હવે ગુજરાતમાં અમુક અમુક જગ્યાએ વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો હજુ ક્યાંક વરસાદ રસ્તામા છે. આહા !! ચોમાસુ આવે એટલે વાતાવરણ જ કૈક અલગ થઈ જાય મસ્ત ઠંડુ , માટીની ખુશ્બુ અને રોમેન્ટિક મિજાજ. બસ આજ ટોપિક પર JVians ગ્રુપમાં ડિસ્કશન થયું કે "વરસાદ આવે ત્યારે તમે શું કરો ? " અને આ રહ્યા બધાના મજેદાર રીપ્લાય.
વરસાદ આવ્યો ... Image Courtesy : Jigar Dave |
Sanket Varma. :
કાળા આકાશમાં આખે આખા ભરેલા વાદળોને વળી એક દિવસ દોડ-પકડ રમવાનું મન થયું.
એક વાદળ પડ્યું પાછળ ને બાકી બધા ભાગમ-ભાગ. વાદળે બહુ દોડ દોડ કર્યું પણ સાલ્લું એકેય વાદળ હાથમાં જ આવે નહિ! ને ત્યાં વાદળને દેખાયું, કે જમણી બાજુ એક વાદળ હાથમાં આવી જાય એવું છે. ને એણે પૂરપાટ દોટ મૂકી એના તરફ, બધું જોર લગાવીને. પણ પેલું વાદળ જરા ચબરાક હતું, ચુસ્ત હતું, એ સટ દઈને ખસી ગયું, ને એની પાછળથી જ મસ્ત મને ચાલી આવતી એક વાદળી સાથે પકડવા આવેલું વાદળ અથડાઈ ગયું!

આકાશમાં જબરો ગડગડાટ થઇ ગયો, વીજળી ય એવી ચમકી ગઈ કે પૃથ્વી પરના લોકો ય પેલા બે વાદળ-વાદળીને જોઈ ગયા! અને બેય અથડાયા તો અથડાયા, માંડ માંડ જાત સંભાળી, પણ વાદળીના હાથમાંથી પાણીના કેટલાય ટીપા આકાશમાંથી સોસરવા નીકળીને જમીન પર પડી ગયા.
ને પૃથ્વી પર વરસાદ આવ્યો!
ને પૃથ્વી પર વરસાદ આવ્યો!
દોસ્તો,
વરસાદ આવે ને આપના જેવા કેટલાય લોકો શબ્દો ઉગાડવા માંડે છે. વરસાદ કદાચ પેનની શાહીની પ્રવાહિતા છે.
વરસાદ આવે ને આપના જેવા કેટલાય લોકો શબ્દો ઉગાડવા માંડે છે. વરસાદ કદાચ પેનની શાહીની પ્રવાહિતા છે.
આ વરસાદની અનુભૂતિ અહીં આપણાં ગ્રુપની જમીન પર રેલાવો.
કવિતા લખો, જોડકણાં લખો, તમને જે ગમે એવું લખો.
બધા પોતપોતાનો વરસાદ લખો.
ચાલો મચી પડો.
------------------------------ ---
Farzana. Sivani :
------------------------------
Farzana. Sivani :
મારો વરસાદ ...
મારો વરસાદ એટલે રોટલી કરતા કરતા, ગરમીમાં શેકાતા શેકાતા અચાનક જ ભીની માટીની ખુશ્બુ આવે ને બાલ્કની તરફ પગ વળે ને શેરીમાં ભરાયેલા પાણીને જોઈને જ બીજું બધું ભુલાઈ જાય.
મારો વરસાદ ....
અગાસીમાં પલાળે મને અને હું આખી નીતરી જાઉં પછી પોતે નીતરે ધીમે ધીમે મારા એક એક અંગ પરથી.
મારો વરસાદ ....
શું કહું હવે હું કે મારો વરસાદ માત્ર વરસતો નથી. મને વહાલ પણ કરે છે એના હળવા હળવા ઝાપટાઓથી. માત્ર મને ભીંજવતો નથી. પોતેય ભીંજાય છે મારો વરસાદ.
મારો વરસાદ એટલે મેઘલી વીજળીના કડાકાવાળી રાત,
મારો વરસાદ એટલે પાણીના રેલમછેલવાળી સવાર,
મારો વરસાદ એટલે ઘટાટોપ વરસતા આભવાળી બપોર,
મારો વરસાદ એટલે નીતરતા છાપરાવાળી ટાઢા ટાઢા પવનને લાવતી સાંજ...
મારો વરસાદ એટલે પાણીના રેલમછેલવાળી સવાર,
મારો વરસાદ એટલે ઘટાટોપ વરસતા આભવાળી બપોર,
મારો વરસાદ એટલે નીતરતા છાપરાવાળી ટાઢા ટાઢા પવનને લાવતી સાંજ...
મારો વરસાદ. એ જે હું માણું....
અને ક્યારેક તો કોઈ વાર્તા જાણે.
એક હતો વરસાદ.
દૂર દૂર વાદળોમાં એનું ઘર,
પવન એનો સાથીદાર અને વીજળીરાણી એની છડીદાર.
ગડગડાટ એનો ઘંટારવ અને છમછમ એની શરણાઈ.
ધરતી એની પ્રેમિકા જે 8-9 મહિના તપ કરે ને ત્યારે આ જિદ્દી પણ બહુ જ વ્હાલુડો વરસાદ સાથીદારોની જાન જોડીને નીકળે પોતાના ઘરેથી.

ખેતરો પર વરસે, નદીઓ પર વરસે, ને બધે જ બધું ખુશખુશાલ કરી મૂકે.
તમને ખબર આ વરસાદ આટલો ભાવ કેમ ખાતો હોય છે ?
કેમ કે એને ખબર છે કે પૃથ્વી માતાનો એ પોતે એક માત્ર જમાઈ છે....
કેમ કે એને ખબર છે કે પૃથ્વી માતાનો એ પોતે એક માત્ર જમાઈ છે....
------------------------------ ---
Naimish Patel :
Naimish Patel :
વરસાદ આવે એટલે ભીની ભીની માટીની ખુશ્બુમાંથી આવતી તું,
વરસાદ એટલે તારી સાથે કરેલી લોન્ગ drive...
વરસાદ એટલે નિરાકાર જિંદગીમાં તારી સાથે વિતાવેલ એકાકાર ક્ષણો,
વરસાદ એટલે એક બીજાનો હાથોમાં હાથ અને શહેરની ગલીઓ,
વરસાદ એટલે મારી ચાદરની સોડમાં લપાઈને મને ભીંજવતી તું,
વરસાદ એટલે એક હાથમાં ગરમ કોફી અને બીજી બાજુ તરબતર ભીંજવતી તું,
વરસાદ એટલે જેમ વાદળોમાંથી ક્યારેક દેખાતો ચાંદ એમ દિવસોની પ્રતીક્ષા પછી મારા બર્થડે પર આવતો તારો સરપ્રાઈઝ કોલ,

વરસાદ એટલે બસ તું અને હું.
------------------------------ ---
Swati paun :
Swati paun :
વરસાદ એટલે ભીની માટીની મહેક,
ગમતા મસ્ત સોન્ગ્સ, ભીંજાવું, મસ્તી, સ્કૂલ ડેય્ઝની યાદો,
જયસરના લવલી મસ્ત આર્ટિકલ,
મમ્મીએ બનાવેલ ઢોકળીનું શાક,
Dad સાથે સ્કૂટી સવારીમાં કરેલી રાઇડ્ઝ,
કાવ્યાનો મારા હાથમાં નાનકડો હાથ,
દોસ્ત ભગવાનની ભેટસોગાત,
અને મારા ડિયરેસ્ટ વરનો સાદ.

------------------------------ --
Foziyaa Irfan :
પહેલો વરસાદ એટલે કાળા ડિબાંગ વાદળાઓના અંધકારમાં ઘટાટોપ વૃક્ષોનું સૌંદર્ય નિહાળવું,
બાલ્કનીમાં ઉભા ઉભા માટીની ભીની સોડમ શ્વાશમાં ભરી તરબતર થઈ જવું.
પવનના ઝાપટાઓમાં વાળનું વિખાવું,
ટપ-ટપ શરૂ થતા સૂકી આંખોમાં ઉતરી આવતી ભીનાશ,
બહારથી આવતો બાળકોનો હો.... કરતો અવાજ.
બાલ્કનીમાં ઉભા ઉભા માટીની ભીની સોડમ શ્વાશમાં ભરી તરબતર થઈ જવું.
પવનના ઝાપટાઓમાં વાળનું વિખાવું,
ટપ-ટપ શરૂ થતા સૂકી આંખોમાં ઉતરી આવતી ભીનાશ,
બહારથી આવતો બાળકોનો હો.... કરતો અવાજ.
પહેલો વરસાદ એટલે મારી પેન્ડરાઈવમાં વરસાદી સોન્ગ્સનું ફોલ્ડર,
ઉકળતી ચામાં પડતા આદુ ફુદીનાની મહેક અને એની વરાળમાં ઉભરાતું એક પ્રતિબિંબ.
ઉકળતી ચામાં પડતા આદુ ફુદીનાની મહેક અને એની વરાળમાં ઉભરાતું એક પ્રતિબિંબ.
પહેલો વરસાદ એટલે ટોવેલનું બાથરૂમમાંથી ઘરના દરવાજા પરનું ટ્રાન્સફર,
સુરતના પાવરકટમા લેવાતું કેન્ડલ લાઈટ ડિનર,
લોન્ગ drive અને ભજીયાની જયાફત,
મારા બાળકો સાથે બાળક બની નાચવું,
પાણી ભરેલા ખાબોચિયામાં મારી એક્ટિવાનું જાણી જોઈને સરકવુ.
સુરતના પાવરકટમા લેવાતું કેન્ડલ લાઈટ ડિનર,
લોન્ગ drive અને ભજીયાની જયાફત,
મારા બાળકો સાથે બાળક બની નાચવું,
પાણી ભરેલા ખાબોચિયામાં મારી એક્ટિવાનું જાણી જોઈને સરકવુ.
કાળઝાળ ગરમી પછી મહેસુસ થતી ટાઢક,
રાતે થતા ગડગડાટને ચમકારાનો રોમાંચ,
આખી રાત મન મૂકીને વરસ્યા પછી સવારે ઉઠવાની થતી આળસ.
રાતે થતા ગડગડાટને ચમકારાનો રોમાંચ,
આખી રાત મન મૂકીને વરસ્યા પછી સવારે ઉઠવાની થતી આળસ.
------------------------------ --
hardik vyas:
વરસાદ આવ્યો...
વરસાદ આવે અને એ સાથેજ....
વરસાદ આવે અને એ સાથેજ....
એક ચાતકના મહિનાઓના નિર્જળા ઉપવાસ પછી પારણા થાય, મોર પોતાના પીંછાઓને ભેજથી મલ્ટીકલર રંગીને તૈયાર રાખે અને સ્વરપેટીને સર્વિસ કરીને ગહેંકવામાટે તૈયાર કરે, દેડકાઓ ગળું ફુલાવીને સ્વયંવરની તૈયારી કરે...
જગતનો તાત ખેડીને રાખેલી જમીનમાં પોતાના બીજ રોપે, અનેક ગર્ભ ધારણ કરેલી ધરતી લીલી છમ્મ ઓઢણી ઓઢીને 'સારા દિવસો'નો ઉત્સવ મનાવે..
અનેક કાગળો એક સાથે ઉડે. કોઈ ગુડ્ડુના હાથમાં તો કોઈ ગુડ્ડીના, કોઈ લાલાના હાથમાં તો કોઈ ઢીંગલના.. હોડી બનીને તરવા માટે...
સંકેત નામનો એક ધૂની માણસ વાદળોને પકડા-પકડી રમાડે, ક્યાંક કોઈ બાળક કુણાલમામા સાથે વરસાદમાં ભીંજાવા જાતે બનાવેલી હોડી લઈને હડી કાઢે..
ક્યાંક સ્કૂલમાં આવ રે વરસાદનો સાદ પડે, ક્યાંક ઘેબરીયો પરસાદ વહેંચાય, ક્યાક ઊની ઊની રોટલી ચૂલા પરથી ઊતરે, ક્યાંક કારેલાંનું શાક થાય...
ત્યારે...
ચાની કીટલીએ ભાઈબંધોની મહેફિલ જમાવીએ.. ભજીયાંની પાર્ટી થાય..
હું મારા પત્ની અને દીકરા સાથે અગાશીમાં ઊભો રહીને બે હાથ ફેલાવીને વરસાદને ભથમાં ભરી લઉં.. જેટલો આવે એટલો.. સંઘરી લઉં.. બાઇક લઈને વરસાદમાં ન્હાવા જાઉં.. ચાલતી બાઇકે વરસાદની વાંછટ લઉં.. ખાબોચિયામાં પગ બોળીને પાણી ઉડાડું.. અમે ત્રણેય વરસાદમાં રમીએ..
ત્રણેય એકમેક પર વરસીએ.. વરસાદ આવ્યાની વધામણીમાં.

Ankit Sadariya Patel. :
અહીં આમ તો બેંગ્લોર મા બોવ વરસાદ આવે, એટલે એટલું એકસાઈટમેન્ટ ના લાગે પણ મૂળ જીવ તો ગુજરાતી જ ને ! જેવો વરસાદ આવે કે કૈક ગરમ ગરમ ખાવાનું મન થઈ જાય પણ અહીં ગરમ ગરમ ભજીયા બનાવી દે એવી માસી ક્યાં ગોતવા જાવી ! એટલે ચાઈ કે કોફી વિથ સમોસા થી કામ ચલાવવું પડે !
કાલે એમ જ બપોરે વરસાદ આવતો હતો એમાં ભીંજાતા ભીંજાતા બાઈક ચલાવવા નું માં થયું. વિચાર્યું મસ્ત બાઈક ચલાવી ને 2 કિમી દૂર કોફી હાઉસ જૈસ અને ત્યાં કોફી પીતા પી તા ઈ બુક્સ વાંચીશ. અને આ નાહવા ના ચક્કર મા મોબાઈલ અને વોલેટ ખોયા !!
નાનો હતો ત્યારથી જ વરસાદમા સાઇકલ ચલાવવા નો શોખ ! હવે બાઈક લઈ ને નીકળી પડું. મસ્ત ચાઈ પિવ।.. લાઉડ પણ સ્લો મ્યુઝિકે સાંભળું. ઘર યાદ આવી જાય :( પણ અંદર થી કાંઈક અલગ જ આનંદ આવે। ... ઘરે ફોન કરી લવ। .. ગામડે ફોન કરું। .. બસ એમ જ મજા આવ્યા કરે !
------------------------------
Viraj Pandya :
વરસાદ ઇશ્ર્વર એ આપેલી એક બહુજ મસ્ત ભીની ભીની ભેટ. ખબર નહિ કદાચ બધા આવુજ અનુભવતા હોય પણ પણ મને તો કાળા વાદળો જોઈ એક અનેરો આનંદ થઇ જાય છે. લાગે જાણે મારા એકજ માટે આ બધી મોજ કુદરતે મોકલી હોય.
એક સવારે મારા પાપા એ મને આવી ને કીધું એય જલ્દી જાગ અને જો હું જલ્દી થી ઉઠી ને બહાર આવી જોયું તો ધોધમાર વરસાદ. હાજી કઈ વિચારું એ પેલા તો મારા friends આવી ગયા અમે આખું ભાવનગર ફર્યા અને વરસાદ માં નહાયા. હજી આ ક્રમ ચાલુ છે વરસાદ માં પલળી ને ગરમ ગરમ પકોડા કા ઇડલી ખાવા જવાની જ. મને ક્યારેય વરસાદ થી અકળામણ નહી થઇ. હર રોજ આવે તોય મોસ્ટ વેલકમ. બાકી મારી નજરે....

તુષાતુર ધરતી ની વિરહ વેદના નો અંત એટલે વરસાદ.
ખુબ તપાવ્યા પછી ઈશ્વર એ મોકલેલી ઠંડક નો પ્રસાદ એટલે વરસાદ.
કેટલાય દિવસ થી રાહ માં રહેલી ગર્લફ્રેન્ડ ને અચાનક બોય ફ્રેન્ડ મળવા આવવાનો એવો મેસેજ એટલે વરસાદ.
નવા લીલા કુણા કુણા પાન નો જ્ન્મ એટલે વરસાદ.
નવા લીલા કુણા કુણા પાન નો જ્ન્મ એટલે વરસાદ.
ગરમી માં અકલાયેલા કપલ્સ ની મોસમ એટલે વરસાદ.
ચાની ચૂસકી અને ભીંજાયેલું શરીર એટલે વરસાદ..
ચાની ચૂસકી અને ભીંજાયેલું શરીર એટલે વરસાદ..
એક્ટિવા લઇ આખા ગામ માં રખડવું
એટલે વરસાદ.
અચાનક જ તમારા જેવા સારા મિત્રો નું મળી જવું એ વરસાદ.
--------------------------------------------------
Kunal Joshi :
આવરે વરસાદ ઢેબરીઓ પરસાદ
મારો વરસાદ એટલે હજુ પણ.. એજ
કાગળ ની હોડી ને મારો ભાણીયો
મારો વરસાદ એટલે હજુ પણ.. એજ
હજુ પણ મમ્મી ની બૂમો કે કેટલા કપડાં પલાડીશ..
મારો વરસાદ એટલે હજુ પણ.. એજ
છાપરા ની પરનાળ માંથી પડતા ધધુડા નીચે નાહવું
મારો વરસાદ એટલે હજુ પણ.. એજ
મિત્રો સાથે વરસતા વરસાદ આ મક્કાઈ ડોડો ખાવો
ઓફીસ જવાની તૈયારી કરીને બાઇક ચાલુ કર્યું ને ..
બસ એ ધોધમાર વરસ્યો ...
નવા કપડાં પેરી ને ફંકસન માં જવા નીકળ્યા અને..
બસ એ ધોધમાર વરસ્યો ...
છાપરા ની પરનાળ રીપેર કરાવી ને ત્યાં તો ...
બસ એ ધોધમાર વરસ્યો ...
ધાબુ ધોવની વાત ચાલતી હતી ને મમ્મી ખુશી થી બોલી જો..
એ ધોધમાર વરસ્યો ...
ખેડૂત ની વાવણી હજુ બસ પતિ જ હશે ને ...
બસ એ ધોધમાર વરસ્યો ...
પરસેવે રેબઝેબ લારીવાળો ગરમી ને કોશતો હતો ને...
બસ એ ધોધમાર વરસ્યો ...
નાના બાળક નું મન સ્કુલ જવા માટે તૈયાર નતું ને ..
બસ એ ધોધમાર વરસ્યો ...
પેલી છોકરી એના ટેન થઇ ગયેલા ચહેરા ની ચિન્તા કરતી હતી ને..
બસ એ ધોધમાર વરસ્યો ...
બહાર રમતા નાના ભુલકા ઓ ની કીકીયારી સાંભળી ને બારી ખોલી ને..
બસ એ ધોધમાર વરસ્યો ...
એ વીજળી ના ચમકારા ના ડર ના મારે મને ભેટી પડી ને..
બસ એ ધોધમાર વરસ્યો ...
રસોડા માં બનતા ગરમા ગરમ દાળવડા ની સોડમ હજુ તો નાક સુધી પોચી ને..
બસ એ ધોધમાર વરસ્યો ...
હજુ તો કોર્પોરેશને ખોદેલા ખાડા ભરાતા હતા ને ...
બસ એ ધોધમાર વરસ્યો ...
બાલ્કની માં બેસી ને હજુ તો ચાહ ની પેલી ચુસ્કી મારી ને...
બસ એ ધોધમાર વરસ્યો ...
પ્રિયતમા એ લોન્ગ ડ્રાઇવ પર જવાની ચાહના કરી ને...
બસ એ ધોધમાર વરસ્યો ...
એ દારૂડિયા એ હજુ તો પેલ્લો પેગ બનાવ્યો ને..
બસ એ ધોધમાર વરસ્યો ...
------------------------------
Chitar Odharia :
ધોધમાર વરસાદ મહીં ભીંજાયા કરવું,છલકાવાની મૌસમ છે છલકાયા કરવું...
ઉપરોક્ત પંક્તિની જેમ વરસાદ એ મારા મનની લાગણીના ઉમળકાને ઉભરાવે છે...
વરસાદી વાદળામાં અલગ અલગ આકારો શોધી કાઢવાની મજા જ કઈંક અલગ છે...
વરસાદમાં બિંદાસ નાહવું અને પલળતા પલળતા સંસ્કાર મંડળના ગરમાગરમ પાઉં પકોડા ખાવાની તક કેમ જતી કરી શકાય...
ટૂંકમાં એયને મોજથી વાલીડાને આવકારો અને જલસો કરો...
--------------------------
તો વાંચક મિત્રો તમે પણ કમેન્ટ કરી જ દ્યો " તમે વરસાદ આવે ત્યારે શું કરો હા ? "
'Pakoda' etle 'bhajiya'
ReplyDelete-Saurashtravasi o ni lagani NE man aapine...
Can anyone add in this group i want to join this group
ReplyDeleteબાકી વરસાદ માટે હુ તો આટલુજ કહીશ
એ મેઘા..!! તુ ઢોળાય તો મુબારક તને ધરતી-ચાતક પણ મારે તો તુ એટલે ઘરની એક બારી ને તારી લાખેણી વાછટ...- હિમ (હિમાંશુ રાસ્તે)