N.E.E.T & CLEAN - આધુનિક માતા-પિતાની વ્યથાકથારૂપ બનેલ શિક્ષણ અને પેરેન્ટીંગ“સા વિદ્યા યા વિમુક્તયે”
-મૌલિક પંડ્યા
વિષ્ણુપુરાણના પ્રસ્તુત શ્લોકનો અર્થ – જે બંધન (કોઇપણ પ્રકારનું હોય શકે) માંથી મુક્તિ અપાવે તે વિદ્યા. આ શ્લોકનો અર્થવિસ્તાર તો લગભગ બધા લોકો વિદ્યાર્થીકાળથી ગોખી લે છે પરંતુ, મોટાભાગના તે અમલમાં આજીવન મૂકી શકતાં નથી. સામાજિક કુરિવાજો, રૂઢિગત (વાસી, તદ્દ્ન ખોટી કે દેખીતી અને સ્વયં સ્પષ્ટ ગેરવાજબી) પરંપરાઓના બોજ તળે સમગ્ર જીવન વીતાવી દે છે. અત્યારના સમયમાં વ્યક્તિના ઘડતર અને ચારિત્ર્ય નિર્માણ (ચોખલિયાઓ માટે પાછી ચારિત્ર્યની વ્યાખ્યા ચામડીના રંગ, કપડાંની લંબાઇ કે ધાર્મિક માન્યતાઓ સંબંધિત હશે, જે
અહીં કોઇ મહત્વ ધરાવતાં નથી, હોં કે!..) માટે સૌથી અગત્યની બાબત હોય તો તે છે- શિક્ષણ..
અહીં શિક્ષણની વાત નીકળતાં જ ‘સમગ્ર વિશ્વમાં ભારતનો ભવ્ય-સુવર્ણ ભૂતકાળ’ અને ‘સોને કી ચીડિયા’ વાળી મનોવૃત્તિના “તારક મહેતા....” ફેઇમ મી.ભીડેના અનુજો ‘હમારે ઝમાનેમેં...’ થી જ ચર્ચા આરંભશે અને Gen-next ને બોર કરશે. (ઉફ્ફ! એક જ વાક્યમાં આટ-આટલા
ઉપમા અને સંદર્ભો..!) અરે સુજ્ઞજનો! ભૂતકાળની એ વાત ગમે તેટલી સારી, સાચી કે અભિભૂત કરનારી હશે પણ હાલના સમયમાં બિલકુલ અપ્રસ્તુત છે. અત્યારે તો એ પેઢી માં-બાપ બની છે કે જે નાનપણથી
Playschool-preschool માં અને ટ્યુશનપ્રથામાં મોટી થઇ છે. મેકોલેથી માંડીને હાલની શિક્ષણપદ્ધતિ અને તેની ખૂબીઓ-ખામીઓ વિશે ફરી ક્યારેક નિરાંતે વાત માંડીશુ.
પરંતુ, હાલ મારું ધ્યાન જે બાબતે ખેંચ્યું (અને બ્લોગલેખનના પ્રથમ પ્રયાસમાં આટલો ભારે ભરખમ વિષય પસંદ કરવા મજબૂર કર્યો જે આત્મઘાતીપગલું સાબિત થઇ શકે હોં
કે..!) હોય તો એ છે N.E.E.T. (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ). તેનો ટૂંકો ઇતિહાસ જોઇએ તો ૨૦૧૨માં UPA સરકારના સમયગાળામાં મેડીકલ (M.B.B.S. અને B.D.S.)માં વિદ્યાર્થીઓને સમગ્ર દેશમાં એક સમાન ધારાધોરણો વાળી એક જ પરીક્ષા દ્વારા તમામ સરકારી, ખાનગી મેડીકલ કોલેજોમાં પ્રવેશ આપવાનો ઉમદા હેતુ તેની પાછળ હતો. તેની સામે ખરેખરા અર્થમાં આડખીલી કોઇ હોય તો એ બધાં રાજ્યોમાં અલગ અલગ અભ્યાસક્રમો તથા સ્થાનિક ભાષામાં અપાતું શિક્ષણ હતું. આ સિવાય ખાનગી કોલેજ સંચાલકોએ પોતાની મનમાની ફી તથા મેનેજમેન્ટ અને અન્ય ક્વોટાના રૂપકડાં નામે ઉઘરાવાતી ફી ગુમાવવાના ડરથી તથા લઘુમતિ હિતોના રક્ષણના નામે રાજનીતિ કરનારી અને અનામતના નામે અરાજકતા ફેલાવી રોટલા શેકનારી કહેવાતી બૌદ્ધિકોની જમાતએ મળીને N.E.E.T નહિં યોજાવા દેવા સબબ ચુકાદો મેળવી લીધો. આમ છતાં ઊજળી બાજુ એ હતી કે આ સારો વિચાર સરકાર બદલાવા સાથે બદલાયો નહિં અને ૨૦૧૬માં આખરે N.E.E.T-PG કે જે અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ માટે લેવાતી હતી તેની જેમ જ N.E.E.T-UG જે સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે લેવા ફરી માળખું ઘડાયું. વર્ષો બાદ પણ સમસ્યાઓ અને વિરોધ એના એ જ રહ્યા. કાયદાકીય રીતે અનેક ગુંચવાડાઓ બાદ ૧લી મે ના રોજ N.E.E.T-1 લેવાઇ (MCI = મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા લેવાયેલ AIPMT = ઓલ ઇન્ડીયા પ્રિ-મેડીકલ ટેસ્ટએ જ..) અને અનેક અવરોધો અને અસમંજસને લીધે ફક્ત જે વિદ્યાર્થીઓ પહેલા તબક્કામાં આ પરીક્ષા ના આપી શક્યા તેમના માટે MCI N.E.E.T-2
નું આયોજન આ વર્ષ પૂરતું કરાશે. એ સિવાય રાજ્યો અને ખાનગી કોલેજ સંચાલકોના વિરોધને શમાવવા ભારત સરકારે જાહેરનામું બહાર પાડી આ વર્ષ પૂરતી રાજ્યો અને ખાનગી કોલેજ સંચાલકોને પોતાની અલગ એન્ટ્રેન્સ ટેસ્ટ મારફત એડમિશનની છૂટ આપી છે.
(કદાચ આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેમ કે,
આ વિરોધમાં સામેલ થયેલા મોટાભાગના વાલીઓ N.E.E.T ના લાભ-ગેરલાભ વિશે કશું જાણતા ન હોવા
છતાં તેમના વિરોધથી સરકાર વિરોધી સૂર બુલંદ બનતો જતો હતો,જો
કે આપણો મુદ્દો બિલકુલ રાજકીય નથી હોં
કે!!!) આવતા વર્ષથી પ્રાદેશિક ભાષાઓમાં N.E.E.T લેવાશે તેમ કહી ફરજિયાત પણ બનાવી છે. આ જ બાબતે મુખ્ય મુદ્દો કે જેણે મારા દિલોદિમાગ પર કબજો લઇ લીધો છે એ છે કે (તમને થશે આટલી લવારી બાદ મુખ્ય મુદ્દો..!?? :D) ગુજરાત સરકારે આ લખાઇ છે ત્યારે સેમેસ્ટર પદ્ધતિ નાબૂદ કરવાની જાણે વિદ્યાર્થીઓ-વાલીઓ પર મોટો ઉપકાર કર્યો હોય તેમ વટભેર જાહેરાત કરી છે પરંતુ, ખુદ શિક્ષકની ભૂમિકા ભજવી ચૂકેલ માન.મુખ્યમંત્રીશ્રી ‘શાળા પ્રવેશોત્સવ’, ‘ગુણોત્સવ’, કન્યાકેળવણીની વિવિધ યોજનાઓ કે ‘મધ્યાહન ભોજન’ છતાં આપણાં રાજ્યના સતત કથળતા શિક્ષણસ્તર પ્રત્યે સબળ અને નક્કર તબક્કાવાર કે આયોજનબદ્ધ પગલાં નથી વિચારી શકતા ત્યારે આ કામ વાલીઓની જવાબદારી થઇ જાય છે. આમ પણ બાળકને સાચું શિક્ષણ આપવાની જેટલી જવાબદારી સરકાર, શિક્ષકો કે શાળાની છે તેનાથી વિશેષ માતા-પિતાની હોય જ છે. નાનપણથી જ મૂલ્યોના સંસ્કારરૂપી સિંચન દ્વારા અને જે શાળાના અભ્યાસક્રમોમાં (ભારતમાં ખાસ) ક્યારેય નથી અપાતુ એવું PRACTICAL LIFE બાબતનું શિક્ષણ અત્યારના સમયમાં માતા-પિતાથી વધુ સારી રીતે તે વળી કોણ સમજાવી-શીખવી શકવાનું? હાલની શિક્ષણ પદ્ધતિની અનેકવિધ સમસ્યાઓ વિશે ખૂબ લખાયું, બોલાયું છે પરંતુ, ખાસ કંઇ અમલમાં મૂકાયું નથી તે હકીકત દીવા જેવી સ્પષ્ટ છે. આથી આ જ પરિસ્થિતિમાં રહીને શકય સુધારા સૂચવવાનો વિનમ્ર પ્રયાસ કરુ છું. (અને એ પણ
મારા લખાણથી જ કોઇ
બહુ મોટી ક્રાંતિ સર્જાશે એવી કોઇ
ફાંકા-ફોજદરી વિના જ હોં
કે..!)
નાનપણથી જ દેખાદેખીમાં કે બીજાની સલાહથી બાળકના અભ્યાસનું માધ્યમ નક્કી ન કરી માં-બાપ પ્રથમ અને પાયાની ભૂલ સુધારી શકે છે. અનેક નિષ્ણાંતોએ ઊંડાણપૂર્વકની ચર્ચા-વિચારણાના અંતે અને સાયન્ટિફિક રિસર્ચ બાદ જે નિષ્કર્ષ તારવ્યો છે, એ અનુભવીઓ અગાઉ અનેક વાર કહી ચૂક્યા છે (આ બાબતમાં પુરોગામીઓથી સહમત!) કે બાળકને ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું. એનાથી બાળકની આંતરિક સૂઝ વિકસે છે અને મનોવૈજ્ઞાનિક ફાયદાઓ પણ છે. આજકાલ social media પર પોતાના બાળપણની વિવિધ મેદાન પરની રમતો, સમૂહ ભાવના કે તેના લીધે આજીવન ટકી રહેલ મિત્રતાના senti મેસેજીસ અને મામાના ઘરે વેકેશનમાં જવાના દિવ્ય આનંદની વાતો કરી હરખઘેલાં થતાં યંગ પેરેન્ટઝ એ ભૂલી જાય છે કે પોતાના કુમળા માનસવાળા ભુલકાંઓને પોતે જ નાનપણથી જ ૫’ કે ૫.૫’ ઇંચની આભાસી દુનિયા તરફ ધકેલે છે. મારા મત મુજબ મુગ્ધાવસ્થા એટલે કે બાળકના ભોળપણની અવસ્થામાં એના પોતાના રસ કે વિશેષ પ્રતિભા સિવાય પરાણે તેને રેસનો ઘોડો બનાવી માતા-પિતા બીજી ગંભીર ભૂલ કરે છે. અનેકવિધ ટી.વી. રિયાલીટી શૉના લિટલ ચેમ્પસની ડાન્સીંગ, સીંગીંગ, એક્ટીંગ, મેમેરી પાવર કે અન્ય સ્પોર્ટ્સને લગતી સ્કીલ્સ જોઇને ભલે લોકો હરખાતાં અને વખાણતાં હોય અને માં-બાપ પણ પોરસાતા હોય પરંતુ, તેનાથી જીવનનો એક જ વાર મળતી નિર્દોષ આનંદની અને પરમ સમાધિથીય દુર્લભ એવી પળો બાળક પાસેથી આપણે ઝૂંટવી લેતા હોઇએ છીએ.
આગળજતાં, ટ્યુશનપ્રથાએ રચેલ માયાજાળમાં બાળકો ફસાય છે. નિ:શંકપણે જે-તે સમયે શિક્ષણનું સ્તર સુધારવામાં મદદરૂપ આ ટ્યુશનપ્રથા હવે માત્ર કમાવાનું સાધન બની ગઇ છે. બહુ જૂજ અપવાદોને બાદ કરતાં હવે ડૉક્ટર્સની જેમ જ વિદ્યાના રખેવાળો જ તેની ઘોર ખોદવા બેઠા છે. આપણે ગ્રેડેશન સિસ્ટમને અધકચરી અપનાવીને આ વ્યવસાયને નાથવાના બદલે N.E.E.T. જેવી અનેક મહત્વની પરીક્ષાનો ખોટો હાઉ ઉભો કરી વધુ વિકરાળ સ્વરૂપ આપ્યું છે. આવી પરીક્ષાઓ માટે ખરેખર જો અભ્યાસક્રમ વ્યવસ્થિત રીતે સમજણપૂર્વક ભણાવાય તો અલગથી કોચીંગની જરૂર જ નથી હોતી. ખાસ કરીને ગુજરાતના વાલીઓ-બાળકો રાષ્ટ્રીય કક્ષાની આવી નામાંકિત કોલેજો કે અભ્યાસક્રમોમાં એડમિશન માટેની પ્રક્રિયાથી કાં તો અજાણ હોય છે અને કાં તો અરસિક! મેડીકલ-ઇજનેરીની ખ્યાતનામ કોલેજોમાં સારી તૈયારી સાથે વટભેર પ્રવેશ મેળવીને લાયકાત સાબિત કરવી તો દૂર પણ એ સિવાયના કોર્સીસમાં તાત્કાલિક ફાયદો પણ નથી દેખાતો એટલે દૂર ભાગે છે વેપારી માનસના ગુજ્જુભાઇઓ..! આ જ કારણથી વિવિધ સવલતો તથા અન્ય રાજ્યોની સરખામણીમાં સંપન્ન ગુજરાતીઓનું સાહસ અને યોગદાન ધંધાના વિકાસ સિવાય સિમીત જ રહ્યું છે. ગુજરાતના સરેરાશ (મોટેભાગે ગુજરાતી માધ્યમના તમામ) વિદ્યાર્થી હંમેશા અંગ્રેજી ભાષાના ભ્રામક દુષ્પ્રચારને કારણે અને અમુક ભેજાંગેપ લોકોની માનસિકતાના કારણે રાષ્ટ્રીય કક્ષાએ જ્ઞાનની કોઇપણ હરીફાઇમાં સમર્થપણે ભાગ નથી લઇ શકતાં એ ગુજરાતની સ્થાપનાના ૫૬ વર્ષે પણ વરવી વાસ્તવિકતા છે.! આ બધાંના પાયામાં બાળકને નાનપણથી જ સ્વયં શિસ્ત, કાયદાનું પાલન, જાત મહેનત અને પ્રચલિત રૂઢિઓ માન્યા વિના પોતાની જાતે ઝઝૂમીને, ભલે વારંવાર નિષ્ફળ જઇને પળ પોતાના રસ્તે લડત આપવાની ખુશી સાથે જીવન પસાર કરવાની કળા નથી શીખવાડી એ છે. જીવનમાં માત્ર પૈસા અને ભૌતિક સુખ-સગવડો જ સર્વસ્વ નથી પરંતુ, યોગ્ય માત્રામાં અર્થોપાર્જન કરવાની સાથોસાથ જિંદગીને ચસોચસ જીવી લેવાની, માણી લેવાની કળા આધુનિક માં-બાપો જ હવેની પેઢીને વારસામાં આપી શકે છે.
મારા અને આપણાં સૌના લાડીલાં જય વસાવડા સરના વ્યાખ્યાનમાં સાંભળેલી વાત રીપીટ કરું તો આજકાલના પેરેન્ટસ સંતાનો વતી અડધી-પોણી જિંદગી જીવી દેતાં હોય છે. (બાય ધ વે, પેરેન્ટીંગના પરફેક્ટ કોચીંગના પર્યાયસમી, પોતાના અનુભવોથી સમૃદ્ધ અને જેનું લે-આઉટ જોયા પછી અભણને {અહીં અસરિક સમજવું હોં કે..!} પણ વાંચવાની ઇચ્છા થાય તેવું JV સરનું પુસ્તક “મમ્મી-પપ્પા” માર્કેટમાં આવી ગયું છે જેની વ્હાલસભર નોંધ સાથે વિરમું છું.)
![]() |
Photo courtesy: bergencounty.com |
(..ક્રમશ:..)
(Views & Comments are welcomed હોં કે!,)
મસ્તમૌલાની બેફિકરી વાતો
#Maulik Pandya (14/06/2016)
pmaulikb@gmail.com
(Views & Comments are welcomed હોં કે!,)
મસ્તમૌલાની બેફિકરી વાતો
#Maulik Pandya (14/06/2016)
pmaulikb@gmail.com
very informative article (y)
ReplyDeleteMast maula Maulik ni asardaar post
ReplyDeleteAabhar Fab Foziyaji.. :-)
DeleteMaulik.... mast infomative
ReplyDeleteWaiting for the remaining part
Thanks.. Yup part-2 coming soon..
DeleteIts reality......ભવિષ્યમાં આવા જ સારા લેખો વાંચવા મળશે આવી આશા છે...બાકી સમાજ માં હવે પેરેન્ટિંગ ના ટ્યુશન કલાસ નો ચાલુ થઇ જાય....��...nice article....all the best....
ReplyDeleteHa ha ha! Thanks dost.. Saru to tame nakki karjo hu satat Mara dilo dimag ne sachu lage evu lakhva prayatnashil rahis..
DeleteSuperb!!!speechless writing!!
ReplyDeleteપહેલાં બોલે જ સિક્સ...પ્રથમ બ્લોગમા જ આટલું સચોટ અને સમજદારીભર્યુ લખાણ વાંચીને ખૂબ જ આનંદ થયો..ભવિષ્યમાં આપના દરેક બ્લોગને વાંચવાનું મન થાય તેવું લખાણ..
Congratulations! !all the best!!
Thanks a lot.. આપની લાગણીઓ સર-આંખો પર! અને ભવિષ્યની માંગણી પર પ્રયત્નશીલ રહીશું..
DeleteSuperb!!!speechless writing!!
ReplyDeleteપહેલાં બોલે જ સિક્સ...પ્રથમ બ્લોગમા જ આટલું સચોટ અને સમજદારીભર્યુ લખાણ વાંચીને ખૂબ જ આનંદ થયો..ભવિષ્યમાં આપના દરેક બ્લોગને વાંચવાનું મન થાય તેવું લખાણ..
Congratulations! !all the best!!
This comment has been removed by the author.
ReplyDeleteNice one Maulik Bhai ���� good work �� continue ����
ReplyDelete