" She Writes..."

She Writes...
by ફરઝાના સિવાણી




 







18/06/16
Saturday.
 18:02

 એય તું ,

હા, તું !! હસમાં હો ..

અરે, હા બાબા, જાણું છું કે આજના જમાનામાં કોઇ પત્ર નો લખે , એ ય ને પ્રેમપત્ર.. પણ મને એમ થયું કે મારા ટેરવાંએ તરાસેલાં આ શબ્દો જો તારા ટેરવાંનો સ્પર્શ પામશે તો વરસાદ વરસશે લાગણીનો !! અને તું તો જાણે જ છે કે મને વરસાદ બહુ જ વ્હાલો છે , તારા જેટલો જ ... હ્મ્મ્મ્મ્ તારાથી થોડો ઓછો બસ !!!   

એક વાત કહું ?? આજકાલ આભમાં થોડાથોડા વાદળા દેખાઇ રહ્યાં છે અને મારું મન પણ પાણીથી છલોછલ વાદળું બનીને તને ભીંજવી નાખવાં , તરબતર કરી નાખવાં બેચેન થઇ જાય છે.. એમ થાય કે કાશ! હું એ વાદળોની જેમ ઊડી આવું તારી પાસે , હાહા , હૅરી પોટરની ફૅન ખરીને પાછી હું .. તું છે ને આ વાદળાઓને રાત્રે જો જે , જ્યારે તું અગાસીમાં સૂવા જાય ને ત્યારે , કોઇ એકાદમાં તને હું દેખાઇશ જેમ તું મને દેખાય જાય છે !! હું તો એ વાદળને એ દૂર દૂર જાય ત્યાં સુધી જોતી રહું અને એમાં જ મારી આંખ લાગી જાય, બોલ .. આવું તે હોતું હોય કદી ?? મારે તો તને જોવો હોય આખી રાત જાગીને ય પણ આ ઊંઘ બહુ લુચ્ચી નીકળે , હા ક્યારેક ક્યારેક ધરાર જાગું ને વાદળાઓમાં તને શોધ્યાં કરું !!

અરે, હા , ઊંઘ પરથી યાદ આવ્યું તને તો અગાસીમાં મસ્ત નીદર આવી જતી હશે ને ?? ઠંડો ઠંડો પવન ને ઉપર આખું ખુલ્લું આસમાન , જોડે મૉબાઇલમાં * FM *   નું કોઇ સ્ટેશન .. 


એય તું સુવે ત્યારે કેવો લાગે?? બંધ આંખો, ચહેરા પર શાંતિ , હાથ પગની એક ખાસ મુદ્રા, આખી કાએનાતથી બેખબર , બેફીકર .. એમ થાય કે એક આખી રાત મારે મારા ૨ પાંપણોની વચ્ચે ઉજાગરો આંજીને ય તને સુતો જોવો છે , જોયા કરવો છે !!! અને પછી તું પડખું ફેરવે ને ત્યારે હું જુઠ્ઠેજુઠ્ઠે મારી આંખો મીંચી દઇશ નહીંતર તું સાચેસાચું ખીજા પાછો , હુહ !!


અરે , આ જો , તને પ્રેમપત્ર લખવાંમાં ખીચડી દાઝી ગઇ .. ચલ , હવે હું ભાગું હો ને .. સરખું ખાજે અને બાહરના કચરાં નો ખાતો પાછો ...

આવી હમણાં..


તારી વ્હાલી ,
With Love,
From Me .





18/06/16.
" With Love,From Me." 
By ફરઝાના સિવાણી 
farzanasivaniblog@gmail.com

Share this

10 Responses to "" She Writes..." "

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. જયારે પ્રેમી તમારા દિલોદિમાગમાં છવાઈ ગયો હોય ત્યારે વાદળો પોતે એના ચહેરામાં ઢળી જાય!
    "બે આંખમાં ઉજાગરો આંજીને..." આહા. ગમ્યું ગમ્યું.
    વેઇટિંગ ફોર "હિસ" રીપ્લાય.

    ReplyDelete
  3. Waah very nice..
    Waiting for the link of this chain....

    ReplyDelete
  4. વાદળો ઘેરાયેલા છે એવા સમયે જ આપનો બ્લોગ વાંચી....હુંય ક્યાંક ખોવાઈ ગયો મેડમ....👌😍😍😍😍touching....બધાને ગમશે બધા ક્યાંક તો ખોવાઈ જસેજ....😁

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete