"આવી ગરમી તો ક્યારેય નથી પડી યાર...."
~ અંકિત સાદરીયા
~ અંકિત સાદરીયા
ઉનાળો આપની ફેવરીટ ઋતુ (અપશબ્દો નહિ બકા!!). હા ઉનાળા ને લોકો જોવે જ ખરાબ નજર થી છે. ચોમાસા ને પ્રેમ ની ઋતુ અને શિયાળા ને રોમાન્સ ની ઋતુ બનાવી દીધી છે તો પછી ઉનાળા નાં ભાગમાં કાઈ નહિ ? આમાં ઉનાળો બીચારો ડિપ્રેસ જ થઇ જાય ને. ઉનાળા ની હાલત એ ક્લાસ ના ઠોઠ ગણાતા વિદ્યાર્થી જેવી છે જેને જોઈ ને જ સાહેબ વગર કારણે મારવા માંડે. ઉનાળો હજુ તો સરખો ચાલુ પણ નાં થયો હોઈ કે , "જો તો કેવી ગરમી પડે છે , આવી ગરમી ક્યારેય નથી પડી. હવે વરસાદ આવે તો સારું " બિચારો ઉનાળો આવ્યો એની કાઈ જ ખુશી નહિ ?
તમને નાં ખબર હોઈ તો કહી દવ ઉનાળા પાસે એવું કઈક છે જે બીજી ઋતુઓ પાસે નથી. એક છે સ્કુલ નું વેકેશન કે જયારે બાળપણ યાદ કરો ત્યારે વેકેશન જ યાદ આવે ! ક્યારેય શિયાળા ની ઠંડી માં ઠુંઠવાતા ઠુંઠવાતા સ્કુલે જાતા એ યાદ છે ? વેકેશન એ વેકેશન ભાઈ ! સાચું બાળપણ આને એમાં જ જીવ્યા હોઈએ છીએ. નાં કોઈ ભણવાનું ટેન્શન, નાં કોઈ ટોકવા વાળું , નાં કોઈ કાઈ કહેવા વાળું. એ ને તારે સવારે આરામ થી ઉઠી રમવા ભાગી જવાનું. બપોરે જમી ને પેલા વડલા હેઠે પત્તા કે લખોટીઓ જામી હોઈ. જેવી સાંજ પડે કે પાછા મેદાન માં ! અને રાતે મસ્ત તારોડીયા ગણતા ગણતા સુઈ જવાનું। આવી ફેસીલીટી તમને એકેય ઋતુ માં મળી છે ક્યારેય ?
ઉનાળા પાસે બીજી વસ્તુ હોઈ તો એ છે ફળો નો રાજા , સમ્રાટ - એ - શહેનશાહ "ધી મેંગો". કેરી નામ લેતા જ મોઢા માં પાણી નો આવે તો તમારું જીવતર ધૂળ કહેવાય.રોજ બપોરે ઠંડો મસ્ત કેરી નો રસ તમને કઈ ઋતુ માં મળે ? ખાલી કેરી જ થોડી છે , લાલ ચટાક તરબૂચ , મીઠી મીઠી શક્કર ટેટી મોઢું આખું પાણી થી ભરી દ્યે. બહાર થી આવી ને મસ્ત લીંબુ શરબત પીવો એટલે મજા આવી જાય.
હજુ વિરોધીઓ (ઋતુ દ્રોહીઓ ) કહેશે કે અકળાવી નાખે એવી ગરમી પડે એનું શું ? ભાઈ , ગરમી પડે એને જ તો ઉનાળો કહેવાય। શું શીયાળા માં ધ્રુજાવી નાખે એવી ઠંડી નથી પડતી ?ચોમાસા માં ગંદકી કરી નાખે એવો કાદવ નથી થતો ? આ તો ઉનાળો છે જ બિચારો ઠોઠ નિશાળીયો , કોઈ નો વાંક હોઈ એ એકલો જ માર ખાય. એ ગરમી પડે છે એટલે તો ઠંડા પીણા ની લીફ્ફત માણો છો , સાંજે પેલા બરફ નાં ગોલાઓ , જ્યુસ , શ્રીખંડ વગેરે ખાવા ની મજા કઈ ઋતુ માં આવે બોલો.
શિયાળા માં લોકો કહેતા હોઈ કે મસ્ત કુણા તડકા માં ચી કે કોફી પીતા પીતા બુક વાંચવાની મજા આવે આવી મજા ઉનાળા માં ક્યાં આવે બોલો ? અરે બકા , બપોરે 1 વાગે મસ્ત ઘર નાં AC માં કે ઘટ વડલા નાં છાંયડે , મસ્ત ઠંડુ લીંબુ શરબત કે આઈસ્ક્રીમ શેઈક ખાતા ખાતા બૂક વાંચી છે ક્યારેય ? ટ્રાય તો કરી જોજો ! ઉનાળા માં મસ્ત તમે 2-3 વાર ન્હાઈ શકો (પાણી બચાવો વાળા આઘા રહો થોડી વાર !) . મસ્ત શર્ટ કાઢી ને ઘર માં આંટા મારી શકો. અને હા એક વાત , છોકરીઓ પણ મસ્ત સેક્સી કપડા માં ઉનાળામાં જ જોવા મળે હો !! અને હા મસ્ત છોકરી ને આપને "હોટ" જ કહીએ કે નહિ ? ઉનાળો એટલે જ "હોટ " છે !
![]() |
ઉનાળા ના વેકેશન ની મોજ |
ફોર માય બકા -
" આ ઉનાળો ભલે ગમે એટલો ગરમ હોઈ
પણ સાચી "હોટ " તો તું જ છે બકા !! "
- અંકિત
(અસ્તવ્યસ્ત by અંકિત સાદરીયા, ૦૯/૦૫/૧૬)
a.sadariya@gmail.com
waaah waah garmi :P
ReplyDeletethanks :)
DeleteVry effective..Have monsoon vishe lakho to jaldi varsaad ave😀😀
ReplyDeletethanks :)
Deletelolzz.
ReplyDeleteસાચી વાત છે, શિયાળો એનું કામ કરે અને ચોમાસું મિજાજ પ્રમાણે વર્તે તો કંઈ વાંધો નહિ પણ ઊનાળો બિચારો કાર્યક્ષેત્રની બહારનું એકેય કામ કરતો નથી તો ય ગાળો ખાય છે. એનો સ્વભાવ જ એવો છે એમાં એ શું કરી શકે! ;-)
એટલે જ હવે વધું ગરમ થાય છે.
મજ્જા આવી હો. હોટ લેખ.
thanks :)
Deleteહાહાહાહાહાહાહા
ReplyDelete.
.
પરંતુ એક બીજી વાત પણ છે.
ઊનાળો એક જ સીઝન એવી છે .. જે પોતાનું કામ શરૂ કરવામાં આળસ નથી રાખતી
.
અને ઘણી વખત તો ગાળો ખાઈને પણ ઓવર ટાઇમ કરે છે..
ha ha ha
DeleteWaah garmi waah, badhi saari saari memories vacation ni j che, amuk kharab pan(exam results)!!! pan garmi e garmi...
ReplyDeletelol
Deleteપરીક્ષામાં જો ઉનાળાનો નિબંધ પૂછાય તો આ લખી નાખવાનું. રીયલી ખૂબ જ સુંદર પોસ્ટ. ઉનાળાને મોટીવેશનનાં બે શબ્દ પણ નહી ? જેણે ચોમાસાને લાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હોય એ ઉનાળાને આકરો પ્રતિસાદ ?
ReplyDeleteme 10 board ma Unala ni bapor na badle "maa te maa " nibandh lakhyo to ...ane o6a marks aavya ta :D
Delete