Showing posts with label હ્યુમર. Show all posts
Showing posts with label હ્યુમર. Show all posts

એવરેજ લોકોની એવરેજ કથા !

એવરેજ લોકોની એવરેજ કથા ! 
~ અંકિત સાદરીયા 

જેક ઓફ ઓલ ટ્રેંડસ , માસ્ટર ઓફ નન

"જેક ઓફ ઓલ ટ્રેંડસ , માસ્ટર ઓફ નન". આ એક ઈંગ્લીશ કહેવત છે જેનો સીધો અર્થ એ છે કે બધી વસ્તુ આવડતી હોઈ, પણ એકેય વસ્તુમાં માસ્ટર ના હોઈ. તમે  કોઈ પણ ક્ષેત્રમાં ટોપ પર ત્યારે જ પહોંચી શકો જયારે તમે જે તે ક્ષેત્રમાં માસ્ટર હોઈ. સચિનનું જ ઉદાહરણ લઈએ તો ક્રિકેટમાં બેસ્ટ. ભણવામાં કે બીજા અનેક ક્ષેત્રોમાં સાવ પાછળ !  જયારે આપણે, થોડુંક ક્રિકેટ આવડે , થોડુંક ચેસ, થોડુંક કેરમ , થોડુંક વોલીબોલ , ભણવામાં પણ એવરેજ, થોડુંઘણું લખતા આવડે. બસ બધે જ આમ "થોડુંઘણું ", માસ્ટર ક્યાંય નહિ. બધે એવરેજ એવરેજ અને એવરેજ જ !  

ના આજ કોઈ મોટિવેશનની  વાત નથી કરવી। ખાલી મારા જેવા  એવરેજ લોકો પર હળવી વાતો કરવી છે. 
કેટલાક લોકો તો એટલા એવરેજ હોઈ કે એવરેજ ની એવરેજ કાઢો તો પણ એવરેજ જ આવે (હા હા !!).  પતે રમવા બેઠા હોઈ તો પણ એવરેજ જ આવે. ક્યારેય કાચી રોન ઉપર એકેય બાજી નો આવે. (!)   બાઈકની એવરેજ પણ "એવરેજ" જ આવે બોલો ! તમને બીમારી પણ એવરેજ આવે, વધુમાં વધુ તાવ કે શરદી! મોબાઈલની બેટરી પણ એવરેજ ચાલે અને નેટની સ્પીડ પણ એવરેજ આવે. ફેસબુકમાં લાઈક પણ એવરેજ આવે અને ટવીટરના ફોલોવર્સ પણ એવરેજ હોઈ. જો તમે ક્રિકેટ રમવા જાવ તો સચિન કે ધોની તો દૂરની વાત રહી , વધુમાં વધુ તમે આકાશ ચોપરા બની શકો (એ કોણ !! ). ધીરુભાઈ અંબાણી કે રતન ટાટા બનવાના સપના જોતા જોતા બિઝનેસ ચાલુ કરો તો માંડ  માંડ ઢંગનું પતરાનું  કારખાનું ખુલે. અમિતાભ કે શાહરુખ જેવો હીરો બનવાના સપના જોઈને બોલીવુડમાં સંઘર્ષ કરવા જઈએ  તો માંડ માંડ ઉદય ચોપરા સુધીનો મેડ પડે. (પછી તમે પ્રોડ્યુસર કે ડાઈરેકટર બનવા જાવ તો પણ ઉદય ચોપરા જ બનો, હા હા હા !). ગમે ત્યાં જાવ , તમને હરાવી શકે એવા ચેમ્પિયન હોઈ જ (કારણ કે તમે બધે "એવરેજ" હોવ ).  

એવરેજ હોવાનો મોટો ફાયદો એ છે કે ગમે તે વિષય પર તમે લોકો ને જ્ઞાન પીરસી  શકો. તમને બધી વસ્તુ , રમતો , આવડતો , શોખ વગેરે પર થોડું ઘણું નોલેજ તો હોઈ જ. લોકો કહેશે કે બીજો ફાયદો કે તમે બધી ગેમ્સ , બધા શોખ એન્જોય કરી શકો. સાવ ખોટી વાત, બધી ગેમ્સ રમી તો શકીયે પણ ખબર હોઈ કે આગળ જાતા  હારવાનું જ છે !!  મને ચેસ આવડે , કેરમ આવડે , ક્રિકેટ આવડે , વિડિઓ બનાવતા આવડે , લખતા આવડે પણ આ બધા ક્ષેત્રમાં પ્રવેશવાની ટ્રાય  કરું એટલે ખબર પડે અહીં તો મોટા મોટા ખેરખાંઓ બેઠા છે. આપણે ખાલી શોખ પૂરતું જ રાખવું પડશે.

મજાની વાત એ છે કે દુનિયાના મોટાભાગના લોકો આવા "એવરેજ" જ છે અને એટલે જ ચેમ્પિયન્સની વેલ્યુ છે. પણ એવરેજ લોકો લાઈફ વધુ સારી રીતે એન્જોય કરતા હોઈ છે. એમને કોઈ એક વસ્તુ માટે ડેડિકેશન દેખાડવું પડતું નથી. કોઈ એક ક્ષેત્રમાં રાત દિવસ એક કરવા પડતા નથી. કોઈ એક વસ્તુથી કંટાળે  તો બીજામાં થોડુંઘણું તો કરી જ શકે. ક્યારેક કોઈ એક વસ્તુ કરતા કરતા ક્યાંક સફળતા મળી જાય તો સારો એવો "ઓલ રાઉન્ડર" બની જાય.  


મગજની માલીકોર મોજ



મગજની માલીકોર મોજ
~હાર્દિક વ્યાસ


આજે મગજની માલીકોર 'મ્યૂઝ'ના બદલે 'મોજ' વસી ગઈ છે. એટલે આ 'હાર્દ' હિટીંગના બદલે ગલીપચી કરવાના મૂડમાં છે. અંકિત ચીંધ્યા માર્ગે આસપાસની ઘટનાઓ કે સમાચારને થોડાં અલગ અંદાજમાં જોઈને ગમ્મત કરવાની કોશિશ છે.

Drawing By Rudra Vyas


હમણા થોડા સમય પહેલાં સમાચારમાં વાંચ્યું હતું, કે ગુજરાત સરકાર ઈન્ટ્રા સ્ટેટ એર કનેક્ટિવિટી માટે વિચાર કરી રહી છે. આ સમાચાર વાંચતાં જ આ કાર્યમાં આવી શકતી અડચણો અને આ સેવા શરૂ થયા બાદનાં સંભવિત દ્રષ્યો વિશે મગજ ગોટે ચડ્યું. (સ્વાભાવિક છે કે મગજ ગોટે જ ચડ્યુ હશે.. વિચારે ચડ્યુ હોય, તો કોઈ વાસ્તવિક-પરિણામ લક્ષી લેખ સર્જાય... આ લેખનું લખાણ મગજ ગોટે ચડ્યું હોવાની સાબિતિ આપે છે.)

સુચના :
1. આ લેખની તમામ વિગત ફાઈનલ એક્ઝામમાં આન્સર શીટમાં લખેલાં જવાબો જેવી કાલ્પનિક છે. એને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.

2. ગુજરાત સરકાર અને સરકારના વિચારાધીન પગલાંનું અમે સન્માન કરીએ છીએ. આ લેખની વાતો માત્ર રમૂજનાં દ્રષ્ટિકોણથી લખેલી છે.

3. આ લેખનો ઉદ્દેશ્ય માત્ર ગમ્મત કરવાનો છે. લાગણી દુભાઈ જતી હોય એમણે પોતાની લાગણીનાં જોખમે વાંચવું. અમારી જવાબદારી રહેશે નહિં. શક્ય હોય તો દિમાગને લૉક & કીમાં રાખીને વાંચવું.

જ્યારે પહેલી વખત ઈન્ટ્રા સ્ટેટ એર કનેક્ટિવિટી વિશે વાંચ્યું, ત્યારે જ દિમાગમાં સવાલ થયો (થાય સવાલ ક્યારેક-ક્યારેક.. એમાં બહુ ચિંતા જેવું નથી.) કે આ યોજનામાં સરકારને કેટલી અડચણોનો સામનો કરવો પડે એમ છે અને એક વખત સેવા શરૂ થઈ જાય પછી કેવાં કેવાં દ્રશ્યો સર્જાઈ શકે છે...

સૌ પહેલાં તો ગુજરાતી પ્રજા વેપારી પ્રજા છે. સરકારી એર કનેક્ટિવિટીની સામે અહીં પ્રાઈવેટ એર ટ્રાવેલ્સ શરૂ થાય, તો હરિફાઈ નડી શકે છે.. અમારે ભાવનગરમાં જ 'જય ખોડિયાર એર ટ્રાવેલ્સ' અને 'ગધેડિયા ટૂર્સ' નામની ખાનગી સેવાઓની વાત સંભળાય છે.

ગુજરાતનાં રસ્તાઓ પર (હા, ભાઈ હવામાં.. બસ ખુશ!!) વિમાન ઉડાડવાનું હોય, તો ડાઈવર (ડ્રાઈવર) અને કલીન્ડર (ક્લીનર અથવા મદદનીશ ડ્રાઈવર) ગુજરાતી જ રાખવા પડે અને એમને કન્ટ્રોલ કરવા માટે હવામાં ટ્રાફિક કન્ટ્રોલ પોઈંટ પણ મૂકવા પડે. માણસોનો પ્રશ્ન નથી. બહુ હવા હોય એવાં માણસો અહીં ઘણા મળશે, પમ્પ મારવાની જ જરૂર હોય છે. એટલા ઉંચે સિગ્નલ કેમ મૂકવા એ પ્રશ્ન છે.

અહીં ગુજરાતમાં 'માવો' વાદીઓનો બહુ ત્રાસ છે. એમને કોઈ પણ વાહનમાં મુસાફરી દરમિયાન બારી ખોલીને માવાની પીચકારી મારવી હોય છે. એ માટે સરકારે કોઈ વ્યવસ્થા કરવી પડશે.

AC નહિં હોય તો ચાલશે પણ અહીંની પ્રજાને વિમાન વિડીયો વાળા જોઈશે.

હવે થોડા દ્રષ્યો જોઈ લઈએ...


1. સ્થળ : ભાવનગર

પતિ : આપણે અમદાવાદ જવાનું છે ને.. હું 'જય ખોડિયાર એર ટ્રાવેલ્સ'ની ટિકિટ લઈ આવ્યો.
પત્ની : કેટલું ભાડું છે?
પતિ : 350 રૂપિયા
પત્ની : ગધેડિયા ટૂર્સ વાળા 300 રૂપિયામાં લઈ જાય છે.
પતિ : જય ખોડિયારનાં વિમાન AC હોય છે. 50 રૂપિયા વધારે અપાય AC મળતું હોય તો.

2. સ્થળ : તમને ઠીક લાગે એ..

ભગો : ગધેડિયા ટૂર્સની ટિકિટ લે જે.
ગગો : કેમ? જય ખોડિયારનાં વિમાન AC હોય છે.
ભગો : એ માવો થૂંકવા માટે બારી ખોલવા નથી દેતા..

3. સ્થળ : રસ્તાની એક હોટલ

GJ 2 ભાઈ 1 : હવ .. ગધેડિયાનોં વિમોનમોં આવ્વુ જ નહિં.
GJ 2 ભાઈ 2 : ચ્યમ લ્યા?
GJ 2 ભાઈ 1 : ચ્યવી હોટલમોં પ્લેન રાખ્યુ શ? ઈ ની બુન ન.. ચ્હા શ ક પોણી એ નહિ હમજોતું..
(GJ 2 = મહેસાણા)

4. સ્થળ : સુરત અને ભરૂચની વચ્ચે

સુરતી પેસેન્જર : બેન@#.. મેં જોઉં છું.. કલ્લાકથી એમ જ ઊભલો છે. ટો ટને કેઉં કે ટુ વિમાન ચલાવટો છે કે બડડગાડું.. હેં.. @#$%
સુરતી ડ્રાઈવર : બેહી રે ની છાનોમાનો @#$%... જોટો નઠી.. નર્મડાનો ટ્રાફિક જામ છે... @#$


"હાર્દ" ટીખળ :

ડ્રાઈવર વિમાનમાં પમ્પથી હવા ભરતો હતો..

કન્ડક્ટર : કેમ હવા ભરો છો? આ વિમાન છે.. હવા ભરવાથી ન ચાલે..
ડ્રાઈવર : અરે.. હવા ભરવાથી ભલભલા માણસ ચાલે છે.. આ તો મશીન છે.. ચાલે જ.. 110% ચાલે..



હાર્દ હિટ્સ : હાર્દિક વ્યાસ - Date : 22/09/2016
e-mail id : haardhits@gmail.com


કસરત ના કરવાના દશ કાયદેસરનાં બહાનાઓ

કસરત ના કરવાના દશ  કાયદેસરનાં બહાનાઓ
~અંકિત સાદરીયા 

આજકાલ બધાને ખબર છે કે આ બેઠાડુ જીવન માં કસરત બહુ જ જરૂરી છે પણ આપણે એટલા આળસુ છીએ કે કસરત ના કરવાના અને બીજા ને ના કરવા દેવાના બહાના ગોતી જ લેતા હોઈએ છીએ. તો આ નીચે નું લિસ્ટ વાંચો (થોડું મજાક માં હો ! )  -

કસરત ના કરવાના 10 કાયદેસરનાં બહાનાઓ
pc  - turner.com

  • વહેલી સવારે કસરત કરો તો જ ફાયદો થાય -
    (મને સવારમાં 5 વાગે ઉઠાડજો હો , જો 5:05 વાગે ઉઠાડો તો ઘડિયાળમાં જોવે "અરે યાર મોડું થઇ ગયું , હવે કાલ  વાત !!" )
  • યાર હમણાં ચા પીધી, ચાઇ પી ને 2 કલાક કસરત ના કરાય
    (ઓલા ખેતરમાં કામ કરતા મજૂરો શું ચા પી ને 2 કલાક આરામ કરતા હશે ? )
  • જમવાની પહેલા અને પછી 2 કલાક કસરત ના કરાય
    (અલ્યા ભાઈ, તું દર 2 કલાકે ખાધા રાખે તો ક્યારે કસરત કરીશ !! )
  • સવારે કસરત કરું તો આખો દિવસ ઓફિસે (કે દુકાને ) થાક લાગે
    (સવારે તું કસરતના નામે અડધો કે એક કિલોમીટર ચાલી આવ તો પણ ઘણું) 
  • પ્રોપર ટ્રેઈનર વગર એકસરસાઈઝ ના કરાય !
    (એક તો તારે 15 મિનિટ થી વધુ એક્સરસાઇઝ કરવી નહિ , 6 પેક બોડી તારાથી બને એમ નથી તો ટ્રેનર ને  તારે શું કરવો છે ? ) 
  • પ્રોપર ડ્રેસ અને સૂઝ વગર કસરત ના કરાય
    (આમાં ને આમાં આખું વર્ષ કસરત કર્યા વગર કાઢી નાખે )
  • યાર એકલા એકલા કસરત કરવાની ના મજા  આવે , કોઈક સાથે આવે તો ચાલુ કરીએ
    ( કસરત તારા માટે છે કોઈને આવવું હોઈ તો આવે અને ભાઈ તારે કસરત કરવાની છે સેક્સ નહિ કે કોઈ જોઈએ ! ) 
  • કસરત કરીએ તો વજન વધે ! -  કસરત કરીએ તો ભૂખ લાગે અને ભૂખ આપણાથી કંટ્રોલ થાઈ  નહિ , એટલે વજન વધે
    ( તાલિયા  ! શું લોજીક છે. જીમ માં ના જા તો કાંઈ નહિ પણ 1-2 કિલોમીટર ચાલ તો ખરી )
  • મારા જેવા પાતળા લોકો ને કસરત ની શું જરૂર ? આમ જે હોઈ એ પણ જતું રયે !
    (કસરત પાતળા થવા માટે જ નો હોઈ ખાલી, સ્ટ્રોંગ બનવા અને સારી હેલ્થ માટે પણ જોઈએ )
  • ટાઈમ જ ક્યાં છે ?
    (આમાં જ ટાઈમ જતો રહેશે ! )
આવા હજુ બહાનાઓ તમને ખબર હોઈ તો કમેન્ટ માં લખો. કસરત કરતા રહો અને હસતા રહો.


અંકિત સાદરીયા
સેક્શન - અસ્તવ્યસ્ત
www.ankitsadariya.in

ફાફડા vs ભજીયા

ફાફડા vs  ભજીયા-અંકિત સાદરીયા 

નાના હતા ત્યારથી જ આવું વિચારતા "અજય દેવગણ અને અક્ષય કુમાર ફાઇટ કરે  તો કોણ પુગે? " કે "હનુમાન અને ભીમમાંથી શક્તિશાળી કોણ ?" , "અર્જુન અને એકલવ્યમાંથી સારો આર્ચર કોણ ? " "વાઘ અને સિંહમાંથી કોણ તાકાતવાળો?" શક્તિમાન અને સ્પાઈડરમેનમા કોણ જીતે? " આવા તો ઘણા સવાલ થતા. આજ આવો જ એક સવાલ "ફાફડા vs  ભજીયા" કોણ વધુ ટેસ્ટી કોણ વધુ ખવાય ?



આમ તો ભજીયા અને ફાફડા બંનેનું કુળ  એક જ ! બંનેનો બેઇઝ ચણાનો લોટ અને તેલ જ. પણ બંને સાવ અલગ, ફાફડા  ઝીરો ફિગર સેક્સી ગર્લ જેવા પાતળા અને લાંબા જ્યારે ભજીયા ક્યૂટ ક્યૂટ ગોળમટોળ બેબી જેવા મજાના. ફાફડા પ્યોર રૂઢિચુસ્ત ફેમિલીવાદી છે કારણ કે એમાં ચણાના લોટ સિવાય કાંઈ મિક્સ થતું નથી. જ્યારે ભજીયા હાઈબ્રીડ છે એમાં ચાણાના લોટ સિવાય ઉમેરવામાં આવતું મેથી ,બટાકા કે મરચા ટેસ્ટ આપે છે.  ફાફડા સવારે ખાવાની મોજ આવે તો ભજીયા સાંજે. 

તમે નહીં માનો પણ ફાફડા મેરિડ છે. મોટાભાગે ફાફડા સાથે જલેબી હોઈ જ , જલેબી કોમ્પ્લિમેન્ટ્રી છે એકલા ફાફડા ફિક્કા લાગે. સંભારો અને મરચા  એ ફાફડાના ભાઈબંધો છે. જ્યારે ચા એ ફાફડાની ગર્લફ્રેન્ડ છે. ભજીયા સિંગલ છે. ભજીયા સાથે અલગ અલગ ચટણીઓ હોઈ છે બધી ચટણીઓ એની ગર્લફ્રેન્ડ છે. આમલીની ચટણી સૌથી ક્લોઝ છે. પણ હા કહી દવ , ભજીયા અને ફાફડા એક જ કુળ  ના છે એટલે બધા એકબીજા ના સબંધીઓ થાય. પણ ફાફડા અને ભજીયાને એકબીજા સાથે બનતું નથી. બેય ક્યારેય એક પ્લેટમા ના જોવા મળે. વળી ભજીયા ભેગા ખવાતી ચટણી વગેરે કાંઈ ફાફડા સાથે ના જોવા મળે. અને ફાફડા ના  સંભારો અને જલેબી પણ ભજીયા સાથે ના બોલે.

આમ જુઓ તો ભજીયા રીચ  છે જ્યારે ફાફડા ગરીબ.ભજીયાની ઉઠકબેઠક રાજમહારાજાના પકવાનો અને મીઠાઈઓ સાથે છે. 32 ભાતના પકવાનોમા પણ ભજીયા હોઈ છે. લાડુ ,પૂરી ,શીરો, ખમણ ઢોકળા, દૂધપાક , ફ્રુટસલાડ  વગેરે મહાનુભાવો સાથે ભજીયા પણ પીરસાય છે. જ્યારે આ બાજુ ફાફડા ગરીબ છે. એ એના ફેમિલી અને ભાઈબંધો સાથે જ સુખી ! ફાફડા, જલેબી, સંભારો, મરચા અને વધુમાં વધુ ચા બસ આટલું જ એનું ગ્રુપ.

પણ કહેવાય છે કે ગરીબ માણસો સીધા અને સરળ હોઈ છે અને લોકો ને વધુ ગમે છે એમ ફાફડા ભજીયા કરતા વધુ ખવાય છે. ફાફડા બારેમાસ સવારે ખવાય છે. રવિવારને તમે ફાફડાવાર કહી શકાય. એમને કોઈ ઋતુ કે કોઈ પ્રસંગ નડતો નથી. મોડી  રાતે પણ ફાફડા ખવાય એ તો બોનસમા. જ્યારે ભજીયા બોવ લિમિટેડ ખવાય. કોઈ પ્રસંગોપાત  મહિનામા એકાદ વખત કે પછી ચોમાસાના પહેલા વરસાદમા. 

તો વાલીડાવ આપણે તો ભજીયા હોઈ કે ખાખરા, ચણાનો લોટ પેટમાં પડવો જોઈએ. (ફાફડા ખાઈને, વરસાદમા ભજીયાને મિસ કરતા કરતા લખાયેલો ગરમ ગરમ આર્ટિકલ )

- અંકિત સાદરીયા
સેક્શન - અસ્તવ્યસ્ત
    

"આવી ગરમી તો ક્યારેય નથી પડી યાર...."


"આવી ગરમી તો ક્યારેય નથી પડી યાર...."
~ અંકિત સાદરીયા 

ઉનાળો આપની ફેવરીટ ઋતુ  (અપશબ્દો નહિ બકા!!). હા ઉનાળા ને લોકો જોવે જ ખરાબ નજર થી છે. ચોમાસા ને પ્રેમ ની ઋતુ અને શિયાળા ને રોમાન્સ ની ઋતુ બનાવી દીધી છે તો પછી ઉનાળા નાં ભાગમાં કાઈ નહિ ? આમાં ઉનાળો બીચારો ડિપ્રેસ જ થઇ જાય ને.  ઉનાળા ની હાલત એ ક્લાસ ના ઠોઠ  ગણાતા વિદ્યાર્થી જેવી છે જેને જોઈ ને જ સાહેબ વગર કારણે  મારવા માંડે. ઉનાળો હજુ તો સરખો ચાલુ પણ નાં થયો હોઈ કે , "જો તો કેવી ગરમી પડે છે , આવી ગરમી ક્યારેય નથી પડી. હવે વરસાદ આવે તો સારું " બિચારો ઉનાળો આવ્યો એની કાઈ જ ખુશી નહિ ?

તમને નાં ખબર હોઈ તો કહી દવ ઉનાળા પાસે એવું કઈક છે જે બીજી ઋતુઓ પાસે નથી. એક છે સ્કુલ નું વેકેશન કે જયારે બાળપણ યાદ કરો ત્યારે વેકેશન જ યાદ આવે ! ક્યારેય શિયાળા ની ઠંડી માં ઠુંઠવાતા  ઠુંઠવાતા  સ્કુલે જાતા એ યાદ છે ? વેકેશન એ વેકેશન ભાઈ ! સાચું બાળપણ આને એમાં જ જીવ્યા હોઈએ છીએ. નાં કોઈ ભણવાનું ટેન્શન, નાં કોઈ ટોકવા વાળું , નાં કોઈ કાઈ કહેવા વાળું. એ ને તારે સવારે આરામ થી ઉઠી રમવા ભાગી જવાનું. બપોરે જમી ને પેલા વડલા હેઠે પત્તા કે લખોટીઓ જામી હોઈ. જેવી સાંજ પડે કે પાછા મેદાન માં ! અને રાતે મસ્ત તારોડીયા ગણતા ગણતા સુઈ જવાનું। આવી ફેસીલીટી તમને એકેય ઋતુ માં મળી છે ક્યારેય ?

ઉનાળા પાસે બીજી વસ્તુ હોઈ તો એ છે ફળો નો રાજા , સમ્રાટ - એ - શહેનશાહ "ધી મેંગો". કેરી નામ લેતા જ મોઢા માં પાણી નો આવે તો તમારું જીવતર ધૂળ કહેવાય.રોજ બપોરે ઠંડો મસ્ત કેરી નો રસ તમને કઈ ઋતુ માં મળે ? ખાલી કેરી જ થોડી છે , લાલ ચટાક  તરબૂચ , મીઠી મીઠી શક્કર ટેટી મોઢું આખું પાણી થી ભરી દ્યે. બહાર થી આવી ને મસ્ત લીંબુ શરબત પીવો એટલે મજા આવી જાય.

હજુ વિરોધીઓ (ઋતુ દ્રોહીઓ ) કહેશે કે અકળાવી નાખે  એવી ગરમી પડે એનું શું ? ભાઈ , ગરમી પડે એને જ તો ઉનાળો કહેવાય। શું શીયાળા માં ધ્રુજાવી નાખે એવી ઠંડી નથી પડતી ?ચોમાસા માં ગંદકી કરી નાખે એવો કાદવ નથી થતો   ? આ તો ઉનાળો છે જ બિચારો ઠોઠ  નિશાળીયો , કોઈ નો વાંક હોઈ એ એકલો જ માર ખાય. એ ગરમી પડે છે એટલે તો ઠંડા પીણા  ની લીફ્ફત માણો  છો , સાંજે પેલા બરફ નાં ગોલાઓ , જ્યુસ ,  શ્રીખંડ વગેરે ખાવા ની મજા કઈ ઋતુ માં આવે બોલો.

શિયાળા માં લોકો કહેતા હોઈ કે મસ્ત કુણા તડકા માં ચી કે કોફી પીતા  પીતા  બુક વાંચવાની મજા આવે આવી મજા ઉનાળા માં ક્યાં આવે બોલો ? અરે બકા , બપોરે 1 વાગે મસ્ત ઘર નાં AC  માં કે ઘટ વડલા નાં છાંયડે , મસ્ત ઠંડુ લીંબુ શરબત કે આઈસ્ક્રીમ શેઈક ખાતા ખાતા બૂક  વાંચી છે ક્યારેય ? ટ્રાય તો કરી જોજો ! ઉનાળા માં મસ્ત તમે 2-3 વાર ન્હાઈ  શકો (પાણી બચાવો વાળા આઘા રહો થોડી વાર !) . મસ્ત શર્ટ  કાઢી ને ઘર માં આંટા મારી શકો. અને હા એક વાત , છોકરીઓ પણ મસ્ત સેક્સી કપડા માં ઉનાળામાં જ જોવા મળે હો !! અને હા મસ્ત છોકરી ને આપને "હોટ" જ કહીએ કે નહિ ? ઉનાળો એટલે જ "હોટ " છે !


ઉનાળા ના વેકેશન ની મોજ
ઉનાળા ના વેકેશન ની મોજ 


વરસાદ નાં બેચાર છાંટા પડ્યા નથી કે , કવિઓ ભૂગર્ભ માના દેડકાની માફક આવી ને કવિતા પર કવિતાઓ ફટકારવા માંડે. શિયાળો આવે ત્યાં હુંફ , રોમાન્સ ની વાતો ઉનાળા ને બિચારા ને કાઈ મોટીવેશન જ નહિ ? ઉનાળા ની   કોઈ વાહ વાહ નહિ , બોવ ઓછી કવિતાઓ. પછી આમાં ઉનાળા ને ખોટું જ લાગે ને , એટલે જ હવે ઉનાળો વધુ "ગરમ " થાય  છે !

ફોર માય બકા -
" આ ઉનાળો ભલે ગમે એટલો ગરમ હોઈ
પણ સાચી "હોટ " તો તું જ છે બકા !! "
- અંકિત 

(અસ્તવ્યસ્ત by અંકિત સાદરીયા, ૦૯/૦૫/૧૬)
a.sadariya@gmail.com