મારે તો ભક્તિ કરવી પુરા ભાવથી રે લોલ ..

મારે તો ભક્તિ કરવી પુરા ભાવથી રે લોલ ..
~અંકિત સાદરીયા
અંકિત સાદરીયા


ભક્તિ કરવી એ ભારતીયોના DNAમાં છે. પહેલા લોકો ભગવાન, અલ્લાહ, ક્રાઈસ્ટ,  બુદ્ધ વગેરેની ભક્તિ કરતા, પછી ધીરે ધીરે આ લોકોની ભક્તિ કરતા સાધુઓ , મુલ્લાઓ , પાદરીઓ વગેરેની પૂજા કરવા માંડ્યા. આમાંથી જ આ બાબા રામ રહીમ, આશારામ જેવા બાબાઓ પાક્યા અને એને સજા થવા છતાં એમના લાખો ભક્તો ઉમટી પડ્યા. આ તો ખાલી ધાર્મિક ભક્તોની જ વાત થઈ. આનાથી પણ સવાયા ભક્તો છે આ દેશ માં. 

આજકાલ રાજકારણીઓના ભક્તો શેરીએ શેરીએ ઉભરાવા લાગ્યા છે (વોટ્સ અપ, વોટ્સ અપે !). પોતાના ભગવાનની વિરુદ્ધની પોસ્ટ જુએ કે પોતાના વિરોધી પક્ષના નેતાનો ફોટો જુએ તો પણ આખલો ભુરાયો થાય એમ પોસ્ટ પર તૂટી પડે. જાણે એના બાપદાદા વિરુધમાં કૈક લખાય ગયું હોઈ. મોટા ભાગે તો સાચું સત્ય શું છે એ પણ શોધવાની તસ્દી નો લ્યે (એને જ ભક્ત કેવાય , બાકી સાચું ખોટું જોઇને વિચારે એને સમર્થક કહેવાય) . આવી જ રીતે આજકાલ મોદી ભક્તો, રાહુલ ભક્તો (કોંગી ભક્તો), કેજરી ભક્તો અને એવા ઘણા ભક્તોથી સોસીયલ મીડિયા ઉભરાય ગયું છે. 

આટલું ઓછું હોઈ એમ કોહલી ભક્તો અને ધોની ભક્તો વચ્ચે શીતયુદ્ધ ચાલુ જ હોઈ છે. (ભારતના ભક્તો શોધવા પડે છે ). જેવો કોઈ મેચ પૂરો થાય એટલે આ બે દિગ્ગજ ખેલાડીઓના ભક્તો એકબીજા વિરુદ્ધ ટ્રોલીંગ ચાલુ કરી દ્યે. ટ્રોલીંગ કરે તો કરે , પાછા એક્બીજાની પોસ્ટ પર ગાળો આપીને પોતાની ભક્તિ સાબિત કરવા પણ જાય. ક્યારક ક્યારેક ગંભીર અને યુવરાજના ભક્તો પણ દેખાઈ આવે. 

આ ઉપરાંત ટેકનીકલ ભક્તો (બ્રાંડ ભક્તો પણ કહી શકાય). જે એપલના ભક્તો  વિરુદ્ધ એન્ડ્રોઈડના ભક્તોના છમકલા પણ ચાલુ જ હોઈ છે. એન્ડ્રોઇડ ભક્તોમાં પણ સેમસંગના, મોટોના, લીનોવોના ભક્તો હોઈ છે.  

આ ઉપરાંત શાહરુખના ભક્તો, સલમાનના ભક્તો, અમિતાભ બચ્ચનના ભક્તો, અક્ષય કુમારના ભક્તો જયારે જયારે એમની કોઈ મુવી આવે એટલે કબરમાંથી બેઠા થાય. આખા સોસીયલ મીડિયા પર આંતક મચાવી દ્યે. સાઉથના હીરોના ભક્તોની તો સૌને ખબર જ  છે. 

હા, હમણાં જ દશેરામાં જોવા મળ્યા રાવણના ભક્તો! હા નેગેટીવીટીમાંથી પોજીટીવીટી શોધવી કઈ સહેલી વાત નથી(એ પણ રામાયણ વાચ્યા વગર! ). અમુકે તો રાવણના ગુણગાન ગાઈ તો ગાઈ પણ ભગવાન રામને "વિલન" ચીતરી નાખ્યા.    

આ ઉપરાંત અમુક યુટ્યુબ ચેનલોના ભક્તો વચ્ચે નાના નાના છમકલા ચાલુ જ હોઈ. અમુક ફેસબુક પેજના ભક્તો પણ હોઈ. અમુક લેખકોના ભક્તો, અમુક સિંગર્સના ભક્તો, અમુક ડાન્સરના ભક્તો વગેરે વગેરે. આ ઉપરાંત ગણ્યા ગણાય નહી અને વીણ્યા વિણાય નહી એટલા ભક્તો પડ્યા છે આ દેશમાં. 

ભક્તિ અને સમર્થનમાં કે ફેન હોવામાં  ફર્ક હોઈ છે . ભક્તિ એટલે તમે તમારા માનેલા ભગવાન વિરુધ્દનું કૈક લખેલને સાચી માહિતી શોડ્યા વગર કે જે તે પોઈન્ટને ભૂલીને બીજા પોઈન્ટ્સ પર આર્યુંમેન્ટ કે ગાળાગાળી કરવા મંડો. સપોર્ટ એટલે કે તમે કોઈ વ્યક્તિ કે સંસ્થાની સારી વાતો શેર કરો અને ખરાબ વાત આવે તો એક્સેપ્ટ કરો કે સાચી માહિતી શોધી એના પરથી જજ કરો.

 -અંકિત  સાદરીયા

www.ankitsadariya.in
www.twitter.com/Er_ASP