હતું, ચુસ્ત હતું, એ સટ દઈને ખસી ગયું, ને એની પાછળથી જ મસ્ત મને ચાલી આવતી એક વાદળી સાથે પકડવા આવેલું વાદળ અથડાઈ ગયું!
આકાશમાં જબરો ગડગડાટ થઇ ગયો, વીજળી ય એવી ચમકી ગઈ કે પૃથ્વી પરના લોકો ય પેલા બે વાદળ-વાદળીને જોઈ ગયા! અને બેય અથડાયા તો અથડાયા, માંડ માંડ જાત સંભાળી, પણ વાદળીના હાથમાંથી પાણીના કેટલાય ટીપા આકાશમાંથી સોસરવા નીકળીને જમીન પર પડી ગયા.
ને પૃથ્વી પર વરસાદ આવ્યો!
દોસ્તો,
વરસાદ આવે ને આપના જેવા કેટલાય લોકો શબ્દો ઉગાડવા માંડે છે. વરસાદ કદાચ પેનની શાહીની પ્રવાહિતા છે.
આ વરસાદની અનુભૂતિ અહીં આપણાં ગ્રુપની જમીન પર રેલાવો.
કવિતા લખો, જોડકણાં લખો, તમને જે ગમે એવું લખો.
બધા પોતપોતાનો વરસાદ લખો.
ચાલો મચી પડો. 😃😃😃
---------------------------------
Farzana. Sivani :
મારો વરસાદ ...
મારો વરસાદ એટલે રોટલી કરતા કરતા, ગરમીમાં શેકાતા શેકાતા અચાનક જ ભીની માટીની ખુશ્બુ આવે ને બાલ્કની તરફ પગ વળે ને શેરીમાં ભરાયેલા પાણીને જોઈને જ બીજું બધું ભુલાઈ જાય.
મારો વરસાદ ....
અગાસીમાં પલાળે મને અને હું આખી નીતરી જાઉં પછી પોતે નીતરે ધીમે ધીમે મારા એક એક અંગ પરથી.
મારો વરસાદ ....
શું કહું હવે હું કે મારો વરસાદ માત્ર વરસતો નથી. મને વહાલ પણ કરે છે એના હળવા હળવા ઝાપટાઓથી. માત્ર મને ભીંજવતો નથી. પોતેય ભીંજાય છે મારો વરસાદ.
મારો વરસાદ એટલે મેઘલી વીજળીના કડાકાવાળી રાત,
મારો વરસાદ એટલે પાણીના રેલમછેલવાળી સવાર,
મારો વરસાદ એટલે ઘટાટોપ વરસતા આભવાળી બપોર,
મારો વરસાદ એટલે નીતરતા છાપરાવાળી ટાઢા ટાઢા પવનને લાવતી સાંજ...
મારો વરસાદ. એ જે હું માણું....
અને ક્યારેક તો કોઈ વાર્તા જાણે.
એક હતો વરસાદ.
દૂર દૂર વાદળોમાં એનું ઘર,
પવન એનો સાથીદાર અને વીજળીરાણી એની છડીદાર.
ગડગડાટ એનો ઘંટારવ અને છમછમ એની શરણાઈ.
ધરતી એની પ્રેમિકા જે 8-9 મહિના તપ કરે ને ત્યારે આ જિદ્દી પણ બહુ જ વ્હાલુડો વરસાદ સાથીદારોની જાન જોડીને નીકળે પોતાના ઘરેથી.
ખેતરો પર વરસે, નદીઓ પર વરસે, ને બધે જ બધું ખુશખુશાલ કરી મૂકે.
તમને ખબર આ વરસાદ આટલો ભાવ કેમ ખાતો હોય છે ?
કેમ કે એને ખબર છે કે પૃથ્વી માતાનો એ પોતે એક માત્ર જમાઈ છે....
---------------------------------
Naimish Patel :
વરસાદ આવે એટલે ભીની ભીની માટીની ખુશ્બુમાંથી આવતી તું,
વરસાદ એટલે તારી સાથે કરેલી લોન્ગ drive...
વરસાદ એટલે નિરાકાર જિંદગીમાં તારી સાથે વિતાવેલ એકાકાર ક્ષણો,
વરસાદ એટલે એક બીજાનો હાથોમાં હાથ અને શહેરની ગલીઓ,
વરસાદ એટલે મારી ચાદરની સોડમાં લપાઈને મને ભીંજવતી તું,
વરસાદ એટલે એક હાથમાં ગરમ કોફી અને બીજી બાજુ તરબતર ભીંજવતી તું,
વરસાદ એટલે જેમ વાદળોમાંથી ક્યારેક દેખાતો ચાંદ એમ દિવસોની પ્રતીક્ષા પછી મારા બર્થડે પર આવતો તારો સરપ્રાઈઝ કોલ,
વરસાદ એટલે બસ તું અને હું.
---------------------------------
Swati paun :
વરસાદ એટલે ભીની માટીની મહેક,
ગમતા મસ્ત સોન્ગ્સ, ભીંજાવું, મસ્તી, સ્કૂલ ડેય્ઝની યાદો,
જયસરના લવલી મસ્ત આર્ટિકલ,
મમ્મીએ બનાવેલ ઢોકળીનું શાક,
Dad સાથે સ્કૂટી સવારીમાં કરેલી રાઇડ્ઝ,
કાવ્યાનો મારા હાથમાં નાનકડો હાથ,
દોસ્ત ભગવાનની ભેટસોગાત,
અને મારા ડિયરેસ્ટ વરનો સાદ.
--------------------------------
Foziyaa Irfan :
પહેલો વરસાદ એટલે કાળા ડિબાંગ વાદળાઓના અંધકારમાં ઘટાટોપ વૃક્ષોનું સૌંદર્ય નિહાળવું,
બાલ્કનીમાં ઉભા ઉભા માટીની ભીની સોડમ શ્વાશમાં ભરી તરબતર થઈ જવું.
પવનના ઝાપટાઓમાં વાળનું વિખાવું,
ટપ-ટપ શરૂ થતા સૂકી આંખોમાં ઉતરી આવતી ભીનાશ,
બહારથી આવતો બાળકોનો હો.... કરતો અવાજ.
પહેલો વરસાદ એટલે મારી પેન્ડરાઈવમાં વરસાદી સોન્ગ્સનું ફોલ્ડર,
ઉકળતી ચામાં પડતા આદુ ફુદીનાની મહેક અને એની વરાળમાં ઉભરાતું એક પ્રતિબિંબ.
પહેલો વરસાદ એટલે ટોવેલનું બાથરૂમમાંથી ઘરના દરવાજા પરનું ટ્રાન્સફર,
સુરતના પાવરકટમા લેવાતું કેન્ડલ લાઈટ ડિનર,
લોન્ગ drive અને ભજીયાની જયાફત,
મારા બાળકો સાથે બાળક બની નાચવું,
પાણી ભરેલા ખાબોચિયામાં મારી એક્ટિવાનું જાણી જોઈને સરકવુ.
કાળઝાળ ગરમી પછી મહેસુસ થતી ટાઢક,
રાતે થતા ગડગડાટને ચમકારાનો રોમાંચ,
આખી રાત મન મૂકીને વરસ્યા પછી સવારે ઉઠવાની થતી આળસ.
--------------------------------
hardik vyas:
વરસાદ આવ્યો...
વરસાદ આવે અને એ સાથેજ....
એક ચાતકના મહિનાઓના નિર્જળા ઉપવાસ પછી પારણા થાય, મોર પોતાના પીંછાઓને ભેજથી મલ્ટીકલર રંગીને તૈયાર રાખે અને સ્વરપેટીને સર્વિસ કરીને ગહેંકવામાટે તૈયાર કરે, દેડકાઓ ગળું ફુલાવીને સ્વયંવરની તૈયારી કરે...
જગતનો તાત ખેડીને રાખેલી જમીનમાં પોતાના બીજ રોપે,  અનેક ગર્ભ ધારણ કરેલી ધરતી લીલી છમ્મ ઓઢણી ઓઢીને 'સારા દિવસો'નો ઉત્સવ મનાવે..
અનેક કાગળો એક સાથે ઉડે. કોઈ ગુડ્ડુના હાથમાં તો કોઈ ગુડ્ડીના, કોઈ લાલાના હાથમાં તો કોઈ ઢીંગલના.. હોડી બનીને તરવા માટે...
સંકેત નામનો એક ધૂની માણસ વાદળોને પકડા-પકડી રમાડે, ક્યાંક કોઈ બાળક કુણાલમામા સાથે વરસાદમાં ભીંજાવા જાતે બનાવેલી હોડી લઈને હડી કાઢે..
ક્યાંક સ્કૂલમાં આવ રે વરસાદનો સાદ પડે, ક્યાંક ઘેબરીયો પરસાદ વહેંચાય, ક્યાક ઊની ઊની રોટલી ચૂલા પરથી ઊતરે, ક્યાંક કારેલાંનું શાક થાય...
ત્યારે...
ચાની કીટલીએ ભાઈબંધોની મહેફિલ જમાવીએ.. ભજીયાંની પાર્ટી થાય..
હું મારા પત્ની અને દીકરા સાથે અગાશીમાં ઊભો રહીને બે હાથ ફેલાવીને વરસાદને ભથમાં ભરી લઉં.. જેટલો આવે એટલો.. સંઘરી લઉં.. બાઇક લઈને વરસાદમાં ન્હાવા જાઉં.. ચાલતી બાઇકે વરસાદની વાંછટ લઉં.. ખાબોચિયામાં પગ બોળીને પાણી ઉડાડું.. અમે ત્રણેય વરસાદમાં રમીએ..
ત્રણેય એકમેક પર વરસીએ.. વરસાદ આવ્યાની વધામણીમાં.
---------------------------------
Ankit Sadariya Patel. : 
અહીં આમ તો બેંગ્લોર મા બોવ વરસાદ આવે, એટલે એટલું એકસાઈટમેન્ટ ના લાગે પણ મૂળ જીવ તો ગુજરાતી જ ને ! જેવો વરસાદ આવે કે કૈક ગરમ ગરમ ખાવાનું મન થઈ જાય પણ અહીં ગરમ ગરમ ભજીયા બનાવી દે એવી માસી ક્યાં ગોતવા જાવી ! એટલે ચાઈ કે કોફી વિથ સમોસા થી કામ ચલાવવું પડે !
કાલે એમ જ બપોરે વરસાદ આવતો હતો એમાં ભીંજાતા ભીંજાતા બાઈક ચલાવવા નું માં થયું. વિચાર્યું મસ્ત બાઈક ચલાવી ને 2 કિમી દૂર કોફી હાઉસ જૈસ અને ત્યાં કોફી પીતા  પી તા ઈ બુક્સ વાંચીશ. અને આ નાહવા ના ચક્કર મા મોબાઈલ અને વોલેટ ખોયા !!
નાનો હતો ત્યારથી જ વરસાદમા સાઇકલ ચલાવવા નો શોખ ! હવે બાઈક લઈ ને નીકળી પડું. મસ્ત ચાઈ પિવ।.. લાઉડ પણ સ્લો મ્યુઝિકે સાંભળું. ઘર યાદ આવી જાય  :( પણ અંદર  થી કાંઈક અલગ જ આનંદ આવે। ... ઘરે ફોન કરી લવ। .. ગામડે ફોન કરું। .. બસ એમ જ મજા આવ્યા કરે !
------------------------------
Viraj Pandya : 

વરસાદ ઇશ્ર્વર એ આપેલી એક બહુજ  મસ્ત ભીની ભીની ભેટ.  ખબર નહિ કદાચ બધા આવુજ અનુભવતા હોય પણ  પણ મને તો કાળા વાદળો જોઈ  એક અનેરો આનંદ થઇ જાય છે. લાગે જાણે મારા એકજ માટે આ બધી  મોજ કુદરતે મોકલી હોય.

            એક સવારે મારા પાપા એ મને આવી ને કીધું એય જલ્દી જાગ અને જો હું જલ્દી થી ઉઠી ને બહાર આવી જોયું તો ધોધમાર વરસાદ. હાજી કઈ વિચારું એ પેલા તો મારા friends આવી ગયા અમે આખું ભાવનગર ફર્યા અને વરસાદ માં નહાયા. હજી આ ક્રમ ચાલુ છે વરસાદ માં  પલળી ને ગરમ ગરમ પકોડા કા ઇડલી ખાવા જવાની જ.   મને ક્યારેય વરસાદ થી અકળામણ નહી થઇ. હર રોજ આવે તોય મોસ્ટ વેલકમ.  બાકી મારી નજરે....
           તુષાતુર ધરતી ની વિરહ વેદના નો અંત એટલે વરસાદ.
             ખુબ તપાવ્યા પછી ઈશ્વર એ  મોકલેલી ઠંડક નો પ્રસાદ એટલે વરસાદ.
              કેટલાય દિવસ થી રાહ માં રહેલી ગર્લફ્રેન્ડ ને અચાનક   બોય ફ્રેન્ડ  મળવા આવવાનો એવો મેસેજ એટલે વરસાદ.
      
              નવા લીલા કુણા કુણા પાન નો જ્ન્મ એટલે વરસાદ.
               ગરમી માં અકલાયેલા કપલ્સ  ની મોસમ એટલે વરસાદ.
        
                 ચાની  ચૂસકી અને ભીંજાયેલું શરીર એટલે વરસાદ.. 
                   એક્ટિવા લઇ આખા ગામ માં રખડવું
       એટલે વરસાદ.
         
                  અચાનક જ તમારા જેવા સારા મિત્રો નું મળી જવું એ વરસાદ.    
--------------------------------------------------
Kunal Joshi :  

મારો વરસાદ એટલે હજુ પણ.. એજ
આવરે વરસાદ ઢેબરીઓ પરસાદ

મારો વરસાદ એટલે હજુ પણ.. એજ

કાગળ ની હોડી ને મારો ભાણીયો

મારો વરસાદ એટલે હજુ પણ.. એજ
હજુ પણ મમ્મી ની બૂમો કે કેટલા કપડાં પલાડીશ..

મારો વરસાદ એટલે હજુ પણ.. એજ
છાપરા ની પરનાળ માંથી પડતા ધધુડા નીચે નાહવું

મારો વરસાદ એટલે હજુ પણ.. એજ
મિત્રો સાથે વરસતા વરસાદ આ મક્કાઈ ડોડો ખાવો

ઓફીસ જવાની તૈયારી કરીને બાઇક ચાલુ કર્યું ને .. 
બસ એ ધોધમાર વરસ્યો ...

નવા કપડાં પેરી ને ફંકસન માં જવા નીકળ્યા અને..
બસ એ ધોધમાર વરસ્યો ...

છાપરા ની પરનાળ રીપેર કરાવી ને ત્યાં તો ...
બસ એ ધોધમાર વરસ્યો ...

ધાબુ ધોવની વાત ચાલતી હતી ને મમ્મી ખુશી થી બોલી જો..
એ ધોધમાર વરસ્યો ...

ખેડૂત ની વાવણી હજુ બસ પતિ જ હશે ને ...
બસ એ ધોધમાર વરસ્યો ...

પરસેવે રેબઝેબ લારીવાળો ગરમી ને કોશતો હતો ને...
બસ એ ધોધમાર વરસ્યો ...

નાના બાળક નું મન સ્કુલ જવા માટે તૈયાર નતું ને ..
બસ એ ધોધમાર વરસ્યો ...

પેલી છોકરી એના ટેન થઇ ગયેલા ચહેરા ની ચિન્તા કરતી હતી ને..
બસ એ ધોધમાર વરસ્યો ...

બહાર રમતા નાના ભુલકા ઓ ની કીકીયારી સાંભળી ને બારી ખોલી ને..
બસ એ ધોધમાર વરસ્યો ...

એ વીજળી ના ચમકારા ના ડર ના મારે મને ભેટી પડી ને..
બસ એ ધોધમાર વરસ્યો ...

રસોડા માં બનતા ગરમા ગરમ દાળવડા ની સોડમ હજુ તો નાક સુધી પોચી ને..
બસ એ ધોધમાર વરસ્યો ...

હજુ તો કોર્પોરેશને ખોદેલા ખાડા ભરાતા હતા ને ...
બસ એ ધોધમાર વરસ્યો ...

બાલ્કની માં બેસી ને હજુ તો ચાહ ની પેલી ચુસ્કી મારી ને...
બસ એ ધોધમાર વરસ્યો ...

પ્રિયતમા એ લોન્ગ ડ્રાઇવ પર જવાની ચાહના કરી ને...
બસ એ ધોધમાર વરસ્યો ...

એ દારૂડિયા એ હજુ તો પેલ્લો પેગ બનાવ્યો ને..
બસ એ ધોધમાર વરસ્યો ...
------------------------------
Chitar Odharia :
ધોધમાર વરસાદ મહીં ભીંજાયા કરવું,
છલકાવાની મૌસમ છે છલકાયા કરવું...

ઉપરોક્ત પંક્તિની જેમ વરસાદ એ મારા મનની લાગણીના ઉમળકાને  ઉભરાવે છે... 
વરસાદી વાદળામાં અલગ અલગ આકારો શોધી કાઢવાની મજા જ કઈંક અલગ છે... 
વરસાદમાં બિંદાસ નાહવું અને પલળતા પલળતા સંસ્કાર મંડળના ગરમાગરમ પાઉં પકોડા ખાવાની તક કેમ જતી કરી શકાય...
ટૂંકમાં એયને મોજથી વાલીડાને આવકારો અને જલસો કરો...

--------------------------

તો વાંચક મિત્રો તમે પણ કમેન્ટ કરી જ દ્યો " તમે વરસાદ આવે ત્યારે શું કરો હા ? "