શિયાળો – બાપ રે બાપ ઠંડી તો જોવો!~ અંકિત સાદરીયા
આમ તો બધા શિયાળાના બોવ
વખાણ કરતા હોઈ છે. શિયાળો એટલે બેસ્ટ ઋતુ, તાજા શાકભાજી મળે, આરોગ્ય સારું રહે, કસરત
કરીને શરીર મજબુત બને વગેરે વગેરે.. પણ સાચું કહું તો શિયાળો સહુથી બકવાસ ઋતુ છે.
(શિયાળા પ્રેમી જનતાએ હળવાશથી લેવું)
ન્યુ કપલ માટે તો ઠીક છે પણ
બાકીનાંઓ તો ૨ કે ૩ ધુસા અને ગોદડા ઓઢે તો પણ રાતે નાં મેળ આવે. સાલી ઠંડી ક્યાં
ખૂણેથી ગોદડામાં ઘુસી જાય એ જ નાં સમજાય. કુક્ડું વળીને જેમતેમ કરીને માંડ માંડ ઊંઘ
આવે. અધૂરામાં પૂરું રાત પણ સાલી જલ્દી પડી જાય. રાતે આવી ઠંડીમાં એકલા એકલા
કરવું શું સાલું ! એમાં પણ ક્યારેક તો એવી ઠંડી પડે કે હાર્ડ ધ્રુજાવી નાખી. ગરમી નો
લાગે એટલે પંખા, કુલર એસી વગેરે ઉપાય છે પણ ઠંડી માટે તો સાલું ગોદડા ઓઢવા સીવાય
કાય નાં થાય. (તાપણાનું નામ કોને લીધું ? ઊંઘ માં કેમ તાપવું ? )
![]() |
શિયાળો – બાપ રે બાપ ઠંડી તો જોવો! |
લોકો કહે છે કે શિયાળામાં
કસરત કરવાની મજા આવે, શરીર મજબુત બને. સાવ સાચી વાત કસરત તો ચાલુ થાય અને કસરત
કરીએ તો મજા પણ આવે. પણ સાલું કસરત કરવા માટે સવારે ઉઠવું કેમ? ગમે એમ કરો સવારે
ઊંઘ જ નાં ખુલે અને કદાચ ઊંઘ ઉડી પણ જાય તો પથારીની બહાર નીકળવાનું મન જ નાં થાય!
શિયાળો આવે અને હોંશ હોંશમાં કસરત ચાલુ પણ કરી દઈએ તો પણ એકાદ અઠવાડિયા માં તો
બાળમરણ થઇ જ જાય. ઉલટાનું ભૂખ વધુ લાગે અને અડદિયા ખાઈ ખાઈને વજન ડબલ થઇ જાય. અને પાછો દિવસ ટૂંકો ને રાત લાંબી, આખી રાત આળસુ પાંડાની જેમ પથારીમાં પડ્યા રહેવાનું.
તાજા તાજા શાકભાજી આવે એ સાચું પણ ફળો નું શું? ફળમાં શું આવે ? ચણીયા બોર? (જો કે મને ચણીયા બોવ ભાવે હો! ;) ફળોનો રાજા કેરી તો ઉનાળામાં જ આવે ને. એક તો ઠંડી એવી હોઈ આઇસક્રીમ કે ગોલાની ઉનાળા જેવી મોજ નો આવે. ઠંડાપીણા, લીંબુ શરબત તો છોડો અરે છાસ પણ પીવાનું મન નો થાય. કૈક આડુઅવડું ખાવ તો તરત શરદી થઇ જાય. નાકમાંથી લસ્સી નીકળવાનું ચાલુ થઇ જાય અને આખી દુનિયા ગંદી અને ગોબરી લાગવા માંડે. અને ઉધરસ અને કફ થઇ જાય તો તો સાલી દુનિયા જ એક માયાજાળ લાગવા માંડે.

સૌથી ખરાબ પાર્ટ છોકરીઓના
કપડા! ઉનાળા અને ચોમાસામાં મસ્ત ફૂલઝરની જેમ સેક્સી કપડામાં આંટા મારતી છોકરીઓ
શિયાળો આવતા જ ઢંકાય જાય. નો શોર્ટસ, નો વનપીસ, જીન્સ, જેકેટ અને મફલરમાં
આખી બ્યુટી જ ઢંકાય જાય. અને કદાચ એટલે જ શિયાળામાં ઠંડી વધી જતી હશે!
શિયાળાની સીઝન મને આમ તો ગમે છે પણ સૌથી મોટું દુ:ખ એ થાય કે આ ઋતુમાં આઈસ ક્રીમ ખાવાનો મેળ ના પડે. ખાવાની ઈચ્છા પણ હોય પણ એકલા તો ખવાય નહિ. બીજા ઘરના ને કહીએ તો કહે કે આવા શિયાળામાં આઈસક્રીમ ખવાય ? બિચારા મને આઈસક્રીમના વેપારીની દયા આવે. હું ખાવા જાઉં તો અને બીજા કોક ખાય તો તેનું ઘર ચાલે પણ હવે ચારેક મહિના ઈચ્છા કાબુમાં રાખ્યે જ છૂટકો.
ReplyDeleteha sav sachi vat
Delete