અલગ અલગ પ્રકારના ફટાકડાઓ અને માણસો !!


અલગ અલગ પ્રકારના ફટાકડાઓ અને માણસો !!-અંકિત સાદરીયા

આજકાલ દિવાળી પર અવનવા ફટાકડાઓ આવે છે (“ફટાકડી” ! કોણ બોલ્યું ?) કોઈ જોરથી ફૂટવાવાળા તો કોઈ પ્રકાશ ફેલાવવાવાળા, કોઈ વળી જમીન પર અજબ ગજબ પ્રદર્શન કરવાવાળા તો કોઈ એરફોર્સની જેમ આકાશમાં કરતબ દેખાડવા વાળા. ભલે ફટાકડા અલગ અલગ પ્રકારના હોઈ , પણ મજા જ આપે.
માણસોમાં પણ આવું જ છે, અલગ અલગ પ્રકારના માણસો હોઈ છે, ચાલો માણસોની સરખામણી ફટાકડાઓ સાથે કરીએ ( હસતા હસતા !! )

wejvians
અલગ અલગ પ્રકારના ફટાકડાઓ અને માણસો



૧. સુરસુરિયા 

આ કોઈ ફટાકડાનો ટાઈપ નથી. બધી ટાઈપના ફટાકડાઓમાં આવા અમુક નંગ આવી જાય. સળગાવ્યા પછી આપણને થાય કે હમણાં જોરથી ફૂટશે, પણ સુરસુરયું થઇ જાય. થોડીક વાર તો કોઈ નજીક પણ નાં જાય કે કદાચ હજુ ફૂટશે તો.
અમુક  માણસોમાં પણ આવા જ હોઈ છે. પોતાના બહુ જ વખાણ કરતા હોઈ, “અંકિતભાઈ  ક્યારે પણ કામ હોઈ તો કે’જો , આપણી ફલાણે, ધીકળે બોવ જ ઓળખાણ છે.” પણ જયારે કામ સોપો તો સુરસુરિયું થઇ જાય.

૨. અવાજ કરવાવાળા બોમ્બ
અમુક ફટાકડાઓ એવા હોઈ , જોતા તો એમ જ લાગે કે આ શું ફૂટશે, પણ જેવો સળગાવો જોર થી અવાજ કરે. આ ફટાકડાઓને બહુ ધ્યાનથી ફોડવા પડે.  માણસો પણ એવા હોઈ, એટલી અપેક્ષા ના  હોઈ, અને જોતા એવરેજ લાગતા હોઈ એ અમુક સમયમાં બોવ મોટું કાઠું કાઢી જાય. જગવિખ્યાત થઇ જાય.

૩. કાગળીયા કાગળીયા કરી નાખે એવા બોમ્બ
ચકલીછાપ, લક્ષ્મીછાપ ફટાકડા આવે છે, જોવો તો બોવ મોટા હોઈ પણ સળગાવો તો કાઈ અવાજ ના આવે અને આખી શેરીમાં કાગળિયાં કાગળીયા કરી નાખે. કેટલાક માણસો પણ આવા જ હોઇ, જેમની પાસે થી બહુ જ અપેક્ષા હોઈ અને લાગતું હોઈ કે આ કૈક કરશે પણ એ છેલ્લે તો “કચરો” જ કરે.

૪. આકાશમાં ફૂટવાવાળા
રોકેટ અને તારામંડળ કે જે આકાશમાં જઈ ને ફૂટે છે .તારામંડળ આકાશમાં જઈ ને મસ્ત ભાત બતાવે છે , આખું આકાશ ઝળહળી ઉઠે. જયારે રોકેટ આકાશમાં જઈ ને ખોવાય જાય, ખાલી અવાજ સંભળાય. લોકોનું પણ એવું જ છે અમુક લોકો તારામંડળની જેમ ઉપર પહોચી ઝળહળી ઉઠે. બધા લોકોને એના પર ગર્વ થાય. જયારે અમુક લોકો રોકેટની જેમ આગળ જતા રહે અને ખોવાય જાય.     

૫. શંભુ અને ભોચક્રીઓ (ભમરડી)
આ બે ફટાકડાની અલગ જ પહેચાન છે. તમે ફટાકડા દુકાને લેવા જાઓ એટલે આ બંનેના એક એક બોક્સ તો લેવા ય જ જાય. બંને ફટાકડા બાળકો ને ખુશ ખુશ કરી દે. અવાજનું પ્રદુષણ ના કરે અને આખું ફળિયું ઝગમગાવી દ્યે. આમ જ ઘણા લોકો બધાના પ્રિય હોઈ છે. લોકો હમેશા તેમની સાથે રહેવાનું પસંદ કરતા હોઈ છે અને બધે એમની ડીમાન્ડ પણ વધારે હોઈ છે.

૬. ફૂલખેણી કે ફૂલઝર
આમ તો  “ફૂલખેણી “ શબ્દ સાંભળી ને ફટાકડો મગજમાં આવે તો તો તમને ધન્ય છે. એ હોઈ જ સુંદર. નાના બાળકોથી માંડી ને મોટેરાઓ ને પણ એમના તરફ આકર્ષણ રહે. સાવ સરળ ને સીધી સાદી , લોકો એમને હાથમાં રાખતા પણ નાં ડરે. નાના પાંચ- છ વર્ષના બાળકનાં હાથમાં પણ પકડાવી દ્યે. આમ જ અમુક લોકો સાવ સરળ અને સીધા હોઈ છે જેના પર લોકો સાવ આસાનીથી ભરોસો મૂકી શકે.

જો કે અત્યારે હજારો ટાઈપના ફટાકડાઓ મળે છે અને માણસો પણ !!!!

તિખારો -
“,મમ્મી , આપને બધા ફટાકડાઓ આ જ દુકાને થી લેશું હો “
“પણ બેટા, આ તો ગર્લ્સ હોસ્ટેલ છે “
“પપ્પા તો કહેતા હતા અહી એક થી એક મસ્ત ફટાકડા મળે છે”    



અંકિત સાદરીયા
સેક્શન - અસ્તવ્યસ્ત
www.ankitsadariya.in

Share this

2 Responses to "અલગ અલગ પ્રકારના ફટાકડાઓ અને માણસો !!"