લખતાં પહેલાં , લખતી વખતે અને લખ્યાં બાદ લેખકના, ખાસ કરીને નવું નવું લખતાં થયેલા લેખકના મન અને મષ્તિસ્કમાં ઘણાં બધાં સવાલો , વિડંબણાઓ , પરેશાનીઓ ઉદભવતી હોય છે..
કયારે લખવું , કેવું લખવું , ક્યાં વિષયો પર લખવું , લખાઇ ગયેલું લોકો સુધી પહોંચશે કે નહિં અને લોકોને પસંદ આવશે કે નહિં વગેરે, વગેરે , વગેરે ...
તો આજે એના વિશે થોડી વાત કરીએ , ચલો ....
કયારેક એવું થાય કે ઘણાં બધાં વિચારો એકસામટા મગજમાં આવવા લાગે અને એ સમયે તમે નક્કી જ ના કરી શકો કે લખવાની શરૂઆત કયાંથી કરવી ?? અને કયારેક તદ્દન આનાથી ઊંધુ જ થાય. જાણે કે એકદમ શૂન્યાવકાશ !! કયારેક આ પરીસ્થિતિ અમુક કલાકો પૂરતી હોય તો કયારેક અમુક દીવસો પૂરતી ...
આ તો દરેક લખનાર માટે એક સામાન્ય પરિસ્થિતિ છે. એને નાથવાની પણ બહુ સરળ રીત છે. હંમેશા એક નાનકડું નોટપેડ હાથવગું રાખવું. જ્યારે પણ કોઈ આઈડિયા, વિચાર, સજેશન કે સોલ્યુશનનો મગજમાં ચમકારો થાય ત્યારે એ નોટપેડમાં તુરંત ઠપકારી દેવું. તે સમયે કોઈ મહુર્ત કે પરિસ્થતિ ન જોવી.
(યેસ! ખાસ કરી ન્હાતી વખતે પણ આવું કરી શકાય. કારણકે આઈડિયા-વિચારો ચંચળ છે. અને હાથની કલમ વડે પકડી શકાય છે.)
એક વાર આખું લખાણ લખતા પહેલા માત્ર તેની શરૂઆત પણ આ રીતે કરીએ તો થોડાં જ સમયમાં આખેઆખું લખાણ સર્જી શકાય. ‘ટીપે ટીપે..સરોવર ભરાય, ટપકે ટપકે લેખ લખાય ! ક્યારેક લખનારની પાસે એક અલ્ટિમેટ ક્ષણ આવે છે. જેને વિશ્વના એક પ્રખર કૉપીરાઈટરે ‘યુરેકા પોઈન્ટ’ નામ આપ્યું છે. આ ક્ષણે એવું મહેસૂસ થાય કે ‘હાશ ! આ કાંઈક મસ્ત મજાનું, દિલને સંતોષ થાય એવું લખાયું છે.’ જો આવું થાય ત્યારે સમજી લેવું કે અટકી જવાનો સમય આવી ગયો. અને જો એવું ન થાય ત્યારે નવા વિચારોને યુરેકા-પોઈન્ટ મળવાની હજુ વાર છે. એ માટે...જેમ લખાતું જાય એમ લખતા રહેવું. નોન-સ્ટોપ !
કયારે લખવું , કેવું લખવું , ક્યાં વિષયો પર લખવું , લખાઇ ગયેલું લોકો સુધી પહોંચશે કે નહિં અને લોકોને પસંદ આવશે કે નહિં વગેરે, વગેરે , વગેરે ...
તો આજે એના વિશે થોડી વાત કરીએ , ચલો ....
![]() |
લેખન અને લેખક સાથે આલેખન |
કયારેક એવું થાય કે ઘણાં બધાં વિચારો એકસામટા મગજમાં આવવા લાગે અને એ સમયે તમે નક્કી જ ના કરી શકો કે લખવાની શરૂઆત કયાંથી કરવી ?? અને કયારેક તદ્દન આનાથી ઊંધુ જ થાય. જાણે કે એકદમ શૂન્યાવકાશ !! કયારેક આ પરીસ્થિતિ અમુક કલાકો પૂરતી હોય તો કયારેક અમુક દીવસો પૂરતી ...
આ તો દરેક લખનાર માટે એક સામાન્ય પરિસ્થિતિ છે. એને નાથવાની પણ બહુ સરળ રીત છે. હંમેશા એક નાનકડું નોટપેડ હાથવગું રાખવું. જ્યારે પણ કોઈ આઈડિયા, વિચાર, સજેશન કે સોલ્યુશનનો મગજમાં ચમકારો થાય ત્યારે એ નોટપેડમાં તુરંત ઠપકારી દેવું. તે સમયે કોઈ મહુર્ત કે પરિસ્થતિ ન જોવી.
(યેસ! ખાસ કરી ન્હાતી વખતે પણ આવું કરી શકાય. કારણકે આઈડિયા-વિચારો ચંચળ છે. અને હાથની કલમ વડે પકડી શકાય છે.)
એક વાર આખું લખાણ લખતા પહેલા માત્ર તેની શરૂઆત પણ આ રીતે કરીએ તો થોડાં જ સમયમાં આખેઆખું લખાણ સર્જી શકાય. ‘ટીપે ટીપે..સરોવર ભરાય, ટપકે ટપકે લેખ લખાય ! ક્યારેક લખનારની પાસે એક અલ્ટિમેટ ક્ષણ આવે છે. જેને વિશ્વના એક પ્રખર કૉપીરાઈટરે ‘યુરેકા પોઈન્ટ’ નામ આપ્યું છે. આ ક્ષણે એવું મહેસૂસ થાય કે ‘હાશ ! આ કાંઈક મસ્ત મજાનું, દિલને સંતોષ થાય એવું લખાયું છે.’ જો આવું થાય ત્યારે સમજી લેવું કે અટકી જવાનો સમય આવી ગયો. અને જો એવું ન થાય ત્યારે નવા વિચારોને યુરેકા-પોઈન્ટ મળવાની હજુ વાર છે. એ માટે...જેમ લખાતું જાય એમ લખતા રહેવું. નોન-સ્ટોપ !
હવે વાત કરીએ લખાણમાં વપરાતાં અલંકારીક શબ્દો , વિશેષણો , ઉપમાઓ , લાંબાલચક વર્ણનો ઈત્યાદીની ....જે લખાણ ૮ વર્ષના નાનકડા માસૂમ બાળકથી લઇ ૮૦ વર્ષના મેચ્યોર્ડ બાળકને પણ વાંચવામાં રસ પડાવે એવું ટૂંકું, સરળ, સુપાચ્ય લખાણ વધારે અસરકારક. જે ટચલી આંગળી દ્વારા દિલ પર ‘ટચ’ આપે એવું લખાણ વધુ વંચાય છે, સંભળાય છે. બાકી બધું...બમ્પર !
પોતે જે ભાષા રોજીંદા જીવનમાં વાપરે છે, એ જ લખાણમાં વાપરે. એમાં જ મૌલિકતા, ક્રિયેટીવીટી આવી ગઈ સમજવું. બસ ! પછી લેખક અને લેખન પોતાની સફળતાનો રસ્તો આપમેળે બનાવી લેશે.
જો બાત દિલસે નિકલેગી વહ દિલ તક પહોંચેગી. It’s all about મા‘ટ્રુ’ ભાષા.”
જો બાત દિલસે નિકલેગી વહ દિલ તક પહોંચેગી. It’s all about મા‘ટ્રુ’ ભાષા.”
"મને લખાણ પણ મિની-સ્કર્ટ જેવું રાખવું ગમે. જેટલું ટૂંકું એટલું જોવું-વાંચવું વધારે ગમે.”-મુર્તઝાચાર્ય.
હવે વાત કરીએ પુસ્તકોની અસરોની .. લોકોના માનસ કે સ્વભાવ પર પુસ્તકો કેવી અને કેટલી અસર કરે છે તો એક વાત અહીં ખાસ યાદ રાખવા જેવી એ કે પુસ્તક ક્યારેય દેશી-વિદેશી ન હોય. એ ગ્લોબલ જ હોય. ભાષા બદલાતી રહે. અગત્યનું એ જ છે કે તે પુસ્તક તમારી અંદર રહેલાં ‘તું’ ને ઝણઝણાટી આપે, હલાવે, કાંઈક પરિવર્તનનો રસ્તો બતાવે, તમારી અંદર ધમાલ મચાવે, મોજ-મસ્તી કરાવે. ત્યારે સમજવું કે ઓલરેડી ‘પરિવર્તન થઇ ગયું.’ તે લખાણની સાથે જોડાયેલાં લેખક, વાચક, પબ્લિશર, ડીલર સફળ થયાં.
અને બીજી વાત ખાસ એ યાદ રાખવી કે કોઈપણ બાબતમાંથી શું, કેટલું, ક્યારે, કેવું અને કઈ રીતે લેવું એ વ્યક્તિગત બાબત છે. એક વ્યક્તિને કોઈ બાબત પોતાના માટે ‘ઢોલ’ જેવી લાગે ને બીજીને ‘ઢેલ’ જેવી. ત્રીજીને ‘ઢાલ’ જેવી તો ચોથીને ‘ઢીલ’ જેવી લાગી શકે, ખરું ને? – ત્યારે સમજુ અને અનુભવી વ્યક્તિને શબ્દોની સાકર કે સેકેરિનના સ્વાદની પરખ હોય છે. અને તે સૌ તેમની રીતે માપી લેતા હોય છે.
મોટિવેશન બીજાંને આપવા કરતા ‘ખુદને’ આપતા રહેવું. (યેસ ! આ બાબતે સેલ્ફિશ થવું વધારે જરૂરી છે.) આપણી જ લાઈફને જોઈ બીજાંવને ‘મોટ્ટી’વેશન મળે તો જ્ઞાન, અનુભવ, સમજણ બધું લેખે લાગશે. બાકી બધું...ઈલ્લે ઈલ્લે !”
માર્કૅટીંગ વિશે વાત કરીએ તો સેલ્ફ-માર્કેટિંગ જેવું કશું નથી. જો લખાણ (માર્કેટિંગની ભાષામાં ‘કન્ટેન્ટ’) જ ‘દમદાર’ હશે તો તે પોતાની મેળે ‘દિલદાર’ વાચક શોધી લેશે. હા, પણ એ માટે આજના મોડર્ન ટુલ્સ અને પ્લેટફોર્મ્સનો સહારો લેવો જ રહ્યો.
માત્ર લખીને બેસી રહેવું એ કરતા કન્ટેન્ટનો વિવિધ સ્વરૂપે ફેલાવો કરવો ઘણું અગત્યનું કામ છે. જે માટે લેખક (કન્ટેન્ટ મેકર)ને એ યુક્તિ-પ્રયુક્તિ શીખતા-એપ્લાય કરતા રહેવું પડશે.”
ત્રીજી વાત એ કે નવા લેખકોએ પોતાનાં સાહિત્યને સુધારવાં, મઠારવાં અને એનો પ્રસાર કરવાં માટે પુષ્કળ રીડિંગ અને રાઈટિંગ કરવું’ એ Pre-internet era નો ટ્રેન્ડ હતો.
Post-Internet & Mobile eraમાં, કન્ટેન્ટ-મેકરને આ બંને ઉપરાંત, અવનવી વ્યક્તિઓને, બાબતોને સાંભળવી, જોવી અને ઓબ્ઝર્વ કરવાની પણ જવાબદારી આવી છે.
અને એ માધ્યમો (મલ્ટીમીડિયા)જ તેમને પોતાના કન્ટેન્ટને સુધારવા, મઠારવા અને પ્રસાર કરવામાં મદદ કરે છે. જરૂરી એ જ છે કે તે બાબતોની સાથે ભળતા રહી તેનો સુચારુ ઉપયોગ કરવો.”
દરેક લેખક દરેક ક્ષણે વાચક હોવાનો. લખવા-વાંચવા-જોવા-સાંભળવા માટે જે કોઈ ક્ષણો અનુકૂળ હોય તે મજાની ક્ષણ, એ જ તબક્કો. બાકી બધું બારાખડી અને કક્કો.
ચોથી વાત એ ધ્યાનમાં રાખવાં જેવી કે નવું નવું લખતાં થયેલાં લેખકો પાસે પોતાના લખાણની ભૂલો કે ઉણપ સુધારવાં માટે વાંચન વધારવા અને અનુભવે શીખવા સિવાય બીજો કોઇ રસ્તો નથી.
જે સિદ્ધહસ્ત લેખક (કન્ટેન્ટ-મેકર) પોતાને પહેલા અને તેના ઓડીયેન્સને પછી ઉચ્ચ-કક્ષાએ રાખી કોઈપણ ક્રિયેટિવ સર્જન કરે છે, તે પોતાના સર્જન વિશે ઓલમોસ્ટ સભાન હોવાનો. પોતાની પ્રોડક્ટને સતત બેટર બનાવનાર મેકર અને માર્કેટર બીજાં પાસેથી શીખતો રહે છે. એ પછી સ્ટિવ જોબ્સ હોય, જેક મા કે ધીરુભાઈ.”

અને સૌથી મહત્વની વાતજે લખાણ તેના લેખકના સાચા ‘લખ્ખણ’ને, અનુભવને, સમજણને વાચકના મન-મગજની સાથે સાથે દિલ પર પણ અસર કરાવે તે સારું લખાણ. અને એમાંય ‘હેવી’ વાતને મનોરંજક ફેક્ટર્સ સાથે ‘હળવી’ બનાવી પેશ કરે તે લખાણ નાનકડી કંપનીના પ્યુનથી લઇ દેશના પ્રેસિડેન્ટ સુધી પણ પહોંચી શકે છે.
સુર્ષ્ટિનું દરેક સર્જન હળવે હળવે થાય છે. કોઈ ઉતાવળ નહિ, શાંતિથી સહજતાથી. તો માણસ જ્યારે જન્મે છે ત્યારથી કે તેના અંત સુધીની સફર દરમ્યાન જે કાંઈ ઘડે છે, તે તેના ઘડામાં ઉતરતું રહે છે. જેનાથી જ સ્તો દરેકનું ‘પાણી મપાય’ છે.
આ વાત નાનકડી છે, પણ એ માટે એક આખી ઝિંદગી ખર્ચવી પડે છે. Devotion, You See!”
- મુર્તઝાભાઈ પટેલ
મુર્તઝાભાઈ પટેલ વિશે...
જેનું માઈન્ડ ‘માર્કેટિંગ’ના મેડિકેશન માટે સતત દોડતું હોય અને બ્રેઈનમાં ‘બિઝનેસ’નો ડોઝ બનતો રહેતો હોય એવા
મુર્તઝા પટેલને ઇન્ટરનેટ પર વેપારના માધ્યમે વાંચવાની એક અલગ મઝા છે. વ્યવસાયે ‘માર્કેટિંગ મદદગારર’ અને ‘ટ્રેન્ડ-
સ્પોટર’ તરીકે પોતાનો અડ્ડો જમાવનાર મુર્તઝાભાઈ માર્કેટિંગને લગતા વિવિધ પાસાંઓનું આલેખન સમયાંતરે કરતા રહે
છે.
માર્કેટિંગ! એ પછી વેપારમા હોય કે વ્યવહારમાં..આ શબ્દ તેમના લોહીમાં વહે છે. એના વિશે સતત અભ્યાસ, લખવું,
ક્રિયાઓ-પ્રક્રિયાઓ, ધમધમતા ઉદ્યોગ-સાહસિકને ઓનલાઈન-માર્કેટ જાંબાવવા કે પછી મધમધતા જોબ-માર્કેટમા કારકિર્દી
જમાવનાર વિદ્યાર્થીને કોચિંગ, ટ્રેઇનિંગમાં મદદ કરી મશગૂલ રેહવું તેમનું એક પેશન છે.
એમની સાથે ખુલ્લા દિલે વાત કરો તો તમે પણ તમારા વ્યવસાય કે કેરિયરના પ્લેટફોર્મ પર ખીલતા રહો એની ગેરેંટી.
સંપર્કસૂત્ર:
ફેસબૂક પર: https://www.facebook.com/MurtazaPatel.vepaar.net
ટ્વિટર પર: https://twitter.com/netvepaar
વોટ્સએપ પર: +20 122 2595233
wah murtuza bhai
ReplyDeleteવાહ..જાણે સામે જ ઉભા હો એવી ફીલ આવી ગઈ
ReplyDeleteWah bhai khubj saral ane sara soneri sutro aapwa badal khub khub Abhar��
ReplyDeleteWah bhai khubj saral ane sara soneri sutro aapwa badal khub khub Abhar��
ReplyDeleteKhubj upiyogi tips..
ReplyDeleteનવોદિત લેખકો માટે અસરકારક સૂચનો.. 'મુર્તઝાચાર્ય'ને ક્યારેય બોલતા અટકાવશો નહીં!👌🏻👌🏻👍
ReplyDeleteનવોદિત લેખકો માટે અસરકારક સૂચનો.. 'મુર્તઝાચાર્ય'ને ક્યારેય બોલતા અટકાવશો નહીં!👌🏻👌🏻👍
ReplyDeleteKhub saras.. Aatli important vato mate as a reader and member of this blog, I thank you from the bottom of my heart (on behalf of wejvians team too.)
ReplyDeleteKhub saras.. Aatli important vato mate as a reader and member of this blog, I thank you from the bottom of my heart (on behalf of wejvians team too.)
ReplyDeleteThank you to All who have commented here. I appreciate.
ReplyDeleteTo our Success....
Thank you to All who have commented here. I appreciate.
ReplyDeleteTo our Success....
ઉગતા લેખકો માટે સારી વાત, અને પેલી સ્પર્ધામાં જજ તમે થવાના જ હોય તો આ બહુ ઉત્તમ લખાણ, કારણ કે કદાચ હું તેમાં ભાગ લઉં પણ ખરો...!!!
ReplyDeleteJordar MP
ReplyDelete