She Writes...
by ફરઝાના સિવાણી
18/06/16
Saturday.
18:02 એય તું ,
હા, તું !! હસમાં હો ..
અરે, હા બાબા, જાણું છું કે આજના જમાનામાં કોઇ પત્ર નો લખે , એ ય ને પ્રેમપત્ર.. પણ મને એમ થયું કે મારા ટેરવાંએ તરાસેલાં આ શબ્દો જો તારા ટેરવાંનો સ્પર્શ પામશે તો વરસાદ વરસશે લાગણીનો !! અને તું તો જાણે જ છે કે મને વરસાદ બહુ જ વ્હાલો છે , તારા જેટલો જ ... હ્મ્મ્મ્મ્ તારાથી થોડો ઓછો બસ !!!

એક વાત કહું ?? આજકાલ આભમાં થોડાથોડા વાદળા દેખાઇ રહ્યાં છે અને મારું મન પણ પાણીથી છલોછલ વાદળું બનીને તને ભીંજવી નાખવાં , તરબતર કરી નાખવાં બેચેન થઇ જાય છે.. એમ થાય કે કાશ! હું એ વાદળોની જેમ ઊડી આવું તારી પાસે , હાહા , હૅરી પોટરની ફૅન ખરીને પાછી હું ..

અરે, હા , ઊંઘ પરથી યાદ આવ્યું તને તો અગાસીમાં મસ્ત નીદર આવી જતી હશે ને ?? ઠંડો ઠંડો પવન ને ઉપર આખું ખુલ્લું આસમાન , જોડે મૉબાઇલમાં * FM * નું કોઇ સ્ટેશન ..
એય તું સુવે ત્યારે કેવો લાગે?? બંધ આંખો, ચહેરા પર શાંતિ , હાથ પગની એક ખાસ મુદ્રા, આખી કાએનાતથી બેખબર , બેફીકર .. એમ થાય કે એક આખી રાત મારે મારા ૨ પાંપણોની વચ્ચે ઉજાગરો આંજીને ય તને સુતો જોવો છે , જોયા કરવો છે !!! અને પછી તું પડખું ફેરવે ને ત્યારે હું જુઠ્ઠેજુઠ્ઠે મારી આંખો મીંચી દઇશ નહીંતર તું સાચેસાચું ખીજા પાછો , હુહ !!
અરે , આ જો , તને પ્રેમપત્ર લખવાંમાં ખીચડી દાઝી ગઇ .. ચલ , હવે હું ભાગું હો ને .. સરખું ખાજે અને બાહરના કચરાં નો ખાતો પાછો ...
આવી હમણાં..
તારી વ્હાલી ,
With Love,
From Me .
18/06/16.
" With Love,From Me."
By ફરઝાના સિવાણી
farzanasivaniblog@gmail.com
This comment has been removed by the author.
ReplyDeleteLovable❤❤
ReplyDeleteThnk u ...
ReplyDeleteજયારે પ્રેમી તમારા દિલોદિમાગમાં છવાઈ ગયો હોય ત્યારે વાદળો પોતે એના ચહેરામાં ઢળી જાય!
ReplyDelete"બે આંખમાં ઉજાગરો આંજીને..." આહા. ગમ્યું ગમ્યું.
વેઇટિંગ ફોર "હિસ" રીપ્લાય.
Thnxs Sanket :)
DeleteThis comment has been removed by the author.
DeleteWaah very nice..
ReplyDeleteWaiting for the link of this chain....
vaah mst ...superb ..
ReplyDeleteવાદળો ઘેરાયેલા છે એવા સમયે જ આપનો બ્લોગ વાંચી....હુંય ક્યાંક ખોવાઈ ગયો મેડમ....👌😍😍😍😍touching....બધાને ગમશે બધા ક્યાંક તો ખોવાઈ જસેજ....😁
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete