ફાધર, પાપા , પિતાજી , બાપુજી , અબ્બુ , ડેડ આમતો ઘણા શબ્દો છે પણ આ શબ્દોની પાછળ એક જ વ્યક્તિ છે. દરેક ના જીવનમાં પપ્પાનું સ્થાન એક અલગ જ જગ્યા હોઈ છે. પપ્પા વિશે તો જેટલું લખીએ એટલું ઓછું જ પડે. તો આ રહ્યા અમારા JVians મિત્રોના લાગણીશીલ, બધાને સ્પર્શી જાય તેવા શબ્દો -
![]() |
JVians Discussion : Father's Day |
Farzana Sivani ...:
Happy Father's Day 
to all
જ્યારે હું થોડી સમજણી થઇ ત્યારે ડૅડએ મને એક વાર સલાહ -શિખામણ જે ગણો તે , આપતાં કહેલું , " દીકરા , હંમેશા એક વાત યાદ રાખજે .... તારી લાગણીઓ કોઇ એવાં ઇન્સાન પાછળ નહી વેડફતી જેને તારી કોઇ રીતે કદર ના હોય !! "
પણ સમયનું ચક્ર એમ ચાલ્યું કે આ વાત અનુભવે જ સમજી અને શીખી ડૅડની આ દીકરી .... આ સિવાય મને યાદ નથી ક્યારેય કોઇ સલાહો કે માન્યતાઓ ડૅડએ અમારા પર થોપી હોય !!
પિતાની એક જ ઇચ્છા હોય છે કે પોતે આ દુનિયા મુકે એ પહેલાં એનાં સંતાનો બધી રીતે તૈયાર હોય આ સ્વાર્થી દુનિયા સામે ટકવા માટે !!!!
Thank u so much Dad for this beautiful life 
I love You the most
May Allah bless u with Healthy life ... Aameen
I love You the most
May Allah bless u with Healthy life ... Aameen
---------------------------------
Bela shah :
દીકરીઓને મન પપ્પા હંમેશા હીરો હોય, ડીટ્ટો મારા માટે પણ, સોરી મારા માટે તો મારા પપ્પા સુપર હીરો છે. ખૂબજ સોહામણા, સરળ, અને નિખાલસ. દરેકની મદદ કરનારા , કરકસરથી રહીને અમારી ઈચ્છાઓ પૂરી કરનારા. ચોખ્ખાઈના ખૂબજ આગ્રહી. એમનો માઈનસ પોઈન્ટ એક જ કે એ ખૂબ જ કડક હતા.
સિધાન્ત્વાદી અને ખોટું તો જરીકે ના ચલાવી લે. એમના આ સ્વભાવને લીધે અંગ્રેજો જોડે બાખડી પડે અને બસ એ પછી એક department માંથી બીજા deparment માં ટ્રાન્સફર થયા કરે. પ્રમોશન ના મળે. એમના સહકર્મચારીઓ ચાર પૈડા વાળી ગાડીમાં ફરતા થયા અને મારા પપ્પા લ્યુના સુધી જ સીમિત રહ્યા. એમના આ સંઘર્ષમાંથી ઘણું શીખવા મળ્યું.
ઉત્સાહી પણ ઘણા. હું છઠા ધોરણમાં હતી ત્યારે એમણેે કોલેજ ચાલુ કરીને બી. કોમ. , એલ એલ બી કર્યું. અત્યારે પપ્પા હયાત નથી પણ એમના આશિષ સદૈવ અમારી સાથે જ છે. એમના પરગજુ સ્વભાવનો લાભ મને મારા કામમાં મળે છે. ભલમનસાઈ અને માણસાઈ ક્યારેય મરી પરવારતી નથી એનું જીવંત અને ઉત્તમ ઉદાહરણ એટલે મારા પપ્પા. ભલે બેંક બેલેન્સ ના વધાર્યું પણ માણસાઈ ખૂબ કમાવી. ખરા અર્થમાં "મોટો માણસ".

જયારે એ મને કહેતા કે આ તો મારો દીકરો છે દીકરો, ત્યારે શેર લોહી ચડી જતું મને. એમનું સંતાન હોવાનું ગૌરવ છે. એમના વિષે જેટલું બોલું, લખું એટલું ઓછુ જ છે મારા માટે. હું જે કંઈ પણ છું તે એમને આભારી જ છે. આજે પણ એમની સાથે રાત્રે વાત કરીને સુવાનો નિયમ અકબંધ છે.
I love my Papa.
Happy father's day friends. 
---------------------------------
Hardik vyas:
મેં ભગવાનને નથી જોયાં, પણ મને ધરતી પર લઈ આવનાર મા-બાપ ભગવાન કરતાં ઓછા નથી.
મારા પપ્પા... શિસ્તનાં અત્યંત આગ્રહી અને એમને બધું વ્યવસ્થિત જ જોઈએ. ત્યાં સુધી કે ટેબલ પર પડેલાં કાગળ, છાપા, પુસ્તકો વગેરે એને વ્યવસ્થિત અને કાટખૂણે ગોઠવેલું જ જોઈએ. સ્વભાવે કડક. પણ એમની કડકાઈ હંમેશા મારા ઘુઘવતાં દરિયા જેવા ઉત્સાહને બે કાંઠે બાંધીને એક દિશા આપે છે.
કસ્ટમ્સ જેવા ડિપાર્ટમેન્ટમાં હોવાનાં કારણે મને એમનો સમય વધારે નથી મળ્યો. પણ મને આંગળી પકડીને ચાલતા મમ્મીએ શીખવ્યું હોય, તો મને દોડતાં, પડતાં અને પડીને ઊભા થતાં પપ્પાએ શીખવ્યું છે.
અને કોઈપણ સમયે.. કોઈપણ મુસીબતમાં.. રામબાણ જેવા એનાં પાંચ અક્ષર "મૂંઝાતો નહિં". આ પાંચ અક્ષર પર હું દુનિયા તરી જાઉં.
અંતે હું હમેશા કહું છું એ..
"મારા પપ્પા દુનિયાનાં સર્વ શ્રેષ્ઠ પપ્પા છે. દુનિયાનાં બીજા બધા પપ્પાઓની જેમ જ."
"મારા પપ્પા દુનિયાનાં સર્વ શ્રેષ્ઠ પપ્પા છે. દુનિયાનાં બીજા બધા પપ્પાઓની જેમ જ."
---------------------------------
Maulik Pandya :
સવારથી અને આમ તો થોડા દિવસ અગાઉ 'ફાધર્સ ડે'ની ચર્ચા ચાલી ત્યારથી વિચારતો હતો કે કંઈક લખું અને હૃદયની ઊર્મિઓ શબ્દોમાં ઠાલવું, પરંતુ..
અમુક લાગણીઓ વર્ણવવા મારી પાસે શબ્દો નથી.. આમ તો બહુ બોલકો અને દરેક વિષયમાં ડહાપણ ડોળતો હું.. આ લાગણીની ભીનાશને ક્યારેય શબ્દોમાં ન વર્ણવી શકવાનો અને સતત ઝઝૂમવાનો વારસો જેના તરફથી મળ્યો એ પપ્પા માટે આજ આટલું જ.. ફરી કોઈ દિવસે ચોકકસ પણ આજ વધુ નહીં લખી શકું.. ક્ષમા..
Happy Father's Day to all the silent Warriors in the world..
0 Comment to "JVians Discussion : Father's Day"
Post a Comment