ખુશી-આનંદનું સરનામું...!
By Maulik Pandya
આનંદ.. ખુશી.. મજા-મસ્તી ઉર્ફે મોજ, એ જિંદગીની Balance-sheetનું જમાપાસું છે. તમને થશે આ વરસને અંતે આણે'ય આવક-જાવકના આંકડા માંડ્યા?? (માંડ છૂટ્ટાનો મેળ થ્યો હોય ત્યાં..
) ના, ના.. આપણે તો ખુશીની ફિલસૂફી અને માણસની મનસૂફી વિષે વાત કરવી છે.
વ્યક્તિના જીવનનો ઉદ્દેશ- The Ultimate Goal of Life વિષે અલગ-અલગ ધર્મો વડે, વિજ્ઞાનની વ્યાખ્યા દ્વારા અને સમયની સારણી મુજબ સમજવાનો પ્રયત્ન સદીઓથી ચાલુ છે. પરંતુ, સાર્થક જીવનની વ્યાખ્યા કે ખરો અર્થ હજી સમજી શકાય તેમ નિરુત્તર છે. (જે એનો તાગ મેળવી ચૂક્યા છે તેઓ આ secretને એટલી સરળતાથી રજૂ કરે છે જેથી એ આપણને ગળે ઉતરતું નથી.. અહો વૈચિત્ર્યમ..!) એક જ બાબતમાં તમામ ધર્મ-રંગ-લિંગથી અને અનેક રીતે ભિન્ન લોકો એકમત છે, અને તે છે--- આનંદની પ્રાપ્તિ.,, ખુશીની શોધ..
દરેક લોકો પોતાની સમજ કે અનુભવના આધારે ખુશીની વ્યાખ્યા અલગ કરે છે. કોઇને ખાવા-ખવડાવવામાં અનેરો આનંદ આવે, કોઇને અવનવાં પરિધાનો પહેરવામાં.. કોઇને અનેક ભૌતિક કાયમ નવાં સ્વરૂપો ને રૂપકડાં નામો ધરાવતી ચીજોમાંથી કોઇ ચીજનો.. કોઇને બીજાને રંજાડવામાં (મનોવિકૃત્ત હોં..!) મજા, તો કોઇ ઓલિયા જેવાને બીજાને રાજી રાખવામાં મજા આવતી હોય છે!
વિજ્ઞાન જેને 'એડ્રીનાલીન' કહે એને કે 'યુથ રશ'માં ખપાવી, ઉત્સાહવર્ધક તરીકે ગણી વ્યસનથી માંડી વ્યાભિચાર દ્વારા આનંદ મેળવનારા છે અને એ જ મજા માટે લોકો સ્વપ્નેય ના વિચારે એવાં દિલધડક કારનામાંઓ (કાયદેસર-ગેરકાયદેસર જ સ્તો..!) કરનારાંઓ પણ છે જ!

ફરી એક વાર ચવાઇને ચૂથ્થો થયેલ ધાર્મિક, રાજકીય, સામાજિક કે આર્થિક રીતે સફળ થયેલ નામી-બેનામી મહાનતમ લોકોના જીવનની વાર્તાઓ, બોધપાઠો અને પ્રેરક પ્રસંગોનો મારો ચાલુ થવાની 'સીઝન' આવી ગઇ છે.. વિશ્વના બીજા નંબરની વસતિ ધરાવતાં દેશમાં દિવાળી એ માત્ર કોઇ એક ધાર્મિક તહેવારની બદલે કંઇક નવું કરવાની ધગશ પેદા કરતી ઘટના લાગી છે મને તો નાનપણથી જ.. આ સમયમાં પાછલાં વર્ષનું મનોમન સરવૈયું મુકેશ અંબાણીથી લઇને મફાભાઇ સુધીના તમામ લોકો કાઢતાં જ હોય છે... (gender discrimination લાગ્યું?? તો અરુંધતિ ભટ્ટાચાર્ય કે ઐશ્વર્યાથી આરતી રાખો ને ભૈ'સાબ (!) :-) ) ભાગ્યે જ એવા જૂજ લોકો હશે જે મનોમન પોતાની હાલની સ્થિતિથી ખુશ કે સંતુષ્ટ હશે..
આની પાછળનું કારણ જણાવતાં મેસેજીઝ પણ પાછા સોશિયલ મીડિયા મારફત જ ફરે છે. દરેક વ્યક્તિ જન્મજાત by default પ્રતિસ્પર્ધી ઉર્ફ competitive હોવાનો જ.. એ જ ખાસીયત મુજબ દરેક વ્યક્તિ જીવનમાં પોતાની વ્યાખ્યા અનુસાર સફળ/ખુશ થવા પ્રયત્નશીલ હોવાનો જ.. એ કુદરતી છે પરંતુ, આ આવા દરેક પ્રયત્નોમાં સફળ થવાની જીદ કે એ માટે ગમે તે હદ સુધી જવાની માનસિકતા એ સર્વ દુઃખોનું કારણ છે એમ સમજાવાય છે આપણને, કર્મનો સિદ્ધાંત you know!
'નેકી કર દરિયામેં ડાલ' ની સૂફિયાણી સલાહો આપનાર ધર્મગુરુઓ કે મૌલવી-પાદરીઓ પાછા એ.સી. હોલમાં બેસીને સોશિયલ મીડિયા કે અન્ય પ્રચાર માધ્યમ પર રૂપાળાં દેખાવા ને ઠાવકાં સાબિત થવા હવાતિયા મારતાં નજરે ચડે છે. એમનાં કે અન્ય કોઇના લાખો કરોડો અંધ 'ભક્તો' કે જેમના પર આ આખો ભય અને દંભનો ધંધો ફૂલ્યો-ફાલ્યો છે, એમનાં પર તો અલગ thesis ઉર્ફ શોધ-નિબંધ લખી શકાય એમ છે એટલે હાલ એ મુદ્દાને આરામ, હોં કે!)
આ બધું જોઈને થાય છે કે જીવનમાં બધાં પ્રકારના આનંદ માણવા અને શોખ કે ઈચ્છાઓ પૂરી કરવા જરૂરી છે નાણું, એ કમાવા માટે સખત તેમજ સતત મહેનતમાં માનનારા હોય છે જે પોતાનું જીવન એ પ્રવૃત્તિને સર્વસ્વ સમજી એમાં ખર્ચી નાખે છે. આ બધી ક્રીડાઓમાં ભોગ લેવાય છે અંતરના આનંદનો..! ના,ના આસ્તિકો માટે સર્જનહાર અને નાસ્તિકો માટે કુદરત કે વિજ્ઞાન કે અકળ નિયમ દ્વારા માનવીનું આ દુનિયામાં ( એલા ભાઇ , તમે ને હું છીએ એ ઘટના હોં કે .... લોલમલોલ) શાંતિ કે મોક્ષની પ્રાપ્તિ માટે થયું એ ધાર્મિક માન્યતા કોરાણે મૂકીને જ ચાલીએ તો આનંદ, ખુશી કે મોજ એ દરેકને ખૂબ સરળતાથી પ્રાપ્ય છે,, મનગમતી પ્રવૃત્તિઓમાં.. જીવનનિર્વાહ માટે દરેક વ્યક્તિ જે કામ કરતો હોય એ જ કામ એને હંમેશા કરવું ગમતું હોય એ આજના સમયમાં જરૂરી નથી, હા અમુક વિરલ વ્યક્તિત્વના સ્વામી/સ્વામિનીઓ પોતાની પસંદને career બનાવી શક્યા હોય છે જે એમના માટે સદાય ખુશ રહેવાનું/જીવતાં-લડતાં રહેવાનું કારણ બની રહે છે (એમાં કંટાળો આવે કે cut throat competition માં અસફળ થવાય ત્યારે કોઈ કોઈ ના જીરવી શકતાં માનસિક પડી ભાંગી, સંસારને અસાર ગણે છે હોઁ!) એ સિવાયના (more than 90%) સામાન્ય વ્યક્તિઓ માટે જીવનમાં રોજિંદી ઘટમાળ સિવાય એકાદ નાનકડો શોખ, ખુશહાલ કે સમજુ પરિવાર, મિત્રોનો સાથ-સંગાથ. નાની મોટી ખુશીમાં સાથે મળીને ઉજવણી અને વિપત્ત પડે સ્વજનનો ખભો, પ્રેમાળ સ્પર્શ કે મૃદુ હાસ્ય એ જ સૌથી મોટી સિદ્ધિ હોય છે.

તમને થશે કે આટલું લાંબુ-લચક લખ્યા પછી ખુશી કે આનંદની સાચી વ્યાખ્યા, સમજ કે મોજમાં રહેવાનો કોઈ તરીકો અથવા કાયમી feel good factor ટકાવવાનો ઉપાય તો આવ્યો નહીં.. યસ, એ જ તો.. દરેક વ્યક્તિ એકબીજાથી અલગ લાક્ષણિકતા ધરાવે છે એમ જ દરેકનું સત્ય કહો કે દરેકની ખુશી અલગ હોય છે. એની કોઈ common minimum બાબત કે પાયાની જરૂરિયાત હોતી નથી.. માનવજીવન મળ્યું છે, કુદરત મળી છે, બુદ્ધિ (?) અને અઢળક માહિતીના સ્રોત સમય અનુસાર મળ્યા છે.. સારું એ તમારું, choice is yours કે સતત ખુશીની શોધમાં રહેવું અને દરેક વાત સમજવા કે તર્ક કરતા રહેવું કે જયાં મળે ત્યાંથી, જે સ્વરુપ કે સ્રોત દ્વારા મળે એ રીતે જ્ઞાન પ્રાપ્ત કરી, એનો સ્વ તથા શકય હોય તો અન્યોની ખુશી માટે ઉપયોગ કરવો..
મરણ નિશ્ચિત અને અનિવાર્ય (હાલ તો ખરું જ!) છે માટે જીવો ત્યાં સુધી મોજમાં રહો!
Happy Living..
(વિચાર ગમ્યો હોય કે વાસી લાગ્યો હોય, મંતવ્ય જરૂર આપજો..
તો આ વાચકો કે જે પોતાના વિચારો આપ સમક્ષ પોતાની સમજ અને શૈલી દ્વારા રજૂ કરે છે.. એ મોજમાં રહેશે..!)
-Maulik Pandya
pmaulikb@gmail.com
16/11/16
pmaulikb@gmail.com
16/11/16
(blog developer અને અથાક મહેનતથી બ્લોગની કામગીરી સંભાળતા અંકિત માટે મારી યથા મતિ-શક્તિ એક નાની ભેટ, ખાસ પ્રસંગે..!)
Bhai, tu amara vicharo kai rite jani gayo.. True, nice style of expression of thoughts of current Age.
ReplyDeleteHmmm
ReplyDeleteSachi vaat ...
Keep it up 👏👍
વાહ..!! સાચી વાત હો.
ReplyDeleteમોજ પડી વાંચીને..!����