વિચારોનું વાવેતર !!!


 વિચારોનું વાવેતર
by ચિંતન રાજગોર

 

 

 

 

 

 

સાંભળ્યું છે, આઈ એમ વ્હોટ આઈ એમ...
પણ હું સહમત નથી. મારે આવા રહેવું નથી, એટલિસ્ટ હમણાં જેવો છુ, તેવો તો નહિ જ. મને એમ લાગે છે , જાણે, જગત આખાની, વિચારવાની જવાબદારી મારી જ છે. હું વિચારું ઘણું છુ, કરું ઓછું છુ. હું actually,  વિચારોથી ઘેરાયેલો છુ. આટલું વિચારવું પણ સારું નહિ, પણ શું કરૂ,  આદત પડી ગઈ છે. જાણે, હું જે પણ કરું છુ, મનથી નથી કરતો. જેને કોઈ ધ્યેય કે ઉદેશ્ય કે લક્ષ્ય જેવું કાંઈ છે જ નહિ.

આ હકીકત નથી. મારે કાંઈ થવું છે, મારુ એ  મન છે, મને ખબર છે હું કરીશ.. પણ ક્યારે? આજે? કહેવા માટે તો, કહી દીધું, 'આજે'.. પણ ખરેખર, 'આજ' થી બધું શરૂ થાત, તો 'આજે' હું અહીં ના હોત.
'જાગ્યા ત્યારથી સવાર', એમ કહી ને આપણે મન ને મનાવી લઈએ છીએ. પણ જાગ્યા બાદ, બ્રશ કરતા કરતા, બધું જ થૂંકી દઈએ છીએ. પછી, ફરી બીજા દિવસે, 'જાગ્યા ત્યારથી સવાર'

હું સમાજ ના એક એવા વર્ગ ની વાત કરું છું, જે લગભગ મારા જેવા છે,  અથવા જેમનામાં અમુક વાતો મારા જેવી છે. તેઓ સપના તો જુએ છે, સાકાર કરવાની ક્ષમતા પણ છે. બુદ્ધિ છે. એવું નથી કે, સાવ સુસ્ત છે, મહેનત કરે છે, પણ એવા લોકોએ, એટલે કે મારા જેવા લોકોએ વિશ્વાસ, શ્રદ્ધા, સેલ્ફ કોન્ફિડન્સ ગુમાવી દીધો છે. જે માણસ (..........) આટલું મેળવવાને કેપેબલ હતો, એ હવે (...) આટલા થી સંતોષ માને છે, અથવા માનવો પડે છે.
નીકળ્યો તો સાત સમંદર પાર કરવા; મુંબઇ થી ગોળ ફરીને મદ્રાસ પર આવીને અટકી ગયો... કોઈ હસ્યાં, કોઈએ મજાક ઉડાવી... હેસિયત ની બહારનું કામ કરવા ગયો તો..." બહુ બહુ તો સમજદાર વ્યક્તિ કહેશે "જવાદો ને, ટ્રાય તો કરી બિચારાની કેપેસિટી નહિ હોય.. નહિ કરી શક્યો!"  પણ કોઈ જ એમ જઈને પૂછતું નથી  "અરે વિરલા! શું થયું? રસ્તામાં એવું તે શું થયું કે તું તારી મંઝિલ સુધી ના પહોચી શક્યો"   અથવા  "કેમ તે હાર માની લીધી? શું તે હાર માની લીધી? શું તું આગળ ફરી પ્રયત્ન કરીશ કે બસ અહીંજ રહીશ?"   પણ દુનિયા તો  "આવા બધામાં પડાય જ નહિ. હું તો પેલ્લેથી કહેતો હતો સીધે રસ્તે જા. આડું અવળું કાંઈ કર નહિ. જોઈ લીધું.. હવે શું, આના પરથી કાંઈ સમજ્યો કે નહિ.......?

પ્રેશર, પ્રેશર અને પ્રેશર..,મહેણાં, ટોણાં, બકબક..... વ્હાલ કરવાવાળા ક્યાં ખોવાઈ ગયા!? મને હિમ્મત દેવા વાળા આજે ક્યાં છે!? શરૂ શરૂ માં એ ગોતતો રહે છે. નિષ્ફળ પ્રયાસ  કરે છે. સમજી જાય છે, અહીં કોઈ સાંભળવા વાળું  નથી,સમજવા વાળું નથી.. અને જે સમજે છે કાં તો એની પાસે એટલો ટાઈમ નથી કે મારી પડખે ઉભો રહે, મને સાંત્વના દે, હૈયા ધારણા, હૉસલો દે.. કાં તો એ છે મારા જેવા જ કોઈ.....

પછી એ પોતે જ એકલો ફરીથી નિષ્ફળ પ્રયાસ ને સફળ માં પરિવર્તિત કરવા નીકળી પડે છે. આ વખતે સિચુએશન અલગ છે. ખ્વાબ છે પણ પ્રેશર નથી, ઈચ્છા છે પણ એક્સપેક્ટેશન્સ નથી. એક વાર નિષ્ફળતાનો સ્વાદ ચાખી લીધા બાદ કોઈ જ વાતનો ડર નથી. નિષ્ફળ થવાનું દુઃખ નથી, સફળ થવાના આસાર લાગતા નથી. એક અંધ વ્યક્તિ રામ ભરોસે રસ્તો ક્રોસ કરે એમ ચાલી પડે છે. પણ આને તો રામનો પણ ભરોસો નથી, વિશ્વાસ નથી, શ્રદ્ધા ગુમાવી દીધી છે. (વચ્ચે ડીષ્ટર્બ કરૂં છુ.. મેં ક્યાંક તો વાંચ્યું તું)

"જે વ્યક્તિ પૈસા ગુમાવે છે, તે ઘણું જ ગુમાવે છે.
જે વ્યક્તિ મિત્રો ગુમાવે છે, તે ઘણા કરતા વધુ ગુમાવે છે..
પણ, જે વ્યક્તિ શ્રદ્ધા ગુમાવે છે, તે બધુંજ ગુમાવે છે..."

....આને હજું આંખોમાં સપના તો છે પણ એ દરેક સપના ને મૃગજળ ને જોતો હોય એમ શંકાથી જુએ છે, વિચારે છે.. "આ સ્વપ્નો, મેં વિચારેલું, ધારેલું બધું મૃગજળ તો નથી ને?"
પણ એક વાર સમુદ્રના ખારા પાણી જેવો અનુભવ થઈ ગયા બાદ મૃગજળથી શેનું ડરવાનું.. ચાલશું, ખુબ ચાલશું, ઝિંદગીભર ચાલશું સ્વપ્નો સુધી પહોંચવા.. એમાં પણ વિશ્વાસ નથી. કદાચ મૃગજળ પણ હોઈ શકે. એટલે માઇન્ડને અને દિલને એવીરીતે જ તૈયાર કરી દે છે કે જે થશે જોયું જવાશે. મારા સ્વપ્નો સાકાર થશે તો મારી મહેનતે અને જો નહિ થાય તો આ વખતે એટલિસ્ટ સંભળાવવા વાળા તો નહિ હોય. શું થયું કોઈ પૂછશે નહિ એટલું જ ને.. અને કોઈને મારે કહેવુંએ નથી...
હવે નવા નવા સંબંધો બાંધવા નથી.
મારે તૂટેલા ધાગાઓ સાંધવા નથી..
હૈયું વિવશ કરે એવું વ્હાલ નથી...
ભલે હૈયું આ રણ, પણ ઝાંઝવા નથી....
મારે મૃગજળથી લોચનને માંજવા નથી.....

બીજીવારમાં જે પરિણામ આવે તે, કોઈજ ફર્ક નથી પડતો. માણસનો આત્મા બેકાર બની જાય છે. અથવા હું બેકાર છું, ફુંકટ્યો છું, મારૂં કાંઈ જ મહત્વ કે સ્ટેટ્સ નથી, હું અહીં શું કામ છું, હું હજું એવો જ માણસ છું જે પેહલા હતો -Having Magnitude But No Direction- વ્યક્તિ એવું ફિલ કરવા લાગે છે.
એજ સમાજ, એજ વાતાવરણમાં પાછા આવ્યા બાદ
" હું એક એવો માણસ છું જેને પાર્ટીમાં ઇન્વિટેશન તો મળે...
પણ મારી ગેરહાજરી થી પાર્ટી માના કોઈને કાંઈ ફર્ક ના પડે...."

હજું એ લડે છે પોતાના વજૂદ માટે. હું પણ કાંઈ છુ. બીજીવાર ના પ્રયત્નો નું શું પરિણામ આવ્યું એ હજુએ નથી ખબર.. પણ એટલું પાક્કું છે... સંઘર્ષ ચાલું રહેશે. કદાચ ઝિંદગીએ એને ફાઈનલી  જીવતા શીખવાડી દીધું છે, કાંતો એને ખબર પડી ગઈ છે ઝિંદગી જીવવા માટે છે.
પરંતુ તોએ એને ઝિંદગીથી બહુંજ ઝેરનાં પ્યાલા પીવા પડ્યા, નિષ્ફળતા, દગો, ધોકો, બનાવટી પોતાપણું... બધાજ રૂપે....
પણ નિર્દય સમાજને ક્યાં ખબર છે,  ઝેરનાં ઘૂંટડા પીનાર જ તો, ગાળામાં સાપ લઈને ફરી શકે છે!....
સાચ્ચે જ, બીજીવારના પ્રયત્ન બાદ પણ સંઘર્ષ ચાલુ રહેશે...અને લો, એવું જ થયું.માંડ જિન્દગીની ગાડી પાટે ચડી તી અથવા આસાર લાગ્યાતા હમણાં જ જસ્ટ કે લાઈફ પહેલા કરતા એટલિસ્ટ થોડી બેટર થવા તરફ જઈ રહી છે, ગાડી પાટે તો ચડી ગઈ, પણ ન જાણે કેમ કયા કારણોસર એવો અગન વરસાદ વરસ્યો કે ગાડી નીચેની માટી જ ધોવાઈ ગઈ. ગાડી પાછી ઠપ. આમાં ગાડી નો દોષ નથી, કે નથી પાટાનો. આ તો પાટા ને જકડી રાખતી બેકબોન સમાન સપોર્ટ જ ધોવાઈ ગયો.ખોરવાઈ ગયો.દૂધનો દાઝ્યો છાશ ફુંકીને પીવે..આ યુક્તિ પ્રમાણેજ આ વખતે તકેદારી પણ રાખી, તેમ છતાં છેવટે છાશ ખાટ્ટી નીકળી.


પ્રથમ અનુભવમાં લાઇફની સમજ આવી ગઈ. ઝિંદગીના અદમ્ય રહસ્યો વિષે થેઓરોટિકલ જ્ઞાન પ્રાપ્ત તો થયું પણ બીજીવારના અનુભવે કે નિષ્ફળતાએ એને એટલું સમજાવી દીધું...હજુ કંઈ ખૂટે છે, પહેલાં લાગ્યું ઘણું એક્સપેરીઅઁસ થઈ ગયું.જીવનના માંજા ની ઘૂંચ સમજાઈ. પણ એટલું કાફી નથી. ઘુંચ છે તો તેનો ઉકેલ પણ હશે...હશે શું..છે જ.. પણ એ સોલ્વ કરવા કાંઈ ખૂટે છે. તે શું છે? સત્યની ખોજ હવે વધુ કઠિન લાગે છે. સમજાઈ ગયું છે; સત્યની શોધ કહો કે પછી રૂટ કોઝ ગોતવા માટે મથવાની વાત....છેવટે એ પાછો એજ સવાલ પર આવીને ઉભો રહી ગયો.

ઓલરેડી ઘણુંખરું જોઈ લીધું, શીખી લીધું તો પછી કેમ કોઈ ઉકેલ નથી? મારા માજ કાંઈ ખૂટે છે. હવે થોડું સમજાય છે, ઝિંદગી ના રાહસ્યોનું થિઓરોટિકલ સમજ હવે એકચ્યુલ લાઈફ માં ઈંપ્લીમેન્ટ કરવાનો સમય આવ્યો છે. અને એ માટે મારે જ કાંઈ કરવું પડશે. ઉપર થી નીચે પડતા પોતાને બચાવવા માટે મારે જ મારુ પેરાશૂટ ખોલવું પડશે.કોઈ બીજી વ્યક્તિ સામે ચાલીને તમારો હાથ નહિ  ધરે મદદ માટે તમારી તરફ..સ્વયં.. સ્વયં-ભૂ પણ નહિ.!
લગભગ દર ત્રીજા ચોથા એપિસોડ માં મહાદેવ પોતાનું ગળુ ફાડી ફાડીને એક જ બ્રહ્મજ્ઞાન આત્મસાત કરાવે છે "હું પણ તમારી મદદ નહિ કરી શકું, અનલેસ એન્ડ અન્ટીલ તમે પોતાની માટે કાંઈ કરતા નથી" બી સેલ્ફીશ એટ્લીસ્ટ ફોર યૉર સેલ્ફ. હવે મહાદેવ સિરીઝ ની વાત કરી છે તો હજુ એક વાત કહી દઉં જે ઍકચ્યુલી સ્વયં મહાદેવે કહી છે, જેમા મારા હિસાબે સમસ્ત સંસાર ની ઉલજન સુલજાવવાની ક્ષમતા છે, પણ જો સમજો તો.."શક્તિ ઔર ઉસકે સહી ઉત્તરદાયિત્વ સે હી સમસ્ત સંસાર કા સંતુલન હોતા હૈ." આમા સમસ્ત સંસારની વાત કરી છે, પણ આ જ વાત દરેક ઇન્ડિ વિઝ્યુઅલ ને એટલીજ લાગુ પડે છે.

બેક ટુ દિ પોઇન્ટ, કહેવાનું તાત્પર્ય એજ કે ઇવન ધો તમે બીજીવાર ના પ્રયત્ન માં પણ નિષ્ફળ થયા..આ લેખના નાયક ની જેમ..શું થયું..કરો ફરી પ્રયત્ન..પણ હા..જો આ નિષ્ફળતા ને જસ્ટિફાઇ કરવા માટે તમારી પાસે ઇનફ રિઝન્સ ની લિસ્ટ હશે તો તમે નેક્ષ્ટ ટાઈમ ના પ્રયત્નો માં પણ સો ટકા નિષ્ફળ જશો....!
ઉપરનું વાક્ય થોડું સ્ટરેંજફુલ લાગ્યું ને? પરંતુ આ એટલુંજ સત્ય છે જેટલું "વેનેવર આઈ ફાઇન્ડ દિ કી ટુ સક્સેસ; સમવન ઑલવેઝ ચેન્જીઝ દિ લૉક" આ વાક્ય યુઝલેસ કે મિનીંગલેસ છે. પોતાની નિષ્ફળતાનો અસ્વીકાર; એસ્કેપીઝમ છે...
જષ્ટ રિમેમ્બર, ઇવન ધૉ યૂ હેવ ફાઉન્ડ દિ કી ટુ સક્સેસ એન્ડ ઇફ લોક ઇઝ ચેન્જ્ડ બાઈ સમવન (અકોર્ડિંગ ટુ યુ) ધેન ફાઇન્ડ ધેટ 'સમવન'..સરપ્રાયઝીંગલી યુ વીલ કમ ટુ નો ધેટ સમવન ઇઝ નોવન બટ ઇટ્સ યુ..યોરસેલ્ફ...
યુ આર દિ ઓનલિ પર્સન રિસ્પોન્સિબલ ફોર એની કાઈન્ડ ઓફ સક્સેસ ઓર ફેઇલિયર. સો પ્લીઝ ડૉન્ટ વેસ્ટ યોર વેલ્યુએબલ એનર્જી એન્ડ ટાઈમ ફોર ફાઇન્ડિન્ગ અપ્રોપ્રીએટ રિઝનિંગ વિચ વુડ મે જસ્ટિફાઇ યોર ફેઇલિયર.
તમે પોતાની નિષ્ફળતા નો સ્વીકાર કરવા તૈયાર નથી તો સફળતાની તૈયારી શું ખાક કરી શકશો..! બીજીવાર ની નિષ્ફળતા મા પણ થોડી તો સફળતા હશે જ..છે જ.. કમ સે કમ પ્રિવીએસ ની નિષ્ફળતા ને તો સફળતા મા કન્વર્ટ કરી જ હશે. અને એમાં આવેલા નવા ચેલેનજીઝ મા નિષ્ફળ ગયા. કાંઈ વાંધો નહિ..બેટર લક નેક્સ્ટ ટાઈમ.
પણ હા..એક વાત નોંધનીય છે કે હતાશાનું પ્રમાણ ઓછું છે.આ વખતે એનો ખભો સમય ની સાથે એવો તો મજબૂત થઇ ગયો છે કે નવી આવેલી નિષ્ફળતાના ભારને  ઝૂરવી શકે. હવે આ વાત ને 'સફળ થયા' ની દ્રષ્ટિ એ પણ જોઈ શકો..આ પોઝિટિવ થિન્કિંગ ની વાત છે.
હમણાં પણ નિષ્ફળતા મળી છે પાછી, પણ હતાશા નથી.હતાશા નું સ્થાન નિરાશા એ લીધું છે. એકચુઅલી હવે તો એટલા કેપેબલ થઇ જવું જોઈએ કે નિરાશા પણ ન હોવી જોઈએ. પણ શું કરે..નાયક છે થોડો સેન્સીટીવ, સોફ્ટ હાર્ટેડ.. દુનિયા ને જે વાત નાની લાગે એ એના માટે બહુજ અગત્યની કે સિરિયસ મેટર ટાઈપ ની છે. એ કોઈ વાત ને સાઈડ પર મૂકી ને મેઈન વસ્તુ પર ફોકસ નથી કરી શકતો. જે થયું છે એની સાથે કે આસપાસ.. કેવી રીતે અવોઇડ કરી ને કરીઅર પર ફોકસ કરે બીકોઝ બીજી બધી વસ્તુ પણ એના માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. એને એવું નથી આવડતું કે સપના સાકાર કરવાની દોડ મા, બાજુ મા આપણી સાથે ચાલી રહેલા, સાંત્વના દેનારા (કે ન પણ દેનારા) અથવા આપણી ઝિંદગી ના  'એઝ ઇમ્પોર્ટન્ટ એઝ આરસેલ્વઝ'  ને ઇગ્નોર કરી શકે.. એના દુઃખ, પ્રોબ્લેમસ્, એના થકી મળનારી ખુશી, ઉદાસી, ઇરિટેશન, અનફુલફીલ્ડ ઍક્સપેક્ટેશનસ્, અનઍક્સપેક્ટેડ ઉપકાર....., બસ બધું ભૂલી જાય ને ફોકસ કરે લાઈફ ને બેટર ટચ દેવા માટે..અરે લાઈફ ને બેસ્ટ બનાવવી જ છે તો ભાઈ તારા સગાં, શુભ ચિંતક, વ્હાલા..ઇન શોર્ટ વ્હુ કેર્સ ફોર યુ, વ્હુઝ લાઈફ, સમવેર ઑર સમહાઉ ઇઝ  અફેકટેડ બાઈ યુ.. એ તમામની સાથે વિતાવો..એફર્ટ કરો કે એ પર્સન ને ક્યારેય આપણા થી હર્ટ ન થાય..
ટેક કેર ઓફ ધોઝ પર્સન્સ એન્ડ લાઈફ વીલ ટેક કેર ઑફ યુ..!


ચિંતન રાજગોર.




----------------------------------------------------------------------------------------------------------------------------------


ચિંતન રાજગોર , ૨૪ વર્ષનાં છે અને કૅમિક્લ ઍન્જીનીઅર છે.  રિલાયન્સ રિફાઇનરી રિસર્ચ વર્ક , મુંબઇમાં જૉબ કરે છે. 
email id : prachin10@gmail.com 



Share this

39 Responses to "વિચારોનું વાવેતર !!!"

  1. Awesome blog��✌������

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Jabardast blog.. Picture banado ispe

    ReplyDelete
  4. પણ દુનિયા તો "આવા બધામાં પડાય જ નહિ. હું તો પેલ્લેથી કહેતો હતો સીધે રસ્તે જા. આડું અવળું કાંઈ કર નહિ. જોઈ લીધું.. હવે શું, આના પરથી કાંઈ સમજ્યો કે નહિ.......?
    This was the most
    Heart touching lines and yet many more lines or paragraph in the blog touched the heart and connected to the real life story which I have gone through few days back���������� you rocked the blog chintan thanks for writing the blog. God bless you Bhai...����❤️ Keep growing bro..

    ReplyDelete
    Replies
    1. Whether we like it or not, failure is a necessary stepping stone to building our dreams...

      Delete
  5. Dear chintan, Read your article with utter enthusiasm and canr beleive you can write so well.....je jher pive ej gala ma saap lai potani pooja karavi sake!!! such good lines!
    i m sure tu tari try ma aa vakhate kyay nishfal nathi thyo :) all the best and keep up the good work!
    Regards,
    Dwij Dave

    ReplyDelete
  6. Nice written....I thing every one who have dream what to do something is the hero of the story....me too...but...some time it also happen want to do something but what don't know.....which way?...how to?..still trying...
    જો આ નિષ્ફળતા ને જસ્ટિફાઇ કરવા માટે તમારી પાસે ઇનફ રિઝન્સ ની લિસ્ટ હશે તો તમે નેક્ષ્ટ ટાઈમ ના પ્રયત્નો માં પણ સો ટકા નિષ્ફળ જશો....!

    100% sachi vat... totally agree....

    ReplyDelete
    Replies
    1. ઉઠો...જાગો....ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો..stay focused...ભાગના નહીં હૈ, ઋકના ભી નહીં હૈ, બસ ચલતે રેહના હૈ...

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  7. Awesome dostarr...rite magnitude with right direction

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. ઓય મારા ભાઈબંધ.. સાલું કોમેન્ટ કરી તોય એજ...Applied mechanics પર.. આખા આર્ટિકલમાંથી એ શબ્દો ગોતી જ લીધાં...બાજ નજર અને શાર્પ ઓબ્સેરવશન એઝ વેલ...આમજ પાસ થયાં તા કે ફર્સ્ટ યર મા આપણે...

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
  8. જષ્ટ રિમેમ્બર, ઇવન ધૉ યૂ હેવ ફાઉન્ડ દિ કી ટુ સક્સેસ એન્ડ ઇફ લોક ઇઝ ચેન્જ્ડ બાઈ સમવન (અકોર્ડિંગ ટુ યુ) ધેન ફાઇન્ડ ધેટ 'સમવન'..સરપ્રાયઝીંગલી યુ વીલ કમ ટુ નો ધેટ સમવન ઇઝ નોવન બટ ઇટ્સ યુ..યોરસેલ્ફ...

    bingo punch..

    ReplyDelete
    Replies
    1. How about this punch fozia 👇
      👁‍🗨અરીસો ઊંધો જોઇ ને કહે છે " આ કાચ પારદર્શક નથી એટ્લે જ મને કાઈ દેખાતું નથી"..

      Delete
  9. જષ્ટ રિમેમ્બર, ઇવન ધૉ યૂ હેવ ફાઉન્ડ દિ કી ટુ સક્સેસ એન્ડ ઇફ લોક ઇઝ ચેન્જ્ડ બાઈ સમવન (અકોર્ડિંગ ટુ યુ) ધેન ફાઇન્ડ ધેટ 'સમવન'..સરપ્રાયઝીંગલી યુ વીલ કમ ટુ નો ધેટ સમવન ઇઝ નોવન બટ ઇટ્સ યુ..યોરસેલ્ફ...

    bingo punch..

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. Bhai you are one of younger who inspires a lot .. keep growing .. keep writing .. willing and wishing for more articles from your thoughts treasure # I really appreciate

    ReplyDelete
    Replies
    1. Ben, te vachyu bas aema j badhu aavi gyu...n not me..tu che mari strength n inspiration..baki ni sentimental things...ghare...કાઈ તો અંગત રાખ્યે બેન...#શુ કેવું છે તારૂં...

      Delete
  12. Chintan its too good.
    Keep it up.

    ReplyDelete
  13. Chintan its too good.
    Keep it up.

    ReplyDelete
  14. Very nice and inspiring blog by young and dynamic engineer Mr. Chintan Rajgor to whom I know personally.

    Snehal.

    ReplyDelete
    Replies
    1. Thank you very much for taking your precious time to comment my article. I appreciate the effort you have taken for writing back.

      Delete
  15. Very nice and inspiring blog by young and dynamic engineer Mr. Chintan Rajgor to whom I know personally.

    Snehal.

    ReplyDelete
  16. ખુબ પ્રભવશાલી લેખન

    ReplyDelete
  17. ખૂબ ખૂબ આભાર મામા..તમને પ્રભાવશાળી લાગ્યું.. nothing more than this I want...

    ReplyDelete
  18. ભાઈ ચિંતન રાજ્યગૉરને આજના સમયના યુવા ક્રાંતિકારી શૈલીના લેખક તરીકે ઓલખવો જોઇએ
    કારણ કે
    જેમ એક ખેડુ ખેતરમાં એક આમ્બો રોપે તેની માવજત કરી ઉછેરે ત્યાં સુધીમા બે જનરેશન નો સમય વ્યતીત થઈ જાય આ જાડ ફલ આપે ત્યાં સુધીમા 3-4 પેઢી નીકલી જાય
    પરંતુ
    તેના ફલ પછીથી પેઢી દર પેઢી મલતા રહે છે
    ને
    ત્યાં સુધીમા કેટલા બધા ઝાડોનું વાવેતર ને ઉત્પાદનનો લાભ સમાજને પ્રાપ્ત થવાની શરુવાત થઈ ગઈ હોય છે તેમ
    આ તો
    શબ્દોના વાવેતર છે પ્રિય મિત્ર
    ચિંતન ભાઈ
    આશા છે આવનાર સમયમા
    ઉત્તરોત્તર
    ઉત્તમ
    સાહિત્ય આપતા રહેશો
    બાપુજીના અભિનંદન

    ReplyDelete
  19. Ur blog says "Sukoon milta hai do lafz kaagaz par utaar kar, cheekh bhi letaa hun aur aawaz bhi nahi hoti.keep going bro this is just beginning LONG WAY TO GO......

    ReplyDelete
  20. Ur blog says "Sukoon milta hai do lafz kaagaz par utaar kar, cheekh bhi letaa hun aur aawaz bhi nahi hoti.keep going bro this is just beginning LONG WAY TO GO......

    ReplyDelete
  21. ખરા અર્થ મા તુ જ બ્લોગના રૂહ સુધી પોહચી... Thanks for being there for me always...thanks...

    ReplyDelete
  22. ખરા અર્થ મા તુ જ બ્લોગના રૂહ સુધી પોહચી... Thanks for being there for me always...thanks...

    ReplyDelete
  23. I CNT believe Chinu DAT u wrote so much... Keep the good work gng! Well done..cheers mahn:)

    ReplyDelete
  24. Dear chintan, such a very heart touching story nd perfect related for human being..
    I appreciate u mr.Chintan Rajgor
    Stay ethical ,value as well as moral of human being covered by u which things must be learned.
    Person have should to do rather than say person ought to do its cleary defined in yr story..
    Keep it up mr.chintan.
    I hope that yr most wanted dreams will come true..
    All d best👍

    ReplyDelete
  25. Dear chintan,it's just an very heart touching blog....you are very inspiring person......( just remember even though u have found the key to sucess nd if lock is change by someone then find that someone) This lines from your blog it's just an awesome..nd very much affected........keep it up..

    ReplyDelete